Corona Update: જાન્યુઆરીની સરખામણીમાં ઘણા ઓછા થયા કેસ, 24 કલાકમાં આટલા નવા દર્દીઓ નોંધાયા
દેશમાં કોરોનાની રફતાર ઘટી રહી છે. ગત મહિને જ્યાં લાખોની સંખ્યામાં સંક્રમણના કેસ સામે આવી રહ્યા હતા ત્યાં હવે કોરોનાના દૈનિક કેસની સંખ્યા ઘટીને 30 હજારની નીચે ગઈ છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોનાની રફતાર ઘટી રહી છે. ગત મહિને જ્યાં લાખોની સંખ્યામાં સંક્રમણના કેસ સામે આવી રહ્યા હતા ત્યાં હવે કોરોનાના દૈનિક કેસની સંખ્યા ઘટીને 30 હજારની નીચે ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 82,817 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે.
એક દિવસમાં 27 હજાર નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 27,409 કેસ નોંધાયા છે. જ્યારે 82,817 દર્દીઓ રિકવર થયા છે. હાલ દેશમાં 4,23,127 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 4,17,60,458 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જે જોતા કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી હોવાના સંકેત છે. જે રાહતના સમાચાર છે.
India reports 27,409 fresh COVID cases, 82,817 recoveries, and 347 deaths in the last 24 hours
Active case: 4,23,127
Daily positivity rate: 2.23%
Total recoveries: 4,17,60,458
Total vaccination: 173.42 crore doses pic.twitter.com/AozwABoBC5
— ANI (@ANI) February 15, 2022
347 લોકોના મોત
કોરોનાના કારણે એક દિવસમાં 347 લોકોના જીવ ગયા છે. દેશમાં હાલ ડેઈલી પોઝિટિવિટી રેટ 2.23 ટકા છે. 6 જાન્યુઆરી બાદ દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાને નાથવા માટે હાલ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર ઝડપે ચાલુ છે. અત્યાર સુધીમાં 173.42 કરોડ કોરોના ડોઝ અપાઈ ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે