Corona Update: કોરોનાના નવા કેસમાં 7.7 ટકાનો ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ અપડેટ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 260 દર્દીઓના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4,42,009 પર પહોંચ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં 34 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. જે ગઈ કાલે જાહેર થયેલા નવા કેસની સંખ્યા કરતા 7.7 ટકા ઓછા છે. છેલ્લા 24 કલાકમાં 260 દર્દીઓના મોત થયા છે.
કોરોનાના કેસમાં ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34,973 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 3,31,74,954 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 3,90,646 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં 43,263 નવા કેસ નોંધાયા હતા.
India reports 34,973 fresh #COVID19 cases, 37,681 recoveries and 260 deaths in the last 24 hours, as per Union Health Ministry
Active cases: 3,90,646
Total cases: 3,31,74,954
Total recoveries: 3,23,42,299
Death toll: 4,42,009
Total vaccination: 72,37,84,586 pic.twitter.com/btlZzJI3j6
— ANI (@ANI) September 10, 2021
260 દર્દીઓના કોરોનાથી મોત
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 260 દર્દીઓના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4,42,009 પર પહોંચ્યો છે. જો કે દેશમાં એક દિવસમાં 37,681 દર્દીઓ રિકવર પણ થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 3,23,42,299 પર પહોંચી ગઈ છે. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 72,37,84,586 ડોઝ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે