PoK અમારુ અભિન્ન અંગ છે ત્યાં ચૂંટણી શું પાકિસ્તાન એક ખીલ્લી પણ ન ઠોકી શકે: ભારત

ભારતે  (India)  પાકિસ્તાનને (Pakistan) PoK ખાલી કરવા માટે જણાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) કહ્યુ કે, પાકિસ્તાન ગિલગિટ- બાલ્ટિસ્તાન (Gilgit-Baltistan) સહિત સમગ્ર જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir) અને લદ્દાખ (Ladakh) ભારતના અભિન્ન અંગ છે. પાકિસ્તાને પોતાનો બિનકાયદેસર કબ્જો આ ક્ષેત્રોમાંથી તુરંત જ હટાવી દેવો જોઇએ.
PoK અમારુ અભિન્ન અંગ છે ત્યાં ચૂંટણી શું પાકિસ્તાન એક ખીલ્લી પણ ન ઠોકી શકે: ભારત

નવી દિલ્હી : ભારતે  (India)  પાકિસ્તાનને (Pakistan) PoK ખાલી કરવા માટે જણાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) કહ્યુ કે, પાકિસ્તાન ગિલગિટ- બાલ્ટિસ્તાન (Gilgit-Baltistan) સહિત સમગ્ર જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir) અને લદ્દાખ (Ladakh) ભારતના અભિન્ન અંગ છે. પાકિસ્તાને પોતાનો બિનકાયદેસર કબ્જો આ ક્ષેત્રોમાંથી તુરંત જ હટાવી દેવો જોઇએ.

ભારતે ગિલગિટ-બાલ્ટિસ્ટાનમાં લોકસભા ચૂંટણી કરાવા માટેના પાકિસ્તાન હાઇકોર્ટનાં આદેશ અંગે ઇસ્લામાબાદની સમક્ષ કડક ટિપ્પણી કરી છે. વિદેશમંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનને જણાવી દેવામાં આવ્યું છે કે, ગિલગિ-બાલ્ટિસ્તાન સહિત સમગ્ર જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગર છે અને પાકિસ્તાનને પોતાનાં બિનકાયદેસર કબ્જાથી આ વિસ્તારોને તુરંત જ મુક્ત કરી દેવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને હાઇકોર્ટે હાલમાં જ પોતાનાં આદેશણાં 2018નાં ગવર્નમેન્ટ ઓફ ગિલગિટ બાલ્ટિસ્તાન ઓર્ડરમાં સંશોધનની પરવાનગી આપી દીધી જેથી વિસ્તારમાં લોકસભા ચૂંટણી કરાવી શકાય.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનનાં વરિષ્ઠ રાજદ્વારીઓનાં વિરોધ અંગે પત્ર ઇશ્યું કર્યો તથાકથિત ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનનાં સુપ્રીમ કોર્ટનાં આદેશ અંગે પાકિસ્તાન સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો છે. નિવેદનમાં જણાવાયું છે કે, આ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશ સમગ્ર જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જેમાં ગિલગિટ અને બાલ્ટિસ્તાનનો પણ સમાવેશ થાય છે, આ સંપુર્ણ રીતે કાયદો અને અપરિવર્તનીય વિલય હેઠળ ભારતનું અભિન્ન અંગ છે. 

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાન સરકાર અથવા તેની કોઇ પણ કોર્ટને આ વિસ્તારોમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નતી જે તેણે બિનકાયદેસર રીતે કબ્જામાં લીધેલા છે. ભારત આ પ્રકારનાં પગલાઓને ફગાવે છે અને ભારતીય જમ્મુ કાશ્મીરના પાકિસ્તાન કબ્જાનાં વિસ્તારોની સ્થિતીમાં પરિવર્તન લાવવા માટેના પ્રયાસો અંગે વિરોધ વ્યક્ત કરે છે. 

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાનનાં હાલનાં પગલા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખનાં કેટલાક હિસ્સાઓ પર બિનકાયદેસર કબ્જાને છુપાવી શકે નહી. ન તો તેના પર પડદો પાડી શખે છે. ગત્ત સાત દશકોથી આ વિસ્તારમાં રહેનારા લોકોનાં માનવાધઇકારોને સતત કચડવામાં આવી રહ્યા છે. તેમનું શોષણ થઇ રહ્યું છે. તેમને સ્વતંત્રતાથી વંચિત રખાઇ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news