LAC પર ચીનનો આજે ફરી ઘુસણખોરીનો પ્રયત્ન, 3 દિવસમાં ત્રણ પ્રયાસ નિષ્ફળ
Trending Photos
નવી દિલ્હી: ચીને મંગળવારના ફરીથી ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો છે. લદાખના ચુમારમાં એલએસી પર ઘૂસણખોરીનો પ્રયત્નને લઇ ભારતીય સેનાની સતર્કતા જોઇને ચીનના સૈનિકો ભાગી ગયા. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સેના હાઇ એલર્ટ પર છે. આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રી વરાસત્વે કહ્યું કે, ચીનની સેનાના 29-30 ઓગસ્ટની રાતના પૈંગોંગ લેકના દક્ષિણ બેંક વિસ્તારમાં યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતીય સેનાએ આ આક્રમક કાર્યવાહીનો જવાબ આપ્યો અને LAC પર દેશની ક્ષેત્રીય અખંડતા સુનિશ્ચિત કરી છે.
વિદેશ પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ ઘટનાના 31 ઓગસ્ટના જ્યારે બંને સેનાઓના કમાન્ડર બેઠક કરી તણાવ ઘટાડવાનો પ્રયત્નમાં લાગ્યા હતા તો ચીન સેનાએ રાતમાં ફરી આક્રામક કાર્યવાહી કરવાનો પ્રયત્ન કર્યો. પ્રયત્ન ભારતીય સેનાના સમય પર લેવામાં આવેલા એક્શનના કારણે તેઓ તેમના પ્રયાસમાં સફળ થયા નહીં.
ચીનને તેમના ફ્રન્ટલાઈન સૈનિકોને અંકુશમાં રાખવા વિનંતી
વિદેશી પ્રવક્તાએ કહ્યું કે, આ વર્ષની શરૂઆતથી ચીની સૈન્યનો વ્યવહાર અને તેમની એક્શન બંને દેશો વચ્ચેના સરહદ કરાર અને પ્રોટોકોલનું ઉલ્લંઘન કરે છે. તેમની કાર્યવાહી વિદેશ મંત્રીઓ અને બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની સંમતિનું ઉલ્લંઘન કરે છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીની સૈનિકોની આ ક્રિયાઓ અને આક્રમક પગલાં રાજદ્વારી અને સૈન્ય ચેનલો દ્વારા ચીન સામે ઉભા કરવામાં આવ્યા છે. ચીનને તેની ફ્રન્ટલાઈન ટર્પ્સને નિયંત્રિત કરવા અને તેને ઉશ્કેરણીજનક કાર્યવાહીથી બચાવવા વિનંતી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે