DNA ANALYSIS: અફઘાનિસ્તાન સંકટ પર ભારતે કરી નાખી આ 2 મોટી ભૂલ, તાલિબાનને હવે આપશે માન્યતા?

કતારની રાજધાની દોહામાં તાલિબાનના આગ્રહ પર તાલિબાનના એક નેતા અને કતારમાં ભારતના રાજદૂત વચ્ચે મંગળવારે એક મુલાકાત થઈ. ભારત સરકારના કોઈ પ્રતિનિધિ અને કોઈ તાલિબાની નેતા વચ્ચેની આ પહેલી ઔપચારિક મુલાકાત છે. 

DNA ANALYSIS: અફઘાનિસ્તાન સંકટ પર ભારતે કરી નાખી આ 2 મોટી ભૂલ, તાલિબાનને હવે આપશે માન્યતા?

નવી દિલ્હી: દુનિયા માટે અફઘાનિસ્તાનથી અમેરિકાનું જતા રહેવું મોટા સમાચાર છે. પરંતુ ભારતના દ્રષ્ટિકોરણથી સૌથી મોટા સમાચાર એ છે કે કતારની રાજધાની દોહામાં તાલિબાનના આગ્રહ પર તાલિબાનના એક નેતા અને કતારમાં ભારતના રાજદૂત વચ્ચે મંગળવારે એક મુલાકાત થઈ. ભારત સરકારના કોઈ પ્રતિનિધિ અને કોઈ તાલિબાની નેતા વચ્ચેની આ પહેલી ઔપચારિક મુલાકાત છે. 

ભારત અને તાલિબાન વચ્ચે શું વાત થઈ?
આ મુલાકાત કતારમાં ભારતના રાજદૂત દીપક મિત્તલ અને દોહામાં તાલિબાનના પોલિટિકલ ઓફિસના પ્રમુખ શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઈ(Sher Mohammad Abbas Stanikzai) વચ્ચે થઈ. જેમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી પર ચર્ચા થઈ અને ભારતના રાજદૂતે તાલિબાનના નેતાને કહ્યું કે તેઓ એ સુનિશ્ચિત કરે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે નહીં થાય. 

શું ભારત તાલિબાનને માન્યતા આપશે?
આ મુલાકાતનો આગ્રહ તાલિબાન તરફથી કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતે પણ આ મુલાકાતની વાતને સાર્વજનિક કરી છે. હવે સવાલ એ છે કે ભારત તાલિબાન સાથે ફક્ત વાત કરી રહ્યું છે કે પછી ભવિષ્યમાં તેને માન્યતા પણ આપશે? તાલિબાનના નેતાઓ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ પાકિસ્તાનને પોતાનું બીજું ઘર માને છે. જ્યારે ભારતને તેઓ ફક્ત એક ક્ષેત્રીય તાકાત તરીકે જુએ છે. એટલે કે તાલિબાન ભારતને ક્યારેય પાકિસ્તાનની જેમ પ્રાથમિકતા આપશે નહીં. 

શેર મોહમ્મદ અબ્બાસનો ભારત સાથે ખાસ સંબંધ
શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઈ(Sher Mohammad Abbas Stanikzai) તાલિબાનની સરકારમાં વિદેશમંત્રી બની શકે છે. મોટી વાત એ છે કે શેર મોહમ્મદ અબ્બાસે દહેરાદૂનમાં ઈન્ડિયન મિલિટ્રી એકેડેમીમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યારે તેમના બેચમેટ તેમને પ્રેમથી શેરૂ કહીને બોલાવતા હતા. પરંતુ તેમનો ભારત સાથેનો આ સંબંધ ભારતને કેટલો કામે લાગશે તે જોવાનું રહેશે. 

અફઘાનિસ્તાન સંકટ પર ભારતે કરી નાખી બે મોટી ભૂલ
અફઘાનિસ્તાન સંકટ પર ભારતે બે મોટી ભૂલ કરી નાખી. પહેલી ભૂલ એ કે ભારતે અફઘાનિસ્તાનની જે સરકાર પર પોતાનો જે દાવ લગાવ્યો તે સરકાર પણ ભાગી ગઈ અને તે સરકારની સેના પણ હથિયાર હેઠા મૂકી નાસી ગઈ. જે ભારત માટે મોટો ફટકો બની રહ્યો.  બીજી મોટી ભૂલ એ હતી કે તેણે આંખ બંધ કરીને અમેરિકા પર ભરોસો કર્યો અને અમેરિકાને ફોલો કરતું રહ્યું. જ્યારે આંખ ખુલી ત્યારે અમેરિકા પણ અફઘાનિસ્તાનથી ભાગી ચૂક્યું હતું. એટલે કે જે બે લોકો પર ભારતે વિશ્વાસ કર્યો...એક અફઘાનિસ્તાનમાં ત્યાંની સરકાર, તે પણ ભાગી ગઈ અને બીજુ અમેરિકા...તે પણ ભાગી ગયું. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

પીએમ મોદીએ સ્પેશિયલ ગ્રુપ બનાવ્યું
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સ્પેશિયલ ગ્રુપ બનાવ્યું છે. જે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયા પર નજર રાખશે અને એ પણ સુનિશ્ચિત કરશે કે તાલિબાન ભારત વિરુદ્ધ કોઈ આતંકવાદી ગતિવિધિઓને વધવા ન દે. અફઘાનિસ્તાનના મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે ફોન પર વાત પણ કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news