કોરોના વાયરસઃ વુહાનથી નાગરિકોને કાઢવા તૈયાર ભારત, બે વિમાનોથી પરત લવાશે

પહેલા વિમાનમાં તે ભારતીઓને બેસાડવામાં આવશે જે વુહાન અને તેની આસપાસમાં રહે છે અને જે ત્યાંથી નિકળવા ઇચ્છુક છે. દૂતાવાસે કહ્યું, 'ત્યારબાદ વધુ એક વિમાન મોકલવામાં આવશે જેમાં હુબેઈ પ્રાંતના અન્ય વિસ્તારમાં રહેતા લોકોને બેસાડવામાં આવશે.'

 કોરોના વાયરસઃ વુહાનથી નાગરિકોને કાઢવા તૈયાર ભારત, બે વિમાનોથી પરત લવાશે

પેઇચિંગઃ ભારતે ચીનના વુહાન શહેરથી પોતાના નાગરિકોને કાઢવાની તૈયારી કરી લીધી છે અને શુક્રવારે તેને અંજામ આપવામાં આવશે. વુહાન તે જગ્યા છે જ્યાં કોરોના વાયરસ ફેલાયો અને તેનાથી અત્યાર સુધી 170 લોકોના મોત થયા છે. 7711 અન્ય લોકો ચેપગ્રસ્ત છે અને વાયરસ 17 દેશોમાં ફેલાઇ ચુક્યો છે. 

ભારતે વાયરસથી પ્રભાવિત મધ્ય હુબેઈ પ્રાંતથી પોતાના નાગરિકોને લાવવા માટે ચીન પાસે ઓછામાં ઓછા બે વિમાનોના સંચાલનની મંજૂરી આપવાની વિનંતી કરી છે. પેઇચિંગમાં ભારતીય દૂતાવાસે કહ્યું, 'અમે લોકો કાલે સાંજે વુહાનથી લોકોને વિમાનથઈ લઈ જવાની તૈયારીમાં છીએ.'

તેમના અનુસાર પહેલા વિમાનમાં તે ભારતીઓને બેસાડવામાં આવશે જે વુહાન અને તેની આસપાસમાં રહે છે અને જે ત્યાંથી નિકળવા ઇચ્છુક છે. દૂતાવાસે કહ્યું, 'ત્યારબાદ વધુ એક વિમાન મોકલવામાં આવશે જેમાં હુબેઈ પ્રાંતના અન્ય વિસ્તારમાં રહેતા લોકોને બેસાડવામાં આવશે.' ચીન સરકારે ગુરૂવારે જણાવ્યું કે દેશભરમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા વધીને 170 થઈ ગઈ છે. તેમાં મોટા ભાગના હુબેઈ પ્રાંતથી છે અને 1700 નવા કેસ નોંધાયા છે. 

ચીનમાં કોઈ ભારતીય પ્રભાવિત થવાની ખાતરી નથીઃ એમઈએ
વિદેશ મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું કે, ચીનમાં કોઈ ભારતીયની કોરોના વાયરસથી પ્રભાવિત થવાની ખાતરી થઈ નથી  અને તેણે વાયરસ પ્રભાવિત ચીનના હુબેઈ પ્રાંતમાં રહેનાર 600થી વધુ ભારતીયોની સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે સંવાદદાતાઓને કહ્યું, અમે ચીનના હુબેઈ પ્રાંતમાં રહેતા ભારતીયો સાથે વ્યક્તિગત સંપર્ક કરીને પૂછ્યું કે શું તે ભારત પરત ફરવા ઈચ્છે છે. 

ચીને મદદનો આપ્યો વિશ્વાસ
ચીને કહ્યું કે, તે ભારતમાં કોરોના વાયરસના એક મામલાની ખાતરી થયાના સમાચાર પર નજર રાખી રહ્યું છે. આ સાથે તેણે ભારતને આશ્વાસન આપ્યું કે, આ રોગચાળો નિવારણ અને નિયંત્રણમાં તેનો સહયોગ કરશે. ચીની દુતાવાસના પ્રવક્તા જી રોંગે કહ્યું કે, મિશન આ મુદ્દા પર ભારત સરકારની સાથે સતત સંવાદમાં છે અને તેને નવા કોરોના વાયરસ સાથે જોડાયેલા હાલના ઘટનાક્રમ અને તેના નિવારણ અને નિયંત્રણને લઈને ચીનના પ્રયાસોથી સતત અપડેટ કરાવવામાં આવી રહ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news