હિન્દ મહાસાગરમાં 'હિન્દુસ્તાની હન્ટર', દુશ્મનની સબમરીનો શોધીને ભૂક્કા બોલાવશે
સમુદ્રમાં દુશ્મનની સબમરીનના ભૂક્કા ભૂક્કા બોલાવવામાં ભારતનો કોઈ જવાબ નથી. ભારત પાસે સબમરીનનો એવો અલ્ટીમેટ કિલર છે જેની બરોબરીમાં પાકિસ્તાન કે ચીન પાસે કશું જ નથી. અહીં વાત કરી રહ્યાં છીએ પોઝાઈડન-8 આઈ વિમાનની.
Trending Photos
નવી દિલ્હી: સમુદ્રમાં દુશ્મનની સબમરીનના ભૂક્કા ભૂક્કા બોલાવવામાં ભારતનો કોઈ જવાબ નથી. ભારત(India) પાસે સબમરીનનો એવો અલ્ટીમેટ કિલર છે જેની બરોબરીમાં પાકિસ્તાન(Pakistan) કે ચીન(China) પાસે કશું જ નથી. અહીં વાત કરી રહ્યાં છીએ પોઝાઈડન-8 (P-8I )આઈ વિમાનની. આ વિમાન P-8 I દુશ્મનની સબમરીનનો સમુદ્રના પાતાળમાંથી પણ શોધીને તબાહ કરી શકે છે. લાંબા અંતરના મિશનને આરામથી અંજામ આપી શકે છે. P-8i વિમાન તેની તરફથી ઊભા થતા જોખમથી ચેતવે છે.
P-8i અમેરિકા(America)થી ખરીદવામાં આવેલું હથિયારોથી લેસ નિગરાણી વિમાન છે જે હિન્દ મહાસાગરનો સૌથી મોટો રક્ષક છે. હિન્દ મહાસાગરમાં P-8iની તૈનાતી ચીન પાકિસ્તાન માટે એટલા માટે પરેશાની પાત્ર છે કારણ કે ચીન સમુદ્રમાં પોતાના વર્ચસ્વ માટે ચાલબાજી રમ્યા કરે છે અને P-8i તો એ ખાંટુ છે જે સમુદ્રના પાતાળમાં પણ દુશ્મનની સબમરીન શોધીને તેનો ભૂક્કા બોલાવે છે. એટલે કે ચીન પાકિસ્તાન માટે હિન્દ મહાસાગરમાં હિન્દુસ્તાની હંટર છે P-8i. ઈન્ડિયન નેવીએ પોસાઈડન-8i એરક્રાફ્ટની મદદથી હિન્દ મહાસાગર પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. સૌથી આધુનિક સમુદ્રી પેટ્રોલિંગ એરક્રાફ્ટ કે જેને હિન્દ મહાસાગરમાં તૈનાત કર્યું છે તેને P-8i એટલે કે પોસાઈડન-8i (Poseidon) એરક્રાફ્ટ કહે છે.
ડિફેન્સ એક્સપર્ટનું કહેવું છે કે આ એરક્રાફ્ટ બેધારી તલવારની જેમ છે જે એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ વોરફેરને અંજામ આપવા માટે સક્ષમ છે. એટલે કે પોસાઈડન-(Poseidon) 8i હવામાં ઉડતા ઉડતા સમુદ્રના ઊંડા પાણીમાં સબમરીન અને સપાટી પર હાજર દુશ્મનોના જહાજોની કબર ખોદી શકે છે. જ્યારે P8-i હવામાં હોય ત્યારે દુશ્મનની સબમરીનના છૂપાઈને રહેવાની શક્યતા ખતમ થઈ જાય છે. તે સમુદ્રના પેટાળમાં છૂપાયેલા દુશ્મનને શોધી કાઢે છે અને સમય આવ્યે દુશ્મનને એવી માત આપી શકે છે કે તે સમુદ્રમાં હોવા છતાં પાણી માટે તરસી જાય.
P8-iને સબમરીન હંટર અને સબમરીન કિલર પણ કહે છે. તે એકવારમાં 907 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 2 હજાર કિલોમીટર સુધી ઉડાણ ભરી શકે છે. P8-i માં જ બનેલા કમાન્ડ સેન્ટરને દુશ્મનોની ગતિવિધિ જોવા મળે છે અને જમીન પર રહેલા કમાન્ડ સેન્ટર પણ તરત એક્ટિવેટ થઈ જાય છે અને ગણતરીની મિનિટોમાં P8-i ને દુશ્મનોને રોકવા માટે રવાના કરી દેવાય છે.
જુઓ LIVE TV
P8-i માં રહેલા નેવીના ઓફિસરો તેના આધુનિક રડારની મદદથી એ માહિતી મેળવી લે છે કે દુશ્મનની સબમરીન ક્યાં છે. રક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે પોસાઈડન, હાર્પૂન બ્લોક 2 મિસાઈલ્સ, સબમરીનને સમુદ્રની અંદર જ ખતમ કરનારા ડેપ્થચાર્જ અને હળવા વજનવાળા mk54 ટોરપિડોથી લેસ એરક્રાફ્ટ છે.
એટલું જ નહીં તે પોતાને જોખમ પેદા થવાની સ્થિતિમાં પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તે પણ જાણે છે. તે દુશ્મન તરફથી છોડાયેલી સરફેસ ટુ એર મિસાઈલની જાણકારી મેળવવામાં પણ સક્ષમ છે. mk54 દુશ્મનની નેવી માટે મોતનું બીજુ નામ છે. અંડમાન નિકોબાર કમાન્ડ પર P8-i ની હાજરીનો અર્થ છે કે હિન્દ મહાસાગરમાં ચીનની ચાલાકીઓ પર ફૂલ સ્ટોપ. પોર્ટ બ્લેયરમાં તૈનાત ભારતનું P8-i એરક્રાફ્ટ ચીનની દરેક ચાલ પર તો નજર રાખશે જ પરંતુ સાથે સાથે જરૂર પડ્યે ચાઈનીઝ સબમરીનોનો ખાતમો પણ બોલાવશે.
(મુંબઈથી વિનય તિવારી અને દિલ્હીથી વરુણ ભસીન સાથે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે