India-China Faceoff: ચીનને મળશે વળતો જવાબ, ભારતે ફરી શરૂ કર્યો પ્રોજેક્ટ 'ચીતા'


ઇઝરાયલી હેરોન ડ્રોનનો ઉપયોગ વર્તમાનમાં ભારતની ત્રણેય સેનાઓ કરી રહી છે. સશસ્ત્ર દળોએ તેના માટે પ્રોજેક્ટ ચીતા નામના પ્રસ્તાવને ફરી શરૂ કર્યો છે.

India-China Faceoff: ચીનને મળશે વળતો જવાબ, ભારતે ફરી શરૂ કર્યો પ્રોજેક્ટ 'ચીતા'

નવી દિલ્હીઃ ભારત અને ચીન (India-China Faceoff) વચ્ચે સરહદ પર તણાવ બનેલો છે. બંન્ને દેશો વચ્ચે ઘણા રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે પરંતુ ચીન દરેક સમજુતીને નજરઅંદાજ કરી દે છે. ચીની સેના વારંવાર ઉશકેરવા વાળી હરકતોનો વળતો જવાબ આપવા માટે ભારતીય સેના (Indian Army)એ તૈયારી શરૂ કરી દીધી છે. ભારતીય સશસ્ત્ર દળ પોતાને હેરોન ડ્રોનને લઈને ગાઇડેડ બોમ (Israeli drone fleet with laser guided bombs) અને એન્ટી ટેંક મિસાઇલ જેવી ક્ષમતાઓથી લેસ કરવાની યોજના બનાવી રહી છે. તેનાથી LAC પાર દુશ્મનના નાપાક ઇરાદાને નેસ્તનાબુદ કરવામાં મદદ મળશે. 

ત્રણ સેનાઓ કરી રહી છે ઉપયોગ
ઇઝરાયલી હેરોન ડ્રોનનો ઉપયોગ વર્તમાનમાં ભારતની ત્રણેય સેનાઓ કરી રહી છે. સશસ્ત્ર દળોએ તેના માટે પ્રોજેક્ટ ચીતા નામના પ્રસ્તાવને ફરી શરૂ કર્યો છે. આ પ્રસ્તાવ ઘણા સમયથી પેન્ડિંગ હતો અને તેના પર 3500 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ આવવાનું અનુમાન છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સૂત્રોએ જણાવ્યુ, આ પ્રોજેક્ટ હેઠળ લગભગ ત્રણેય સેનાઓના 90 હેરોન ડ્રોનને લેઝર ગાઇડેડ બોમ, હવાથી જમીનમાં અને હવામાં મારનારી એન્ટી ટેન્ક મિસાઇલોથી લેસ કરી અપગ્રેડ કરવામાં આવશે. 

ઇઝરાયલી હેરોન ડ્રોન અને સાધનો સામેલ
આ પ્રોજેક્ટમાં સશસ્ત્ર દળોના ડ્રોનને મજબૂત મોનિટરિંગ સિસ્ટમથી લેસ કરવાનો પ્રસ્તાવ છે. તેમાં ભારતીય દળોને દુશ્મનની સ્થિતિ જાણવામાં મદદ મળશે અને તેમાં લેસ હથિયારોથી જરૂર પડવા પર તેને તબાહ કરી શકાશે. ભારતના મધ્યમ ઉંચાઈ વાળા અને લાંબી ક્ષમતાઓ વાળા ડ્રોન કે અનમેન્ડ એરિયલ વ્હીકલના બેડામાં મુખ્યત્વે ઇઝરાયલી હેરોન ડ્રોન અને સાધનો સામેલ છે. 

લદ્દાખ સેક્ટરમાં મુખ્ય સ્થાનો પર તૈનાત કર્યા
આ ડ્રોન્સને થલ સેના અને વાયુ સેના બંન્નેએ ચીનની સાથે સરહદની પાસે લદ્દાખ સેક્ટરમાં મુખ્ય સ્થાનો પર તૈનાત કર્યાં છે. આ ડ્રોન ચીની સેનાની પાછળ હટવાની સ્થિતિની પુષ્ટિ કરવામાં અને ઊંડાણ વાળા વિસ્તારમાં તેના દ્વારા કરવામાં આવતા નિર્માણ કાર્યોની જાણકારી મેળવવામાં પણ મદદ કરી રહ્યાં છે. સૂત્રોએ કહ્યું કે, આ અપગ્રેડેડ ડ્રોનનો ઉપયોગ પરંપરાગત સૈન્ય ગતિવિધિઓ અને ભવિષ્યમાં આતંક વિરુદ્ધ પણ કરી શકાશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news