Independence Day 2020: વીરતા પુરસ્કારની જાહેરાત, જાણો લિસ્ટમાં કોનું-કોનું છે નામ

ગૃહ મંત્રાલય (Home Ministry) એ સ્વતંત્રતા દિવસના અવસર પર મળનાર ગેલેંટ્રી એવોર્ડ્સ (Gallantry awards) એટલે કે દેશના વીરતા પુરસ્કારની જાહેરાત કરી દીધી છે. આ લિસ્ટમાં જમ્મુ-કાશ્મીર પોલીસને ટોચ (top)નું સ્થાન મળ્યું છે

Independence Day 2020: વીરતા પુરસ્કારની જાહેરાત, જાણો લિસ્ટમાં કોનું-કોનું છે નામ

નવી દિલ્હી: ગૃહ મંત્રાલય (Home Ministry) એ સ્વતંત્રતા દિવસના અવસર પર મળનાર ગેલેંટ્રી એવોર્ડ્સ (Gallantry awards) એટલે કે દેશના વીરતા પુરસ્કારની જાહેરાત કરી દીધી છે. આ લિસ્ટમાં જમ્મુ-કાશ્મીર પોલીસને ટોચ (top)નું સ્થાન મળ્યું છે તો બીજા સ્થાન પર સીઆરપીએફ (CRPF) એ કબજો જમાવ્યો છે તો બીજી તરફ ત્રીજા સ્થાન પર ઉત્તર પ્રદેશ (UttarPradesh)ની પોલીસ છે. પોલીસ સેવામાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર પોલીસ કર્મીઓને સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર સન્માનિત કરવામાં આવશે. 

ગૃહ મંત્રાલયે આજે તેમના નામની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશથી 23 પોલીસકર્મીઓને ગૈલેંટ્રી એવોર્ડ્સ (Gallantry awards), 6 ને રાષ્ટ્રપતિ એવોર્ડ (Presidential award) તથા 4 પોલીસકર્મીઓને ઉત્કૃષ્ટ કાર્યો માટે સન્માન આપવામાં આવશે. તો બીજી તરફ ઉત્તરાખંડ (Uttarakhand)થી 4 પોલીસકર્મીને મેરિટોરિયસ એવોર્ડ (Meritorious award) અને એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારને પોલીસ મેડલ ગૈલેંટ્રીથી સન્માનિત કરવામાં આવશે.  

કેંદ્રીય ગૃહ મંત્રાલયની તરફથી સ્વતંત્રા દિવસના અવસર પર પોલીસ અધિકારીઓને પ્રદાન કરવામાં આફતા વીરતા પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી (list)માં કુલ 215 પોલીસકર્મીઓની તેની વીરતા માટે પોલીસ પદક માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ 631 લોકોને પ્રશંસાપાત્ર સેવા (Meritorious service) માટે પદક (medal) આપવામાં આવશે. 

આ વર્ષે કોરોના વાયરસ (coronavirus) સંક્રમણને જોતાં લાલકિલ્લા પર બહુસ્તરીય સુરક્ષા  (Multilevel protection) વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 4000 સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસ પર યોજાનાર કાર્યક્રમ માટે ગુરૂવારે ફૂલ ડ્રેસ રિહર્સલ (Full dress rehearsal) કરવામાં આવ્યું. રેલવે સ્ટેશનથી માંડીને રસ્તાઓ પર સુરક્ષાની વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. વીવીઆઇપી (VVIP) ગતિવિધિઓના કારણે લાલકિલ્લાની પાસે વિશેષ સવારે 6.45 થી 8.45 સુધી ટ્રેનની અવર-જવર અટકાવી દેવામાં આવી છે. 

ઇનપુટ: આઇએએએનએસ (IANS)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news