દાહોદમાં એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, કઈ કઈ ટ્રેન મોડી પડી તે જાણવા આ હેલ્પલાઈન પર કરો સંપર્ક

duronto express derail : દાહોદમાં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી.. પેસન્જર ટ્રેન 13493 દુરંતો એક્સપ્રેસ પાટા પરથી ઉતરી.. દુરંતો એક્સપ્રેસનું એન્જીન અને પાવર કોચ પાટા પરથી ઉતર્યુ... દિલ્લી-મુંબઈ મુખ્ય રેલવે માર્ગ પ્રભાવિત થયો.. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં..
 

દાહોદમાં એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, કઈ કઈ ટ્રેન મોડી પડી તે જાણવા આ હેલ્પલાઈન પર કરો સંપર્ક

Railway Update હરીન ચાલીહા/દાહોદ : દાહોદમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ. પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ અકસ્માતથી દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગ પ્રભાવતિ થયો છે. પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરતા દિલ્હી બોમ્બે રેલ માર્ગ બંધ કરાયો હતો. દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગ બંધ હોવાના પગલા અનેક ટ્રેનોને અસર થઈ છે.  

મધ્યપ્રદેશમાં અમરગઢ સ્ટેશન નજીક આ ઘટના બની હતી. પેસેન્જર ટ્રેન 12494 દુરંતો એક્સપ્રેસનું એન્જિન અને પાવર કોચ પાટા પરથી ઉતરી ગયુ હતું. આ ઘટનાની જાણ થતા જ રેલવેના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે  દોડી આવ્યા હતા. રેલવેના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા, અને પૂરજોશમાં કામગીરી શરૂ કરાઈ હતી. જોકે, બપોર બાદ રેલ્વે માર્ગ શરુ થવાની શક્યતા છે. 

આ ઘટના બાદ રેલ્વે વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ટ્રેનના મુસાફરો માટે નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. હાલ દિલ્હી તરફ જતો રેલ માર્ગ ચાલુ કરાયો છે. પરંતું મુંબઈ તરફ જતો માર્ગ ધીમે ધીમે શરુ કરાયો છે. આ માટે રેલ્વે વિભાગ દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા છે. જેથી મુસાફરો આ અંગે પૂછપરછ કરી શકે છે. 

મહત્વનું છે કે ગઈકાલે દાહોદથી આણંદ જતી પેસેન્જર મેમુ ટ્રેનમાં આગ લાગી હતી. મેમુ ટ્રેનનો કોચ ભડભડ સળગી ઊઠ્યો હતો. આગ લાગતાં જ કોચમાં સવાર મુસાફરોમાં નાસભાગ મચી હતી. પંરતું આગ વિકરાળ બને એ પહેલાં જ મુસાફરો બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી, પરંતું 2 કલાકની ભારે જહેમત બાદ દિલ્લીથી મુંબઈ જતી રેલવે લાઈન ફરી શરૂ કરાઈ હતી. ત્યારે સતત બીજા દિવસે આ રુટ પર દુર્ઘટના બની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news