Indian Air Force Day: ભારતીય વાયુસેનાએ પૂરા કર્યા 90 ગૌરવશાળી વર્ષ, મળ્યો આ નવો યુનિફોર્મ
Indian Airforce Day: આ વર્ષે વાયુસેના પોતાનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે પહેલીવાર તેનું આયોજન ચંડીગઢમાં કરવામાં આવ્યું છે. વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ વી આર ચૌધરીએ સેનાને કરેલા સંબોધનમાં કહ્યું કે અગ્નિપથ યોજના દ્વારા ભારતીય વાયુસેનામાં વાયુવીરોને સામેલ કરવા એક મોટો પડકાર છે. પરંતુ તે અમારા માટે ભારતના યુવાઓની ક્ષમતાનો ઉપયોગ કરીને આ તેને દેશની સેવામાં લગાવવાનો સમય છે.
Trending Photos
Indian Airforce Day: આ વર્ષે વાયુસેના પોતાનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે પહેલીવાર તેનું આયોજન ચંડીગઢમાં કરવામાં આવ્યું છે. આ અવસરે ત્રણેય સેનાના સર્વોચ્ચ કમાન્ડર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તથા રક્ષામંત્રી રાજનાથ સિંહ આયોજનમાં સામેલ થયા છે. ઈન્ડિયન એરફોર્સ ચીફે આ ખાસ અવસરે કહ્યું કે સેના દરેક પડકાર માટે તૈયાર છે. નવી ટેક્નોલોજીથી લેસ સિસ્ટમને વાયુસેનામાં સામેલ કરવામાં આવી રહી છે. વાયુસેના ભવિષ્ય માટે તૈયાર થઈ રહી છે. આત્મનિર્ભર ભારત માટે અમે આગળ વધી રહ્યા છીએ. આ સાથે જ સ્વદેશી હથિયારોને પણ સેનામાં સામેલ કરવામાં આવી રહ્યા છે.
વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ વી આર ચૌધરીએ સેનાને કરેલા સંબોધનમાં કહ્યું કે અગ્નિપથ યોજના દ્વારા ભારતીય વાયુસેનામાં વાયુવીરોને સામેલ કરવા એક મોટો પડકાર છે. પરંતુ તે અમારા માટે ભારતના યુવાઓની ક્ષમતાનો ઉપયોગ કરીને આ તેને દેશની સેવામાં લગાવવાનો સમય છે. ચીફ માર્શલે વધુમાં કહ્યું કે આપણને ખુબ મહેનત અને લગનથી આ ગૌરવશાળી વારસો મળ્યો છે. તેને અહીં સુધી લાવવામાં આપણા પૂર્વજોએ ખુબ બલિદાન આપ્યા છે. જેને આપણે હંમેશા યાદ રાખવા જોઈએ. હવે તેને આગળ લઈ જવાની જવાબદારી આપણા પર છે.
#WATCH | The 90th-anniversary celebrations of #IndianAirForce, underway in Chandigarh. IAF chief Air Chief Marshal Vivek Ram Chaudhari also present on the occasion.
(Source: Indian Air Force) pic.twitter.com/e0DXXylz1M
— ANI (@ANI) October 8, 2022
મળ્યો નવો યુનિફોર્મ
ભારતીય વાયુસેનાએ પોતાની 90મી વર્ષગાંઠ પર નવા યુનિફોર્મને પણ લોન્ચ કર્યો. રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સવારે સેનાને શુભકામનાઓ પણ પાઠવી. ટ્વીટ કરીને લખ્યું કે ભારતીય વાયુસેના દિવસ પર તમામ સાહસિક IAF વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. IAF પોતાની વીરતા, ઉત્કૃષ્ટતા, પ્રદર્શન અને વ્યવસાયિકતા માટે જાણીતી છે. ભારત પોતાના પુરુષો અને મહિલાઓના આ બ્લ્યૂ રંગ પર ગર્વ કરી રહ્યું છે. તેમને બ્લ્યૂ આકાશની શુભકામનાઓ અને હેપ્પી લેન્ડિંગ.
જુઓ Video
1932માં થઈ સ્થાપના
ભારતીય વાયુસેનાની સ્થાપના વર્ષ 1932માં રોયલ ઈન્ડિયન એરફોર્સના નામથી થઈ હતી. આ વર્ષે આયોજનમાં લગભગ 75 એરક્રાફ્ટે ભાગ લીધો અને વધુમાં 9 વિમાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા. વાયુસેનાનો આ કાર્યક્રમ ચંડીગઢ પહેલા દિલ્હી નજીક હિંડન એરબેસ પર આયોજિત કરવામાં આવતો હતો. સ્થાપના દિવસના અવસરે વાયુવીરોએ જમીન પર પોતાના શૌર્યનું પ્રદર્શન કર્યું. જ્યારે આકાશમાં ઉડાણ ભરતા વિમાનોએ દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે