કોરોના વાયરસને લઇને આ દેશોમાં ફેલાવવામાં આવી રહી છે સૌથી વધુ ભ્રામક જાણકારી

કોરોના વાયરસ (CoronaVirus)ને લઇને 87 દેશોમાંથી 25 અલગ-અલગ ભાષાઓમાં ભ્રામક અને ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. આ ખોટી જાણકારીના લીધે કોરોના પ્રભાવિતોનો આંકડો તો વધી રહ્યો છે, સાથે જ પીડિતો પ્રત્યે નફરત જેવા કેસમાં પણ વધારો થયો છે. 

કોરોના વાયરસને લઇને આ દેશોમાં ફેલાવવામાં આવી રહી છે સૌથી વધુ ભ્રામક જાણકારી

નવી દિલ્હી: કોરોના વાયરસ (CoronaVirus)ને લઇને 87 દેશોમાંથી 25 અલગ-અલગ ભાષાઓમાં ભ્રામક અને ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. આ ખોટી જાણકારીના લીધે કોરોના પ્રભાવિતોનો આંકડો તો વધી રહ્યો છે, સાથે જ પીડિતો પ્રત્યે નફરત જેવા કેસમાં પણ વધારો થયો છે. 

અમેરિકન જર્નલ ઓફ ટ્રોપિકલ મેડિસિન એન્ડ હાઇઝિન (American Journal of Tropical Medicine and Hygience)માં પ્રકાશિત એક રિસર્ચમાં 31 ડિસેમ્બરથી માંડીને 5 એપ્રિલ 2020 સુધી ઓનલાઇન પોસ્ટના વિશ્લેષણના આધાર પર જણાવવામાં આવ્યું છે કે કોરોનાને લઇને ભ્રામક તથા ખોટી જાણકારી વ્યાપક રીતે ફેલાવવામાં આવી છે.

આ રિસર્ચને અંજામ આપનાર ટીમમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, થાઇલેન્ડ અને જાપાન સહિત વિભિન્ન દેશોના શોધકર્તા સામેલ હતા. આ દરમિયાન જાણવા મળ્યું છે કે જે દેશોમાં સૌથીવધુ ખોટી જાણકારી પ્રસારિત કરવામાં આવી છે, તેમાં અમેરિકાની સાથે ભારત, ચીન, સ્પેન, ઇન્ડોનેશિયા અને બ્રાજીલ (India, the United States, China, Spain, Indonesia, Brazil) પણ સામેલ છે. 

રિસર્ચકર્તાએ પોતાના રિસર્ચને 'અફવા', 'કલંક' અને 'કાવતરું' ત્રણ ભાગ પર કેન્દ્રીત કર્યું. તેમના અનુસાર 'અફવા' એવી કોઇપણ અસત્યાપિત જાણકારી છે, જે સત્યાપન તપાસ બાદ રચવામાં આવેલી અથવા સંપૂર્ણપણે ખોટી હોય છે. આ પ્રકારે 'કલંક' એવી જાણકારી છે, જે કોરોના પીડિતો વિશે એવો માહોલ બનાવે છે, જેનાથી તેમના વિરૂદ્ધ ભેદભાવ વધી જાય છે. જ્યારે 'કાવતરા'ને દુર્ભાવનાપૂર્ણ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ગુપ્ત રૂપે કામ કરનાર લોકોના રૂપમાં પરિભાષિત કરવામાં આવે છે. 

શોધકર્તાઓએ 87 દેશોની 25 ભાષાઓવાળી લગભગ 2311 રિપોર્ટને ફંફોળી, આ દરમિયાન તેમને જાણવા મળ્યું કે આ પ્રકારના રિપોર્ટમાં 89 ટકા અફવાઓ હતી, 7.8 ટકા કાવતરા અને 3.5 ટકા ભેદભાવ વધારનાર જાણકારી. સારી રીતે સમજવા માટે શોધકર્તાઓએ ઇન્ટરનેટ પર 'બ્લીચ પીવાથી કોરોના વાયરસ ખતમ થઇ જાય છે', 'દરેક વાયરસ ચીનથી આવે છે.' જેમકે ઉદાહરણોને સર્ચ કરવામાં આવ્યા. 

રિસર્ચ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આ ભ્રામક જાણકારી લીધે અતિઆધુનિક દારૂ (Highly Concentrated Alcohol) પીવાથી કોરોના વાયરસનો ખતરો રહેતો નથી. લગભગ 800 લોકોના મોત થયા છે. તો બીજી તરફ 5,876 હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. એટલું જ નહી, મેથનોલ પીવાથી 60 લોકોની આંખોની રોશની જતી રહી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news