ચીન સાથે સરહદે તણાવ વચ્ચે ભારતે કર્યું બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ
પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે આજે બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની રેન્જ મારક ક્ષમતા વધારીને 400 કિમી કરવામાં આવી અને આ મિસાઈલ પરીક્ષણમાં બિલકુલ સફળ નીવડી.
Trending Photos
નવી દિલ્હી: પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે આજે બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની રેન્જ મારક ક્ષમતા વધારીને 400 કિમી કરવામાં આવી અને આ મિસાઈલ પરીક્ષણમાં બિલકુલ સફળ નીવડી.
India successfully test-fires the extended range BrahMos supersonic cruise missile which can hit targets at over 400 km range.
Test carried out under PJ-10 project of Defence Research and Development Organisation under which the missile was launched with an indigenous booster.
— ANI (@ANI) September 30, 2020
DRDOએ આ પરીક્ષણ પોતાના પીજે 10 પ્રોજેક્ટ હેઠળ કર્યું. આ ટેસ્ટ માટે મિસાઈલને દેશી બૂસ્ટરથી લક્ષ્યાંક પર સાધવામાં આવ્યું. આ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલના એક્સટેન્ડેડ રેન્જ વર્જનનું બીજુ સફળ પરીક્ષણ છે.
Congratulating the team of scientists involved in today’s successful test of BrahMos supersonic cruise missile, DRDO chairman Dr G Satheesh Reddy (in file photo) said that it will lead to adding more indigenous content in the missile. https://t.co/1a1tPrwKD4 pic.twitter.com/iOE1XoCIfZ
— ANI (@ANI) September 30, 2020
અત્રે જણાવવાનું કે પૂર્વ લદાખમાં ચીનની રોજેરોજ નવી પેંતરેબાજી અને ભૂતકાળમાં તેની દગાબાજીને જોતા ભારત સંપૂર્ણ રીતે સતર્ક રહે છે. આ જ કારણ છે કે ચીન તરફથી મળતા કોઈ પણ પ્રકારના પડકારને પહોંચી વળવા માટે ચોતરફી રણનીતિ પર ઝડપથી કામ ચાલુ છે. ભારત તો યુદ્ધ સુદ્ધાની તૈયારી કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે