હવે ભારત કોરોના સામે લડવામાં કરશે મિત્રોની મદદ, આ દેશોને આપશે Corona Vaccine
સરકારનું કહેવું છે કે ભારત પોતાની ઘરેલૂ જરૂરીયાતોને ધ્યાનમાં રાખતા તબક્કાવાર રીતે મિત્ર દેશોને વેક્સિન ઉપલબ્ધ કરાવતું રહેશે. મહત્વનું છે કે ભારતે કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન મિત્ર દેશોને તમામ મેડિકલ સાધનોથી લઈને હાઈડ્રોક્લોરોક્વિન, પેરાસિટામોલ અને તમામ દવાઓ પહોંચાડી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ વેક્સિનેશનની શરૂઆતની સાથે ભારતમાં કોરોના વાયરસના (Coronavirus) અંતની શરૂઆત થઈ ગઈ છે. એટલું જ નહીં આ મહામારી વિરુદ્ધ જંગમાં ભારત પાડોશી દેશો માટે મોટી આશા બનીને ઉભર્યું છે. 20 જાન્યુઆરીથી ભારત 7 પાડોશી દેશોને તબક્કાવાર કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવશે. સૌથી પહેલા ભૂટાન (Bhutan), બાંગ્લાદેશ (Bangladesh), નેપાળ (Nepal), માલદીપ (Maldives) જેવા દેશોને વેક્સિન પહોંચાડવામાં આવશે. જાણકારી પ્રમાણે અફઘાનિસ્તાન (Afghanistan), શ્રીલંકા (Sri Lanka) અને મોરિશસ (Mauritius) થી રેગુલેટરની મંજૂરી મળ્યા બાદ તેને વેક્સિનની સપ્લાઈ શરૂ કરવામાં આવશે.
ભારતે પહેલા પણ કરી છે મિત્ર દેશની મદદ
સરકારનું કહેવું છે કે ભારત પોતાની ઘરેલૂ જરૂરીયાતોને ધ્યાનમાં રાખતા તબક્કાવાર રીતે મિત્ર દેશોને વેક્સિન (Corona Vaccine) ઉપલબ્ધ કરાવતું રહેશે. મહત્વનું છે કે ભારતે કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન મિત્ર દેશોને તમામ મેડિકલ સાધનોથી લઈને હાઈડ્રોક્લોરોક્વિન, પેરાસિટામોલ અને તમામ દવાઓ પહોંચાડી હતી. ભારતે મહામારી દરમિયાન ઘણા મિત્ર રાષ્ટ્રોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ મજબૂત કરવા માટે સ્વાસ્થ્ય કર્મચારીઓને તાલીમ આપી હતી.
રસીકરણ બાદ આડઅસરના કેસ નહીવત
તો દેશમાં કોરોના વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સરકારે મંગળવારે કહ્યું કે, કોવિડ-19થી બચાવ માટે રસી લેનારા કુલ લોકોમાંથી 0.18 ટકામાં પ્રતિકૂળ અસર જોવા મળી, જ્યારે 0.002 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા જે નિમ્ન સ્તર છે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યુ કે, રસીકરણ બાદ આડ અસર કે ગંભીર સમસ્યા હજુ સુધી જોવા મળી નથી. પ્રતિકૂળ અસરના મામલા નહીવત છે. તેમણે તે વાત પર ભાર આપ્યો કે બંન્ને રસી સુરક્ષિત છે.
રસીકરણના મામલામાં ભારતે બનાવ્યો રેકોર્ડ
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ભારતમાં પ્રથમ દિવસથી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ સૌથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. તેમણે કહ્યું, પ્રથમ દિવસે ભારતમાં 2,07,229 લોકોને રસી આપવામાં આવી જ્યારે અમેરિકામાં પ્રથમ દિવસે 79458 લોકોનું રસીકરણ થયું હતું. બ્રિટનમાં પ્રથમ દિવસે 19700 અને ફ્રાન્સમાં માત્ર 73 લોકોને રસી આપવામાં આવી હતી.
કેન્દ્રીય સચિવે કહ્યુ કે, આજે સવાર સુધી દેશમાં 4,54,049 લોકોને વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 2 લાખ થઈ ગઈ છે, જેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરરોજ મૃત્યુની સંખ્યા હવે 140 છે. દેશમાં માત્ર બે રાજ્યોમાં 50 હજારથી વધુ સક્રિય કેસ છે. કેરલમાં 68000થી વધુ સક્રિય કેસ છે તો મહારાષ્ટ્રમાં 51 હજારથી વધુ છે.
તેમણે કહ્યું કે, અમેરિકામાં પ્રથમ સપ્તાહે 5,56,208 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આપણે ત્રણ દિવસમાં આ નંબર પાર કરી લેશું. બ્રિટનમાં પ્રથમ સપ્તાહે 1,37,897 લોકોને રસી લગાવવામાં આવી છે. તો રશિયાએ પ્રથમ સપ્તાહે 52000 લોકોનું રસીકરણ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે