હવે આતંકી મસૂદ અઝહરનો ખાત્મો પાક્કો!, સેના પ્રમુખ બિપિન રાવતે આપ્યું મોટું નિવેદન

પુલવામા આતંકી હુમલાના દોષિત આતંકી મૌલાના મસૂદ અઝહર પર સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે આજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે લખનઉમાં મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટપણે કહ્યું કે આતંકી મસૂદ અઝહર વિરુદ્ધ અમે પૂરેપૂરી તૈયારી કરી ચૂક્યા છીએ.

હવે આતંકી મસૂદ અઝહરનો ખાત્મો પાક્કો!, સેના પ્રમુખ બિપિન રાવતે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાના દોષિત આતંકી મૌલાના મસૂદ અઝહર પર સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે આજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે લખનઉમાં મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટપણે કહ્યું કે આતંકી મસૂદ અઝહર વિરુદ્ધ અમે પૂરેપૂરી તૈયારી કરી ચૂક્યા છીએ. અમે આ ઓપરેશન સંલગ્ન વિગતો જાહેર કરી શકીએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે સેનાઓ સક્ષમ છે અને દરેક પડકાર માટે તૈયાર છે. સેનાઓ જનતાના કહેવા પર કામ કરતી નથી. સેનાઓ રાજકીય નિર્ણયો મુજબ કામ કરે છે. સેનાની કાર્યવાહીને રાજકારણ સાથે ન જોડવામાં આવે. 

સેના પ્રમુખે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં સ્થિત પાક સમર્થિક આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કેમ્પ પર ભારતીય વાયુસેના દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ  કરાયેલી એર સ્ટ્રાઈક પર ઉઠી રહેલા સવાલો પર કહ્યું કે જે લક્ષ્ય અપાયું હતું તેને પૂરું કરવામાં આવ્યું છે. તેમાં મોટી સંખ્યામાં આતંકીઓનો ખાત્મો થયો છે. 

अब नहीं बच पाएगा आतंकी मसूद अजहर! सेना प्रमुख बोले, 'हमारा पूरा प्‍लान तैयार है'

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે મ્યાંમારમાં ઉગ્રવાદીઓના કેમ્પો પર કરાયેલી સૈન્ય કાર્યવાહી ઉપર પણ વાત કરી. તેમણે કહ્યું કે ભારતીય સેના મ્યાંમારની સેનાની હંમેશા આભારી રહેશે. કારણ કે તેમના સહયોગથી જ અમે સંયુક્ત સૈન્ય અભિયાનોને અંજામ આપી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે આ સૈન્ય કાર્યવાહીમાં માર્યા ગયેલા ઉગ્રવાદીઓની સંખ્યા આપવી એ યોગ્ય નથી. બંને દેશોની સેનાઓ મળીને કામ કરી રહી છે જેથી કરીને આતંકીઓ અને ઉગ્રવાદીઓ પોતાની ગતિવિધિ માટે આપણી જમીનનો ઉપયોગ ન કરી શકે. 

લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર ચીન અડિંગો જમાવીને બેઠું છે. ચીને આ વખતે પણ વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર રોક લગાવી. જ્યારે આ પ્રસ્તાવ પર ભારતને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનનું પૂરેપૂરું સમર્થન મળેલું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news