ચાલુ ટ્રેને મહિલાને પીરિયડ્સ આવ્યા, તો રેલવેએ કરી વખાણવાલાયક કામગીરી
એક મહિલા મુસાફરને સફર દરમિયાન પીરિયડ શરૂ થયા હતા. તે સમયે તેની પાસે સેનેટરી પેડ ન હતું, જેથી તે બહુ જ પરેશાન થઈ હતી. આ દરમિયાન તેની સાથે સફર કરી રહેલા તેના મિત્રએ ઈન્ડિયન રેલવે સેવાને ટ્વિટ કર્યું, તો રેલવે તરફથી મહિલા મુસાફરને સેનેટરી પેડ્સ ઉપલબ્ધ કરાવાયું હતું.
Trending Photos
નવી દિલ્હી : ભારતીય રેલવે મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે સતત ધ્યાન આપી રહ્યું છે અને પોતાની સુવિધા અપડેટ કરી રહ્યું છે. ડિજીટલ ઈન્ડિયાના વધતા સમયમાં ગત અનેક એવા ઉદાહરણ સામે આવ્યા છે, જેમાં મુસાફરોએ મદદ માટે ટ્વિટ કરી તો તેમને એ મદદ પહોંચાડી છે. હાલમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રીએ ટ્રેનમાં સફર દરમિયાન ઓનલાઈન એફઆઈઆર નોંધવાની વાત કહી હતી. ગત દિવસોમાં એક મહિલા મુસાફરને સફર દરમિયાન પીરિયડ શરૂ થયા હતા. તે સમયે તેની પાસે સેનેટરી પેડ ન હતું, જેથી તે બહુ જ પરેશાન થઈ હતી. આ દરમિયાન તેની સાથે સફર કરી રહેલા તેના મિત્રએ ઈન્ડિયન રેલવે સેવાને ટ્વિટ કર્યું, તો રેલવે તરફથી મહિલા મુસાફરને સેનેટરી પેડ્સ ઉપલબ્ધ કરાવાયું હતું.
પરેશાની થવા પર પુરુષ દોસ્તે ટ્વિટ કર્યું
કર્ણાટકમાં મુસાફર વિશાળ ખાનપુરે પોતાની મિત્રની સાથે બેંગલુરુ હોસપેટે જંક્શનથી જઈ રહ્યો હતો. સફર દરમિયાન તેની મહિલા મિત્રને અચાનક પીરિયડ શરૂ થયા હતા, પણ તે દરમિયાન તેમની પાસે પેડ ન હતું. મિત્રને તકલીફ થવા પર વિશાલે તરત સંબંધિત ઓથોરિટીને સેનેટરી નેપકિન અને મેફટાલ સ્પાસ (પેઈન કિલર) માટે ટ્વિટ કર્યું હતું. વિશાલના ટ્વિટ પર ઈન્ડિયન રેલવે સેવા તરફથી તરત રિસ્પોન્સ કરાયું હતું. તેની ટ્વિટ પર આઈઆરસીટીસી તરફથી રિસ્પોન્સ પણ આવ્યો.
રેલવે તરફથી મદદ મળી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત ખબર અનુસાર, વિશાલે જણાવ્યું કે, રાત્રે 11 વાગીને 6 મિનીટે રેલવે અધિકારી મારી મિત્ર પાસે પહોંચ્યા હતા. તેમણે તેનો પીએનઆર નંબર અને મોબાઈલ નંબર લીધો. સાથે જ તેના માટે જરૂરી સામાન વિશે પણ વાતચીત કરી. તેના બાદ જ્યારે ટ્રેન 2 વાગ્યે અરસીકેરે સ્ટેશન પહોંચી તો મૈસૂર ડિવીઝનના અધિકારી તે સામાનની સાથે તૈયાર હતા, જેની તેને જરૂર હતી. અમે બધા રેલવેનો ક્વિક રિસ્પોન્સ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
200 મોટા સ્ટેશન પર લાગશે નેપકિન ડિસ્પેન્સર
મહિલા મુસાફરને પેડ અને દવા સમયસર પહોંચાડવાથી 140 કિમી પહેલા મળી ગયું હતું. અધિકારીઓએ મહિલા મુસાફરને જણાવ્યું કે, તેઓ મુસાફરને મદદ માટે હંમેશા તૈયાર હોય છે. રેલવેની દેશભરમાં 200 મોટા સ્ટેશન પર સેનેટરી નેપકિન્સ ડિસ્પેન્સર શરૂ કરવાની યોજના છે. આ સુવિધાને ઈન્ટરનેશનલ વિમેન્સ ડે એટલે કે 8 માર્ચના રોજ શરૂ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે