સમુદ્રમાં ચીનની હરકતોને રોકવાની તૈયારી, Navyએ ઉઠાવ્યા આ પગલા

હિંદ મહાસાગરમાં ચીનની ચાલ પર નજર રાખવા માટે ભારતીય નૌસેનાએ જહાજોની સંખ્યા વધારી છે. તેમના દ્વારા નેવી સર્વેલન્સ મિશનમાં વધારો કરી રહી છે. હવે ચીનની દરેક હરકત પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ચીન સાથે પૂર્વ લદ્દાખમાં વધતા જતા સંઘર્ષની વચ્ચે ભારતીય લશ્કર અને જાપાની નૌસેનાએ હિંદ મહાસાગરમાં સંયુક્ત કવાયત હાથ ધરી હતી. જાપાની નૌસેનાએ અહેવાલ આપ્યો છે કે જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સના JS KASHIMA અને JS SHIMAYUKIએ ભારતીય નૌકાદળના આઈએનએસ રાણા (INS RANA) અને આઈએનએસ કુલીશ (INS KULISH) સાથે યુદ્ધાભ્યાસ હાથ ધર્યો હતો.
સમુદ્રમાં ચીનની હરકતોને રોકવાની તૈયારી, Navyએ ઉઠાવ્યા આ પગલા

નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં ચીનની ચાલ પર નજર રાખવા માટે ભારતીય નૌસેનાએ જહાજોની સંખ્યા વધારી છે. તેમના દ્વારા નેવી સર્વેલન્સ મિશનમાં વધારો કરી રહી છે. હવે ચીનની દરેક હરકત પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ચીન સાથે પૂર્વ લદ્દાખમાં વધતા જતા સંઘર્ષની વચ્ચે ભારતીય લશ્કર અને જાપાની નૌસેનાએ હિંદ મહાસાગરમાં સંયુક્ત કવાયત હાથ ધરી હતી. જાપાની નૌસેનાએ અહેવાલ આપ્યો છે કે જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સના JS KASHIMA અને JS SHIMAYUKIએ ભારતીય નૌકાદળના આઈએનએસ રાણા (INS RANA) અને આઈએનએસ કુલીશ (INS KULISH) સાથે યુદ્ધાભ્યાસ હાથ ધર્યો હતો.

ભારત અને જાપાન વચ્ચે હાલના યુદ્ધાભ્યાસને લદાખમાં ભારત અને ચીન વચ્ચેના તનાવ સાથે સંકળાયેલા હોવાનું મનાય છે. ચીનના નૌકા જહાજો અને સબમરીન કેટલાક સમયથી હિંદ મહાસાગરમાં અવારનવાર આવી રહ્યા છે.

જાપાનના સંરક્ષણ મંત્રી તારો કોનોએ એક નિવેદનમાં ચીનની સંરક્ષણ ક્ષમતાઓ પર જ નહીં પરંતુ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના હેતુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. પ્રથમ વખત જાપને છેલ્લા કેટલાક મહિનાઓમાં એશિયાના કેટલાક ભાગોમાં ચીનના આક્રમણ અંગે પ્રતિક્રિયા આપી હતી. તમને જણાવી દઈએ કે જાપાનના સંરક્ષણ મંત્રીના નિવેદન બાદ બંને દેશોએ આ કવાયત કરી હતી. જેમાં બંને દેશોના 2-2 યુદ્ધ જહાજોએ ભાગ લીધો હતો.

જાણો શું છે ખાસ આ યુદ્ધાભ્યાસ
ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે. તે જ સમયે, ચાઇના લાંબા સમયથી પૂર્વ ચીન સમુદ્રના મહત્વપૂર્ણ ટાપુ પર નજર રાખી રહ્યો છે. જાપાન તેને કબજે કરવા કટિબદ્ધ છે. ચીન અને જાપાન બંને આ ટાપુઓ પર પોતાના દાવાઓ પર ભાર મૂકતા રહ્યા છે. જે જાપાનમાં સેનકાકુ અને ચીનમાં ડાયસો તરીકે જાણીતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news