Corona Update: 102 દિવસ બાદ ભારતમાં 40 હજાર કરતા ઓછા નવા કેસ, મોતનો આંકડો પણ ઘટ્યો

દેશમાં કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યાનો ગ્રાફ ઝડપથી નીચે આવી રહ્યો છે. 102 દિવસ પછી દેશમાં 40 હજારથી નીચે કોરોનાના નવા કેસ નોંધાયા છે. 

Corona Update: 102 દિવસ બાદ ભારતમાં 40 હજાર કરતા ઓછા નવા કેસ, મોતનો આંકડો પણ ઘટ્યો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યાનો ગ્રાફ ઝડપથી નીચે આવી રહ્યો છે. 102 દિવસ પછી દેશમાં 40 હજારથી નીચે કોરોનાના નવા કેસ નોંધાયા છે. મૃત્યુના આંકડામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 37 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 907 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના નવા 46,148 દર્દીઓ નોંધાયા હતા જ્યારે 979 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. 

102 દિવસ પછી નોંધાયા આટલા ઓછા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોનાના નવા 37,566 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3,03,16,897 થઈ ગઈ છે. હાલ દેશમાં 5,52,659 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં કોરોનાથી 56,994 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં 2,93,66,601 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. 

— ANI (@ANI) June 29, 2021

મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો નોંધાયો
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 907 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 3,97,637 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 96.87% થયો છે. 

— ANI (@ANI) June 29, 2021

એક દિવસમાં 17 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે કોરોનાના 17,68,008 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીના કુલ કોરોના ટેસ્ટનો આંકડો 40,81,39,287 પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news