Twitter પાસેથી સરકારે માગી 474 એકાઉન્ટની માહિતી, જાણો શું છે સમગ્ર મામલો

ટ્વીટરના તાજેતરના પારદર્શક્તા રિપોર્ટ અનુસાર, તેણે 5 ટકા કિસ્સામાં ભારત સરકારની મદદ કરી છે અને એકાઉન્ટ દૂર કરવાની અપીલમાં 6 ટકા કેસમાં સંજ્ઞાન લીધું છે. ભારત તરફથી કુલ 1,268 ટ્વીટર એકાઉન્ટની માહિતી આપવા અને 2,484 એકાઉન્ટને દૂર કરવા માટે ટ્વીટરને વિનંતી કરાઈ હતી. 

Twitter પાસેથી સરકારે માગી 474 એકાઉન્ટની માહિતી, જાણો શું છે સમગ્ર મામલો

નવી દિલ્હીઃ તાજેતરમાં જ બે રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા વ્હોટ્સએપ એકાઉન્ટની માહિતી લીક થવાનો મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં હવે ભારત સરકારે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર(Twitter) પાસેથી 474 એકાઉન્ટની માહિતી માગી છે. આ સાથે જ સરકારે ચાલુ વર્ષના પ્રથમ 6 મહિના દરમિયાન કાયદાનું ઉલ્લંઘન કરવા માટે 504 એકાઉન્ટને ક્લોઝ કરવા કે તેની સામગ્રી દૂર કરવાનો પણ અનુરોધ કર્યો છે. 

ટ્વીટરના તાજેતરના પારદર્શક્તા રિપોર્ટ અનુસાર, તેણે 5 ટકા કિસ્સામાં ભારત સરકારની મદદ કરી છે અને એકાઉન્ટ દૂર કરવાની અપીલમાં 6 ટકા કેસમાં સંજ્ઞાન લીધું છે. ભારત તરફથી કુલ 1,268 ટ્વીટર એકાઉન્ટની માહિતી આપવા અને 2,484 એકાઉન્ટને દૂર કરવા માટે ટ્વીટરને વિનંતી કરાઈ હતી. 

ભારત સરકારે જુલાઈથી ડિસેમ્બર, 2018ના સમયગાળામાં 422 ટ્વીટર એકાઉન્ટની માહિતી આપવા અંગે અનુરોધ કર્યો હતો. ભારતમાં કાયદાનું અમલીકરણ કરાવતી વિવિધ એજન્સીઓએ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મને કાયદાનું ઉલ્લંઘન કરનારા 667 ખાતા બંધ કરવા માટે અપીલ કરી હતી. 

ટ્વીટર પાસેથી એકાઉન્ટની માહિતી માગવાની બાબતે અમેરિકાની સરકાર સૌથી આગળ રહી છે. સમીક્ષાના સમયગાળા દરમિયાન અમેરિકાએ વૈશ્વિક અનુરોધોની અપેક્ષાએ 29 ટકા અનુરોધ કર્યો હતો. કંપનીએ પોતાની ખાનગી માહિતી નીતિઓ અંતર્ગત સંભવિત ઉલ્લંઘન માટે રિપોર્ટ કરાયેલા ખાતામાં 48 ટકાનો વધારો થયો હોવાનું જણાવ્યું છે. 

ટ્વીટર તરફથી આપવામાં આવેલી આધિકારીક માહિતી અનુસાર કંપનીએ છેલ્લા સમીક્ષાના સમયગાળાની સરખામણીએ 119 વધુ ખાતા સસ્પેન્ડ કર્યા છે. ટ્વીટરે આ દરમિયાન બાળકોના જાતિય શોષણ સાથે સંબંધિત ઉલ્લંઘન માટે કુલ 2,44,188 ખાતા સસ્પેન્ડ કર્યા હતા. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news