#IndiaKaDNA: કાશ્મીર અંગે ભાજપની નીતિમાં ક્યારે પણ પરિવર્તન નહી થાય: શાહ

કાશ્મીરમાં માર્ગથી માંડીને પંડિતોને વસાવવા માટે સરકારે કરોડો રૂપિયા મોકલ્યા પરંતુ મહેબુબા સરકારમાં કામ ન થઇ શક્યું

#IndiaKaDNA: કાશ્મીર અંગે ભાજપની નીતિમાં ક્યારે પણ પરિવર્તન નહી થાય: શાહ

નવી દિલ્હી : Zee News ના કાર્યક્રમ INDIA નું DNA 2019 કોન્કલેવમાં ઝી ન્યુઝનાં સંપાદક સુધીર ચૌધરી સાથે વાતચીત કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં અમે કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ સરકાર બનાવવાનો નિર્ણય લીધો હતો. જો કે કોઇ પણ નિર્ણય સદા માટે નથી હોતો. દેશની જનતાએ સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો તો દેશી જનતાએ સ્વાગત કર્યું હતું. હવે અમે અલગ થઇ રહ્યા છીએ તો પણ લોકોએ સ્વાગત કર્યું છે. 

ભાજપ કે પીડીપી સાથે હોય કે સામ સામે બંન્ને પોતાના મુદ્દાઓને છોડશે નહી. કાશ્મીર માટે ભાજપની પોલિસી હંમેશા માટે એક જ રહી છે. આ પોલીસી સાથે કોઇ જ બાંધછોડ કરવામાં નહી આવે. એલાયન્સનો એજન્ડા સંતુલિત વિકાસનો હતો. ભારત સરકારે તેના માટે ઘણુ બધુ કર્યું, મેડિકલ કોલેજ આપી, માર્ગ આપ્યા, વિશ્વની સૌથી મોટી સુરંગવાળી સડક અમે આપી. કાશ્મીરમાં પંડિતોને વસાવવા માટે અમે રાજ્ય સરકારને પૈસા પણ મોકલ્યા છે. પરંતુ આ તમામ વસ્તુઓ આગળ ન વધી. આખરે અમે ક્યા સુધી રાહ જોઇ શકીએ. અમે નથી જાણતા કે મહેબુબાજીની નિયત નહોતી પરંતુ પ્રેશર ગ્રુપ એવા વધ્યા કે તે શક્ય બન્યું નહી. 

- અમે ચાર વર્ષ સુધી એવી સરકાર બનાવી જેમાં એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો.
- અમને ખબર છે કે ચુંટણીમાં હજી 11 મહિનાની વાર છે, પરંતુ આ લોકો ગઠબંધનને શક્તિ સમજે છે અને તેના પર જ બોલી રહ્યા છે. 
- લગ્નની ઉંમર 21 વર્ષ છે તો શું 7-7 વર્ષનાં ત્રણ બાળકોને ભેગા કરીને લગ્ન કરાવી શકાય છે. 
- મહાગઠબંધન વાળી થિયરીને કર્ણાટકથી બળ નથી મળ્યું ત્યાં ત્રણેય અલગ અળગ લડ્યા અને હાર્યા
- વીપી સિંહના સમયે પુર્ણ બહુમતી કોઇની પાસે નહોતી પરંતુ અમે સમર્થન આપ્યું હતું, કર્ણાટકણાં પણ તેવું શક્ય છે
- રાહુલ ગાંધી વડાપ્રધાન ત્યારે બનશે જ્યારે બહુમતી મળશે અને તેવું શક્ય નથી
- કર્ણાટકથી માંડીને આજસુધી કોંગ્રેસનો એક નેતા નથી બોલ્યો કે રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે છે. 
- 2019માં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી કામરૂપ સુધી એક જ અવાજ આવશે નરેન્દ્ર મોદી
- તમામ લોકો એક પણ થઇ જાય તો પણ ચૂંટણી હારશે, અમારી વિરુદ્ધ 2014માં પણ અમારી વિરુદ્ધ આ બધા હતા આજે પણ છે. 
- મહેબુબાની નિયત અને મંશા પર શંકા નથી કરી
- મહેબુબા સાથે ગઠબંધન કરવું કોઇ ભુલ નહોતી, અમારી પાસે કોઇ ઓપ્શન નહોતો. 
- વિપ્લવ જશે તો રિવ્યું કરીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news