કોરોના વાયરસ કરતા પણ મોટી આફત દેશ પર ત્રાટકે તેવી ભીતિ! સરકારની ચિંતા વધી, તાબડતોબ હાઈ લેવલની બેઠક યોજી

ક્રિસમસની પહેલા જ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ મળી આવતા હડકંપ મચી ગયો છે.

કોરોના વાયરસ કરતા પણ મોટી આફત દેશ પર ત્રાટકે તેવી ભીતિ! સરકારની ચિંતા વધી, તાબડતોબ હાઈ લેવલની બેઠક યોજી

નવી દિલ્હી: ક્રિસમસની પહેલા જ બ્રિટનમાં કોરોના વાયરસ (Corona Virus) નો નવો વેરિએન્ટ મળી આવતા હડકંપ મચી ગયો છે. સ્થિતિ એવી છે કે અનેક વિસ્તારોમાં કડક લોકડાઉન લાગુ કરાયું છે. આ વાયરસના ખતરનાક પ્રભાવોને જોતા ભારત સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે. 

રવિવારે મોડી સાંજે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની સાથે ઉચ્ચ સ્તરની બેઠક કરીને કોરોના વાયરસના આ નવા સીક્વેસિંગ પર ચર્ચા કરી. આ પ્રકારની આફત ભારતમાં આવતા પહેલા જ તેને પહોંચી વળવાની યોજના પર બેઠકમાં ભાર મૂકાયો. અત્રે જણાવવાનું કે બ્રિટનમાં કોરોના મ્યુટેશન આવ્યા બાદ અચાનક કેસમાં વધારો નોંધાયો છે. 

વાયરસમાં મ્યુટેશન
કોઈ પણ વાયરસમાં સતત મ્યુટેશન(coronavirus mutation) થતું રહે છે. મોટાભાગના વેરિએન્ટ પોતે જ મ્યુટેટ થયા બાદ મરી જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક વાયરસ મ્યુટેટ થયા બાદ પહેલા કરતા પણ વધુ મજબૂત અને શક્તિશાળી અને જોખમી થઈને ઊભરી આવે છે. આ પ્રક્રિયા એટલી જલદી થાય છે કે વૈજ્ઞાનિકોને પણ સમજવામાં  અને રિસર્ચ કરવામાં સમય લાગે છે અને ત્યાં સુધીમાં તો વાયરસ અનેક લોકોને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યો હોય છે. જે રીતે બ્રિટનમાં જોવા મળી રહ્યું છે. 

4 હજાર વાર થયું વાયરસમાં મ્યુટેશન
બ્રિટનમાં જોવા મળેલા કોરોનાના આ નવા વેરિએન્ટ અંગે વધુ જાણકારી આપતા દિલ્હી એમ્સમાં કોરોના સેન્ટરના હેડ ડો.રાજેશ મલ્હોત્રાએ જણાવ્યું કે જ્યારથી કોરોના વાયરસ આવ્યો છે ત્યારથી 4 હજારવાર મ્યુટેટ થઈ ચૂક્યો છે. જો કે એ જોવાનું રહેશે કે બ્રિટનમાં વધતા કોરોનાના કેસનું અસલ કારણ શું ખરેખર વાયરસની નવી સ્ટ્રેન છે કે પછી તેના પર હજુ રિસર્ચની જરૂર છે. 

રસી ઓછી અસરકારક થઈ જશે!
હવે વૈજ્ઞાનિકો એ વાતની જાણકારી મેળવવામાં લાગ્યા છે કે શું કોરોના વાયરસના નવા વેરિએન્ટના Genome માં ફેરફાર થયો છે કે નહીં. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જો ફેરફાર થાય તો રસીની અસર ઓછી થઈ જવાનું જોખમ વધી જશે. જો કે હજુ સુધી કોરોના વાયરસના જેટલા પણ નવા સ્વરૂપ મળ્યા, તેની જીનોમ સંરચનામાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news