એરફોર્સનું પોખરણમાં શક્તિપ્રદર્શન, કહ્યું દુશ્મનોના દાંત ખાટા કરવા માટે તૈયાર

પુલવામા હૂમલાના 48 કલાક બાદ રાજસ્થાનનાં પોકરણમાં ભારતીય વાયુસેનાએ પોતાની એર એક્સરસાઇઝની શરૂઆત કરી છે

એરફોર્સનું પોખરણમાં શક્તિપ્રદર્શન, કહ્યું દુશ્મનોના દાંત ખાટા કરવા માટે તૈયાર

જેસલમેર : જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં આતંકવાદી હૂમલાનાં 48 કલાક બાદ રાજસ્થાનનાં જેસલમેરમાં ભારતીય વાયુસેનાએ પોતાની વિધ્વંસક શક્તિઓનું પ્રદર્શન કર્યું. જેસલમેરનાં પોખરણમાં ભારતીય વાયુસેનાની તરફથી વાયુશક્તિ 2019નું આયોજન કરવામાં આવ્યું, જેમાં એરફોર્સનાં 130થી વધારે ફાઇટર, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર્સે હિસ્સો લીધો હતો. 

પુલવામાંની ઘટનાના બે દિવસ બાદ યોજાયેલા આ કાર્યક્રમમાં એર ચીફ માર્શલ બી.એસ ધનોઆએ કોઇ પણ જવાબી કાર્યવાહી માટે એરફોર્સને સંપુર્ણ રીતે તૈયાર હોવાનું જણાવ્યું હતું. 

ધનોઆએ કહ્યું કે, કાર્યક્રમ દરમિયાન વાત કરતા પુલવામાં હૂમલા બાદ પાકિસ્તાન પર કોઇ પણ પ્રકારનાં એક્શનનાં સવાલ અંગે કહ્યું કે, પોલિટિકલ લીડરશીપ જે પણ જવાબદારી સોંપશે તેને સારી રીતે નિભાવવા માટે એરફોર્સ સંપુર્ણ તૈયાર છે. 

— ANI (@ANI) February 16, 2019

સુખોઇ અને જગુઆર વિમાનોએ દેખાડી શક્તિ
દેશમાં એર ટુ ગ્રાઉન્ડ વેપન ફાયરિંગની સૌથી મોટી રેંજ પોખરણમાં થયેલા આ અભ્યાસ વાયુશક્તિમાં સ્વદેશી એરક્રાફ્ટ વેપન અને ઇક્વિપમેન્ટે પણ પોતાની શક્તિ દેખાડી. આ અભ્યાસમાં સુખોઇ-30, મિગ-29, મિરાજ 2000 જગુઆર, મિગ-27 જેવી ફ્રંટ ફાઇટર એક્રાફ્ટનો સમાવેશ થાય છે, સાથે જ સ્વદેશી તેજસ અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર રુદ્રએ પણ ફાયરિંગમાં હિસ્સો લીધો હતો. 

સ્વદેશી આકાશની વિધ્વંસક શક્તિ
વાયુશક્તિ 2019માં આ વર્ષે સ્વદેશી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આકાશની મારક ક્ષમતા પણ જોવા મળી હતી. જમીનથી હવામાં માર કરનારી  આકાશ મિસાઇલ પહેલીવાર અભ્યાસમાં જોડાવાઇ હતી. 25 કિલોમીટર સુધીની મારક ક્ષમતાવાળી આકાશ મિસાઇલને હવામાં રહેલા કોઇ પણ ખતરા જેવા એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અથવા ડ્રોન સપાટી પરથી જ નિશાન સાધીને નષ્ટ કરવાનાં ઇરાદાથી ડિફેન્સ લેબમાં જ વિકસિત કરવામાં આવી છે. 

— ANI (@ANI) February 16, 2019

પુલવામાં હૂમલા બાદ અભ્યાસ મહત્વપુર્ણ
રાજસ્થાનનાં પોકરણ રેંજમાં દેશમાં એર ટૂ ગ્રાઉન્ડ વેપન ફાયરિંગ ની સૌથી મોટી રેંજ કહેવામાં આવે છે. પુલવામાં હૂમલા બાદ રાજસ્થાનમાં થઇ રહેલા અભ્યાસને ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. એરફોર્સ આ અભ્યાસની તૈયારી લાંબા સમયથી કરી રહ્યું હતું જો કે પુલવામાં હૂમલા બાદ આને શક્તિપ્રદર્શન તરીકે વર્ણવવામાં આવી રહી છે.

 

— ANI (@ANI) February 16, 2019

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news