સલમાને ગાયું ગીત, છલકાય છે મોહબ્બતનું દર્દ...સાંભળો...

આ પહેલાં પણ સલમાન હીરો ફિલ્મનું ટાઇટલ સોંગ ગાઈ ચૂક્યો છે

સલમાને ગાયું ગીત, છલકાય છે મોહબ્બતનું દર્દ...સાંભળો...

મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. તે હંમેશા પોતાના મિત્રો અને પરિવારજનો માટે પોતાનાથી બનતી તમામ મદદ કરે છે. હાલમાં સલમાનની હોમ પ્રોડક્શન ફિલ્મ નોટબુકના એક ગીતની વિગતો સામે આવી છે. આ ગીત સલમાને પોતે ગાયું છે અને એમાં મોહબ્બતનું દર્દ છલકાય છે. આ પહેલાં પણ સલમાન હીરો ફિલ્મનું ટાઇટલ સોંગ ગાઈ ચૂક્યો છે. 

— Salman Khan Films (@SKFilmsOfficial) 16 March 2019

બોલિવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન અનેક નવા સ્ટાર્સને લોન્ચ કરે છે. સલમાન દ્વારા લોન્ચ કરાયેલા સ્ટાર્સમાં સોનાક્ષી સિંહા, સ્નેહા ઉલ્લાલ, સૂરજ પંચોલી, અથિયા શેટ્ટી અને ડેઇઝી શાહનો સમાવેશ થાય છે. હવે આ યાદીમાં ઝહીર ઇકબાલ અને પ્રનૂતનનું નામ જોડાઈ ગયું છે. આ બંને કલાકાર સલમાનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'નોટબુક'થી બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યા છે. સલમાને હાલમાં આ ફિલ્મનું પોસ્ટ રિલીઝ કર્યું હતું. નીતિન કક્કડે ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને એને દર્શકો પસંદ કરી કરી રહ્યા છે. ફિલ્મ ''નોટબુક'' 29 માર્ચ 2019ના રોજ રિલીઝ થશે. 

સલમાનની આ ફિલ્મની હિરોઇન પ્રનૂતન બોલિવૂડની ટેલેન્ટેડ અને ખૂબસુરત હિરોઇન નૂતનની પૌત્રી તેમજ સલમાનના ખાસ મિત્ર મોહનીશ બહલની દીકરી છે. સલમાનની સુપરહિટ ફિલ્મ 'મેંને પ્યાર કિયા'માં મોહનીશે વિલનનો રોલ કર્યો હતો અને ત્યારથી બંને વચ્ચે ખાસ મિત્રતા છે. આમ, સલમાન પોતાના ખાસ મિત્રની દીકરીને આ ફિલ્મથી હિરોઇન તરીકે લોન્ચ કરી રહ્યો છે. બીજી તરફ ઇકબાલ સલમાન ખાનના મિત્રનો પુત્ર છે તે પણ ફિલ્મની સાથે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news