દુશ્મનના એર ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરશે 'રુદ્રમ', આ એન્ટી રેડિએશન મિસાઇલ છે ખુબ જ ખાસ
Trending Photos
નવી દિલ્હી: ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ આજે સ્વદેશી રીતે વિકસિત એન્ટી રેડિએશન મિસાઇલ- રુદ્રમ (Anti-radiation Missile-Rudram)ની સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલે ઓડિશા દરિયાકાંઠે આવેલા હ્વીલર આઇલેન્ડ પર સ્થિત રેડિયેશન લક્ષ્યાંક પર અચૂક લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. આ મિસાઇલ સુ-30 એમકે 1 ફાઇટર જેટથી લોન્ચ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:- બિલિંગમાં ગરબડી મુદ્દે ઉર્જા મંત્રીના શબ્દોમાં જોવા મળ્યો 'કરંટ', કહ્યું 'અહીં કરો ફરિયાદ'
ખૂબ જ ખાસ છે રુદ્રમ
રુદ્રમ મિસાઇલ ભારતીય વાયુ સેના (Indian Air Force) માટે બનાવવામાં આવી છે. તેની ગતિ મેક-2થી મેક-3 સુધી જઈ શકે છે. એટલે કે, રુદ્રમ મિસાઇલની ગતિ ધ્વનિની ગતિથી બે કે ત્રણ ગણી વધી શકે છે.
દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ થશે ધ્વસ્ત
રુદ્રમ દેશની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી એન્ટી રેડિયેશન મિસાઇલ છે. ડીઆરડીઓ દ્વારા એરફોર્સ માટે વિકસિત કરવામાં આવી છે અને સુખાઇ-30 એમકે 1 ફાઇટર પ્લેન તેનું લોન્ચિંગ પ્લેટફોર્મ હશે. લોન્ચિંગ શરતો અનુસાર, તેની રેન્જ ઘટાડી અને વિસ્તૃત કરી શકાય છે. નિવેદન મુજબ આ મિસાઇલ ભારતીય વાયુસેના માટે દુશ્મનની હવા સંરક્ષણ પ્રણાલીને નાશ કરવામાં મદદરૂપ થશે. રુદ્રમ મિસાઇલ કોઈપણ સિગ્નલ અથવા રેડિએશનને પકડી શકે છે અને તેને રડાર પર લાવીને તેનો નાશ કરવામાં સક્ષમ છે.
રક્ષા મંત્રીએ આપ્યા અભિનંદન
રક્ષા મંત્રી રાજનાથસિંહે (Defence Minister Rajnath Singh)એ મિસાઇલના સફલ પરીક્ષણ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) (Defence Research and Development Organisation)ને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, "નવી જનરેશન એન્ટી રેડિએશન મિસાઇલ (રુદ્રમ-1) (New Generation Anti-Radiation Missile Rudram-1) ભારતની પ્રથમ સ્વેદેશી નિર્મિત એન્ટી રેડિએશન મિસાઇલ છે. જેને ડીઆરડીઓએ એરફોર્સ માટે વિકસિત કરી છે. આજે તેનું સફળ પરીક્ષણ બાલાસોરમાં આઇટીઆરથી કરવામાં આવ્યું. ડીઆરડીઓ અને અન્ય સાથીઓની આ પ્રશંસનીય સિદ્ધિ બદલ અભિનંદન.
મે 2019માં બ્રહ્મોસનું થયું હતું સફળ પરીક્ષણ
ભારતીય વાયુસેનાએ ગત વર્ષે મે મહિનામાં એક સુખોઈ-30 એમકેઆઈ લડાકુ વિમાનથી બ્રહ્મોસ મિસાઇલ (Brahmos Supersonic Cruise Missile)નું સફળ પરીક્ષણ કર્યું હતું. વાયુસેના ઓછામાં ઓછા 40 સુખોઇઓ પર બ્રહ્મોસની તેનાતી કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે