20 દિવસ બાદ પીક પર પહોંચશે દેશમાં કોરોનાની બીજી લહેરઃ SBI Research

એસબીઆઈ રિસર્ચ (SBI Research) ના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે દેશમાં કોરોનાની બીજી લહેર હવે 20 દિવસ બાદ એટલે કે મેના મધ્યમાં પીક પર પહોંચશે. ત્યારે દેશમાં એક્ટિવ કેસ 36 લાખની આસપાસ પહોંચી જશે. 

20 દિવસ બાદ પીક પર પહોંચશે દેશમાં કોરોનાની બીજી લહેરઃ SBI Research

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી (Covid-19 pandemic) નીબીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. એસબીઆઈ રિસર્ચ (SBI Research) ના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે દેશમાં કોરોનાની બીજી લહેર હવે 20 દિવસ બાદ એટલે કે મેના મધ્યમાં પીક પર પહોંચશે. ત્યારે દેશમાં એક્ટિવ કેસ 36 લાખની આસપાસ પહોંચી જશે. ઘણા રાજ્યોમાં આંશિક લૉકડાઉનને જોતા બેન્કે નાણાકીય વર્ષ 2022 માટે જીડીપીનો વૃદ્ધિ દરના અનુમાનને સંશોધિત કરી 10.4 ટકા કરી દીધો છે. 

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીજા દેશોના અનુભવના આધાર પર ભારતમાં કોરોનાની બીજી લહેરની ત્યારે પીક પર હશે જ્યારે રિકવરી રેટ 77.8 ટકા હશે. એસબીઆઈ રિસર્ચ રિપોર્ટ 'The Power of Vaccination' માં કહ્યું છે કે રિકવરી રેટમાં એક ટકાની કમી 4.5 દિવસમાં થઈ રહી છે. એટલે કે તેમાં આશરે 20 દિવસ લાગશે. અમારા અનુમાન પ્રમાણે રિકવરી રેટમાં 1 ટકાની કમીથી એક્ટિવ કેસ 1.85 લાખ સુધી વધી જાય છે. 

ક્યારે પસાર થશે ખરાબ સમય
ભારતનો કેસ પોઝિટિવિટી રેટ 20.5 ટકા થઈ ગયો છે જે દુનિયામાં સૌથી ઓછામાંથી એક છે. સાથે દેશમાં રિકવરી રેટ 82.5 ટકા રહી ગયો છે. પાછલા એક સપ્તાહમાં દેશમાં દરરોજ ત્રણ લાખ નવા કેસ આવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે બીજી લહેરના પીક પર પહોંચવા પર આત્મમુગ્ધતાથી બચવુ જોઈએ કારણ કે તેનાથી વ્યાપક સ્તર પર સંક્રમણનો ખતરો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણા રાજ્યોમાં કોરોનાની બીજી લહેર તે દરમિયાન પીક પર હશે જ્યારે તે દેશભરમાં ચરમ પર પહોંચશે. રિપોર્ટમાં આશા વ્યક્ત કરવામાં આવી શે કે તેનો સૌથી ખરાબ સમય મેના ત્રીજા સપ્તાહમાં ખતમ થઈ ગયો હશે. 

કોરોનાના કેસમાં વધારા માટે ચૂંટણી રેલીઓને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણના વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્હી અને છત્તીસગઢથી સામે આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં થયેલા મૃત્યુમાં 50 વર્ષથી નાની ઉંમરના લોકોની સંખ્યા 13.6 ટકા છે. તેનાથી સાબિત થાય છે કે મ્યૂટેન્ટ વાયરસ તે લોકો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે જેને હજુ સુધી વેક્સિન લાગી નથી. 

વેક્સિનની કિંમત કેટલી હોવી જોઈએ
વેક્સિનની કિંમતોને લઈને ચાલી રહેલા વિવાદ વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બે ફેક્ટર વેક્સિનની કિંમત નક્કી કરશે. તેમાં પ્રથમ છે વોલ્યૂમ ઓફ પ્રોડક્શન. વેક્સિન પ્રોડક્શનનો મોટાભાગનો ખર્ચ ફિક્સ છે. નાના જથ્થાની તુલનામાં મોટા જથ્થાને તૈયાર કરવો સસ્તો પડે છે. બીજી ફેક્ટર છે પ્રોડક્ટ લાઇફસાઇકલ. જ્યારે કોઈ પ્રોડક્ટ નવી ગોય છે તો તેની કિંમત વધુ હોય છે જેથ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ તથા પ્રોડક્શન ફેસિલિટીઝમાં કરવામાં આવેલા રોકાણની ચુકવણીની સાથે-સાથે નફો પણ કમાવાનો હોય છે. 

કિંમતોમાં અંતરથી વિદેશી વેક્સિન મેન્યુફેક્ચર્સને પણ ભારત આવવાનો મોહ હશે. ફાઇઝર જેવી કંપનીઓએ તેના સંકત આપ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિનેશન માટે કલ્સ્ટર બેસ્ડ અપ્રોચ જ એકમાત્ર રસ્તો છે. ભારત જેવા દેશમાં જ્યાં દરેક રાજ્ય, દરેક શહેરની ડેમોગ્રાફી અલગ છે, ત્યાં એક ડિસેન્ટ્રેલાઇઝ્ડ અપ્રોચ જ સૌથી વધુ તર્કસંગત લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news