ભારતે અગ્નિ-5 મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું, ચીન-પાકિસ્તાન પણ તેની રેન્જમાં
ભારતે પરમાણુ હથિયારો લઈ જવામાં સક્ષમ અને સ્વદેશમાં વિક્સીત લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું શનિવારે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
Trending Photos
નવી દિલ્હી: ભારતે પરમાણુ હથિયારો લઈ જવામાં સક્ષમ અને સ્વદેશમાં વિક્સીત લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું શનિવારે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ઓડિશાના બાલાસોર જિલ્લામાં સ્થિત અબ્દુલ કલામ આઈલેન્ડના ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)માં સવારે 9.48 મિનિટ પર આ પરીક્ષણ કરાયું. અગ્નિ-5નું આ છઠ્ઠુ પરિક્ષણ હતું. આ અગાઉ 18 જાન્યુઆરી 2018ના રોજ પરિક્ષણ કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું. ખુબ જ શક્તિશાળી મિસાઈલ 5000 કિલોમીટર સુધી મારક ક્ષમતા ધરાવે છે અને તેની રેન્જમાં ભારતના પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન પણ છે.
મળતી માહિતી મુજબ અબ્દુલ કલામ આઈલેન્ડના ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)ના લોન્ચ પેડ નંબર 4થી આ મિસાઈલને લોન્ચ કરવામાં આવી. રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ આ મિસાઈલનું આ છઠ્ઠુ પરિક્ષણ હતું. આ દરમિયાન મિસાઈલ નિર્ધારીત અંતર કાપવાની ક્ષમતા સુધી પહોંચી જે મોટી સફળતા હતી. તેમણે જણાવ્યું કે મિસાઈલની નિગરાણી અનેક રડારો, ટ્રેકિંગ ઈન્સ્ટ્રુમેન્ટ અને ઓબ્સર્વેશન સ્ટેશન દ્વારા કરવામાં આવ્યાં હતાં.
Odisha: Agni-5 test fired from Integrated Test Range (ITR) at Abdul Kalam Island off Odisha coast today at 9.48 am. pic.twitter.com/RKmvIS269L
— ANI (@ANI) June 3, 2018
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના જણાવ્યાં મુજબ અગ્નિ-5 શ્રેણીના અન્ય મિસાઈલોથી વિપરીત, અગ્નિ-5 નેવિગેશન અને આઈડન્સ વોરહેડ અને એન્જિનના સંદર્ભમાં નવી ટેક્નોલોજીઓમાં સૌથી વિક્સીત છે.
અગ્નિ 5 બેલિસ્ટિક મિસાઈલની ખાસિયતો
અગ્નિ 5 બેલિસ્ટિક મિસાઈલ અનેક હથિયારો લઈ જવામાં સક્ષમ છે.
આ મિસાઈળ એન્ટી બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં સક્ષમ છે.
તેની રેન્જમાં ભારતના પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન પણ આવશે.
તેને ડીઆરડીઓએ વિક્સીત કરી છે.
તે ભારતની લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવનારી મિસાઈલોમાંથી એક છે.
આ મિસાઈલની ઊંચાઈ 17 મીટર, જ્યારે વ્યાસ 2 મીટર છે.
આ મિસાઈલ દોઢ ટન સુધી પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે.
તેનું વજન લગભગ 20 ટન છે.
તેની ઝડપ ધ્વનીથી 24 ગણી વધુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે