દરિયાની જ નહીં હવે પર્યાવરણની પણ રક્ષા કરશે નૌકાદળ, જાણો કઇ રીતે...

ભારતીય નૌકાદળે પર્યાવર્ણની રક્ષા માટે કરવામાં આવતા પ્રયત્નો માટે તેમના બજેટનો 1.5 ટાક ભાગ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. Indian navy environment conservation roadmap એટલે કે INECRના અંતર્ગત ઇન્ડિયન નેવી તેમની દરેક પ્રવૃતિમાં પર્યાવરણની સુરક્ષાને સામેલ કરી છે.

દરિયાની જ નહીં હવે પર્યાવરણની પણ રક્ષા કરશે નૌકાદળ, જાણો કઇ રીતે...

નવી દિલ્હી: ભારતીય નૌકાદળે પર્યાવર્ણની રક્ષા માટે કરવામાં આવતા પ્રયત્નો માટે તેમના બજેટનો 1.5 ટાક ભાગ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. Indian navy environment conservation roadmap એટલે કે INECRના અંતર્ગત ઇન્ડિયન નેવી તેમની દરેક પ્રવૃતિમાં પર્યાવરણની સુરક્ષાને સામેલ કરી છે. અલગ-અલગ નૌસેનિક બેઝમાં 24 મેગાવોટ ક્ષમતાના સોલર પૈનલ લગાવવામાં આવ્યા છે. નૌસેનાએ તેમની ગાડીઓમાં બાયોડીઝલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

બેઝમાં સોલાર પેનલ અને હવા દ્વારા વીજળી ઉત્તપન કરવાથી ના માત્ર કાર્બન ફૂટપ્રિંટમાં ઘટાડ થશે પરંતુ તેનાથી ભવિષ્યમાં નૌસેના વીજળીના મામલે ઘણી હદ સુધી આત્મનિર્ભર થઇ જશે. ઇન્ડિયન નેવીએ તેમની ગાડીઓમાં બાયોડીઝલનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. નૌસેના એક વર્ષમાં 6300 કિલો લિટર હાઇ સ્પીડ ડીઝલનો ઉપયોગ કરે છે. હવે તેમાં B5 બ્લેન્ડ હાઇ સ્પીડ ડીઝલનો ઉપયોગ કરવામાં આવશે. આ પગલાથી વર્ષના ડીઝલના વપરાશમાં 5 ટકાનો ઘટાડો આવશે અને 315 કિલો લિટર હાઇ સ્પીડ ડીઝલની બચત થશે.

હાઇ સ્પીડ ડીઝલમાં B5ની બ્લેડિંગનો પ્રોજેક્ટ આ વર્ષે વિશાખાપટ્ટનમમાં શરૂ થવાની સંભાવના છે. નૌસૈનિક અડ્ડો અને જહાજોમાં ઉર્જા વપરાશને ઘટાડવા માટે રૂમમાં ખાસ પ્રકારના સેન્સર્સ, બેટરીથી ચાલતી ગાડીઓ, સોલાર સ્ટ્રીટ લાઇટ, એલઈડી લાઇટ લગાવવાની શરૂઆત કરી દીધી છે. પાણીની બચત માટે ડ્રિપ ઇરિગેશન, રેઇન વૉટર હાર્વેસ્ટિંગ અને પાણીને સાફ કરવાથી નીકળતા ખરાબ પાણીનો ઉપયોગ માટે તૈયારીઓ કરવામાં આવી છે.

કચરાને યોગ્ય રીતે નિયંત્રિત કરવા માટે અંડમાનના પોર્ટ બ્લેરમાં Segregated Waste Collection Centreની શરૂઆત કરી છે. નૌસૈનિક અડ્ડાઓમાં કચરાથી ફાયદો થઇ શકે તે રીતે બાયોગેસ પ્લાન્ટ્સ, કંપોસ્ટ પિટ્સ, વર્મી કલ્ચર, પેપર રિસાઇક્લિંગ મશીન અને કંપોસ્ટર મશીનો લગાવી રસોડામાં વપરાતા ગેસમાં બચાવવાની તૈયારી કરી રહ્યાં છે. દરિયા અને ટાપુઓને સાફ રાખવા પર ભાર મુકવામાં આવ્યો છે. જહાજો અને ટાપુઓથી નિકળતા ઝેરી પાણીને દરિયામાં ઠલવતા પહેલા ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ લગાવવામાં આવી રહ્યાં છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news