પુલવામાઃ કૂટનૈતિક લડાઈની શરૂઆત, વિવિધ દેશોના રાજદૂતોને બોલાવાયા

જમ્મુ-કાશ્મીરમાં CRPFના કાફલા પર થયેલા હિચકારા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતે પાકિસ્તાન સામે વૈશ્વિક સમુદાયને એક્ઠું કરવા માટે શુક્રવારે સાંજે વિદેશ મંત્રાલય ખાતે દેશમાં આવેલા વિવિધ દેશોનાં રાજદૂતોની એક વિશેષ બેઠકનું આયોજન કરાયું હતું અને તેમને જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલાની વિગતો આપવામાં આવી હતી

પુલવામાઃ કૂટનૈતિક લડાઈની શરૂઆત, વિવિધ દેશોના રાજદૂતોને બોલાવાયા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં CRPFના કાફલા પર થયેલા હિચકારા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતે પાકિસ્તાન સામે વૈશ્વિક સમુદાયને એક્ઠું કરવા માટે શુક્રવારે સાંજે વિદેશ મંત્રાલય ખાતે દેશમાં આવેલા વિવિધ દેશોનાં રાજદૂતોની એક વિશેષ બેઠકનું આયોજન કરાયું હતું. આ અગાઉ ભારતે સૌ પ્રથમ પગલું લેતાં પાકિસ્તાનનો 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પાછો ખેંચી લીધો હતો.

પાકિસ્તાન સામેની કૂટનૈતિક લડાઈની શરૂઆત કરતાં ભારતે વિદેશ મંત્રાલય ખાતે તાત્કાલિક ધોરણે ભારતમાં રહેલા વિશ્વનાં દેશોનાં રાજદૂતો અને ઉચ્ચાયુક્તોની તાત્કાલિક બેઠક બોલાવી હતી અને જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલાની વિસ્તૃત વિગતો તેમની સામે રજૂ કરી હતી. 

વિદેશ મંત્રાલય ખાતે હાજર રહેલા વિદેશી રાજદૂતોઃ 
બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાળ, દક્ષિણ કોરિયા, સ્વીડન, ભૂટાન, કેનેડા, બ્રિટન, રશિયા, ઈઝરાયેલ, ફ્રાન્સ, સ્લોવાકિયા, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઈટાલી, યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા અને જાપાન સહિતના દેશોનાં ભારત ખાતેના રાજદૂતો અને ઉચ્ચાયુક્તો વિદેશ મંત્રાલયની વિશેષ બેઠકમાં હાજર રહ્યા હતા. 

RDX not used in Pulwama suicide attack on CRPF troopers, suggests preliminary probe

વિશ્વના દેશોએ હુમલાને વખોડ્યો
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સમગ્ર વિશ્વ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રો સહિત વિશ્વના તમામ દેશોએ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. 

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર એક વિસ્ફોટકો ભરેલી કાર સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 44 જવાનના મોત થયા હતા અને અસંખ્ય જવાનો ઘાયલ થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news