ભારતને મેના અંત સુધી મળશે Sputnik V ના 30 લાખ ડોઝ, ઓગસ્ટથી દેશમાં શરૂ થશે પ્રોડક્શન

ભારતમાં વેક્સિનની વધતી માંગ વચ્ચે રશિયામાં ભારતીય રાજદૂત ડી બાલા વેંકટેશ વર્માએ કહ્યુ કે, ઓગસ્ટથી ભારતમાં સ્પુતનિક વી વેક્સિનનું પ્રોડક્શન શરૂ થઈ જશે. વર્માએ કહ્યુ કે, મેના અંત સુધી તેના 30 લાખથી વધુ ડોઝની સપ્લાય કરવામાં આવશે. 

ભારતને મેના અંત સુધી મળશે Sputnik V ના 30 લાખ ડોઝ, ઓગસ્ટથી દેશમાં શરૂ થશે પ્રોડક્શન

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ખાતમો કરવા માટે દેશમાં ચલાવવામાં આવી રહેલા રસીકરણ અભિયાનમાં વેક્સિનની માંગ સતત વધી રહી છે. આ વચ્ચે રશિયા જલદી ભારતને સ્થાનીક સ્તર પર સ્પુતનિક વી વેક્સિન બનાવવાની ટેક્નોલોજી આપશે. રશિયામાં ભારતીય રાજદૂત ડી બાલા વેંકટેશ વર્માએ કહ્યુ કે, ઓગસ્ટથી ભારતમાં વેક્સિનનું પ્રોડક્શન શરૂ થઈ જશે. 

વર્માએ કહ્યુ કે, મેના અંત સુધી ભારતમાં 30 લાખથી વધુ ડોઝની સપ્લાય કરવામાં આવશે અને જૂનમાં સપ્લાય વધારીને 50 લાખ થવાની આશા છે. તેમણે કહ્યું, ભારતમાં શરૂઆતમાં વેક્સિનના 85 કરોડ ડોઝનું પ્રોડક્શન કરવાની યોજના છે. 

ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ સાથે છે કરાર
રશિયા વેક્સિન નિર્માતાઓએ ભારતમાં ડો. રેડ્ડીઝની સાથે કરાર કર્યો છે અને પહેલા જ બે લાખથી વધુ ડોઝની સપ્લાય થઈ ચુકી છે. વર્માએ કહ્યુ- સ્પુતનિક વીની ભારતને પહેલા 150,000 ડોઝ અને પછી 60,000 ડોઝની સપ્લાય કરવામાં આવી ચુકી છે. 

દેશમાં ત્રણ વેક્સિનના ઉપયોગને મળી છે મંજૂરી
સ્પુનિક વીને રશિયાથી આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી દેશમાં વ્યાપક રૂપથી ઉપલબ્ધ નથી. કંપનીએ કહ્યું કે, વેક્સિનના આયાતી ડોઝની હાલમાં રિટેલ કિંમત 948 રૂપિયા છે, જેમાં પ્રતિ ડોઝ 5 ટકા જીએસટી જોડ્યા બાદ તે 995.4 રૂપિયામાં પડે છે. ભારતમાં અત્યાર સુધી માત્ર ત્રણ વેક્સિન કોવૈક્સીન, કોવિશીલ્ડ અને સ્પુતનિક વીને મંજૂરી મળી છે. 

રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)થી રસીના આયાતી ડોઝનો પ્રથમ જથ્થો એક મેએ ભારત પહોંચ્યો હતો. રેડ્ડીઝ લેબોરેટરીના સીનિયર એક્ઝિક્યુટિવ દીપક સાપરાને તેનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news