Corona ને કારણે સર્જાયેલી સમસ્યાઓ માટે આયુષ કોવિડ-19 કાઉન્સેલિંગ હેલ્પલાઇન કાર્યરત

કોવિડ-19 ને કારણે સર્જાયેલી સમસ્યાઓ Post Covid માટે આયુષ આધારિત ઉપાય માટે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા સમાજને મદદરૂપ વિશેષ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે

Corona ને કારણે સર્જાયેલી સમસ્યાઓ માટે આયુષ કોવિડ-19 કાઉન્સેલિંગ હેલ્પલાઇન કાર્યરત

ગાંધીનગર: કોવિડ-19 ને કારણે સર્જાયેલી સમસ્યાઓ Post Covid માટે આયુષ આધારિત ઉપાય માટે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા સમાજને મદદરૂપ વિશેષ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. AYUSH HELPLINE માટે ટોલ ફ્રી નંબર 14,443 છે જે સપ્તાહના સાતેય દિવસ સવારે 6.00 થી રાત્રે 12.00 કલાક સુધી કાર્યરત રહેશે. એમ આયુષ નિયામકની યાદીમાં જણાવાયુ છે.

યાદીમાં વધુમા જણાવાયાનૂસાર આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 14,443 દ્વારા આયુષના તમામ અલગ અલગ વિષય નિષ્ણાતો નાગરિકોના સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે ઉપલબ્ધ રહેશે. જેમાં નાગરીકો HELPLINE થકી આયુર્વેદ, હોમિયોપેથી, યોગ, નૈસર્ગિક ઉપચાર (નેચરોપેથી), યુનાની અને સિદ્ધા માટે માર્ગદર્શન મેળવી શકશે.

જેમાં નિષ્ણાતો દ્વારા નાગરીકો તેમજ દર્દીઓને માત્ર ઉપાય કે અનુકૂળ ઇલાજની સાથે સાથે તેમની નજીકમાં ઉપલબ્ધ આયુષ કેન્દ્રોની માહિતી પણ પૂરી પાડશે, આ સાથે ગુજરાત સરકારના આયુષ પ્રભાગ દ્વારા કોરોનાની શરુઆતથી (એપ્રિલ  2020) જ નાગરિકોને નજીકના આયુષ સારવાર કેન્દ્રોની માહિતી https://ayush.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાવેલ છે જેમાં જે તે આયુષ ડૉ. ના વ્યક્તિગત મોબાઈલ નં.ની માહિતી પણ ઉપલબ્ધ કરાવેલ છે અને જેનો ગુજરાતના નાગરિકો લાભ લઈ રહ્યા છે.

આ આયુષ હેલ્પલાઇન થકી આયુષ નિષ્ણાતો દર્દીઓને કોવિડ-19 પછીના ઉપાય માટેના સૂચનો (Post Covid Management) અંગે પણ માહિતી આપશે. 

HelpLine કઈ રીતે કામ કરશે?
આ હેલ્પલાઇન આઇવીઆરથી (ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ) સજ્જ છે અને હાલમાં તે હિન્દી તથા અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. નજીકના ભવિષ્યમાં અન્ય ભાષાઓનો પણ તેમાં સમાવેશ કરાશે. પ્રારંભમાં આ હેલ્પલાઇન એક સાથે 100 કોલ લઈ શકશે અને ભવિષ્યમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સંખ્યામાં વધારો કરાશે. આ હેલ્પલાઇન મારફતે આયુષ મંત્રાલય દેશમાં  કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણ રાખવાના યોગદાનમાં મદદરૂપ થશે આ હેલ્પલાઈનને સ્ટેપવન એનજીઓ પ્રોજેક્ટની મદદથી કાર્યરત કરાઈ છે.

AYUSH વિશે પ્રાથમિક માહિતી
નોંધનીય છે કે આયુષ સિસ્ટમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ઉપયોગમાં લેવાતી દેશની સૌથી જૂની મેડિકલ સિસ્ટમ છે અને સમગ્ર દેશમાં તેને આવકાર મળેલો છે. કોરોના સામે ઘરમાં જ રહીને સારવાર કરી શકાય અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી કોરોનાની મહામારીના વર્તમાન સમયમાં AYUSH ની સારવાર અને ઉપાયોના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news