દરેક ભારતીય માટે ગર્વની પળ! પ્રથમ ભારતીય મહિલા પાઈલટ જેને SFO એવિએશન મ્યૂઝિયમમાં મળી જગ્યા
ભારતીય મહિલા પાઈલટે એવી જબરદસ્ત ઉપલબ્ધિ મેળવી છે કે અમેરિકાના આ મ્યૂઝિયમે તેમને પોતાના ત્યાં જગ્યા આપી. કોઈ જીવિત વ્યક્તિને જગ્યા મળી એવું પહેલીવાર બન્યું છે.
Trending Photos
એર ઈન્ડિયાના એક મહિલા પાઈલટે ઉત્તર ધ્રુવ ઉપરથી વિમાન ઉડાવીને ઈતિહાસ રચી નાખ્યો. ત્યારબાદ તેમને સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા એવિએશન મ્યુઝિયમમાં જગ્યા મળી છે. ભારતીય મહિલા પાઈલટની આ ઉપલબ્ધિ દરેક ભારતીય માટે ગર્વની પળ છે. આ વિશેષ ઉપલબ્ધિ તેમને લગભગ 16 હજાર કિલોમીટરનું રેકોર્ડ અંતર કાપ્યા બાદ મળી છે. જે અન્ય પાઈલટ્સ માટે પણ એક મિસાલ છે.
અમેરિકા સ્થિત એવિએશન મ્યૂઝિયમમાં મળી જગ્યા
વર્ષ 2021માં પહેલીવાર ઝોયા અગ્રવાલના નેતૃત્વમાં એર ઈન્ડિયાની એક અખિલ ભારતીય મહિલા પાઈલટ ટીમે ઉત્તર ધ્રુવને કવર કરતા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો (SFO) થી ભારતના બેંગ્લુરુ શહેર સુધીના દુનિયાના સૌથી લાંબા હવાઈ માર્ગને કવર કર્યો હતો. ઝોયા એર ઈન્ડિયાના વરિષ્ઠ પાઈલટ છે અને તેઓ Boeing 777 વિમાન ઉડાવે છે. આ ઉપલબ્ધિથી પ્રભાવિત એવિએશન મ્યૂઝિયમ ખુબ પ્રભાવિત થયું અને તેમણે પોતાના મ્યૂઝિયમમાં આ ઉપલબ્ધિને જગ્યા આપવાની રજૂઆત કરી.
કેપ્ટન ઝોયા અગ્રવાલે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે હું ઈમાનદારીથી કહું તો મને વિશ્વાસ નથી થતો કે મને અમેરિકામાં એક પ્રતિષ્ઠિત એવિએશન મ્યૂઝિયમનો ભાગ બનવાનો મોકો મળ્યો. હું અમેરિકાના સંગ્રહાલયમાં જગ્યા મેળવનારી પહેલી ભારતીય મહિલા છું જે જીવિત છે. આ એક સન્માનની વાત છે કે અમેરિકાએ એક ભારતીય મહિલાને પોતાના મ્યૂઝિયમમાં માન્યતા આપી. આ મારા અને મારા દેશ માટે મહાન ક્ષણ છે.
SFO મ્યૂઝિયમે ભારતીય પાઈલટ ઝોયા અગ્રવાલની આ અસાધારણ ઉડાણ કરિયરની પ્રશંસા કરી અને તેમણે એ પણ સ્વીકાર કર્યું કે કેવી રીતે તેઓ પોતાની આકરી મહેનત અને સમર્પણથી દુનિયાભરની મહિલાઓને પ્રેરિત કરતા રહ્યા છે. સાન ફ્રાન્સિસ્કો એવિએશન મ્યૂઝિયમના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે તેઓ અમારા કાર્યક્રમમાં સામેલ થનારા પહેલા ભારતીય મહિલા પાઈલટ છે. એર ઈન્ડિયા સાથે તેમની ઉલ્લેનીય કરિયર ઉપરાંત 2021માં SFO થી બેંગ્લુરુ માટે એક મહિલા પાઈલટ ટીમનું નેતૃત્વ કરતા રેકોર્ડબ્રેક ઉડાણ કરી.
દુનિયા અંગે તેમની સકારાત્મકતા અને અન્ય યુવતીઓ તથા મહિલાઓને તેમના સપનાને પૂરા કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધતા ખુબ જ પ્રેરણાદાયક છે. કેપ્ટન અગ્રવાલના વ્યક્તિગત ઈતિહાસને રેકોર્ડ કરવા માટે તેમની ભાગીદારીથી અમે સન્માનિત મહેસૂસ કરી રહ્યા છીએ અને અમે આવનારી પેઢીઓને શિક્ષિત અને પ્રેરિત કરવાની આશા રાખીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે