ગ્રાહકો માટે RBIની નવી ભેટ, લોન સેટલમેન્ટ માટે આવી આ નવી સ્કીમ
Trending Photos
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસ ગુપ્તા (Shaktikanta Das)એ આ વખતે EMI ભરવામાં છૂટ આપી નથી. કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખી રિઝર્વ બેંકે પહેલા EMIમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી. તેથી ત્રણ મહિનાથી ગ્રાહકો મોરેટોરિયમ લોન (Moratorium Loan)નો લાભ લઈ રહ્યા હતા પરંતુ સપ્ટેમ્બરથી EMI ભરવા જરૂર રહેશે. આમ ન કરવાથી ક્રેડિટ સ્કોર પર અસર થઈ શકે છે. જો કે, આની સાથે સેન્ટ્રલ બેંકે પણ ગ્રાહક માટે બીજી નવી યોજના જારી કરી છે.
જાણો શું છે લોન રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ
શશિકાંત દાસે નવી જાહેરાતમાં લોન સેટલમેન્ટ માટે એક નવી સ્કીમ જાહેર કરી છે. આ સ્કીમ દ્વારા પણ ગ્રાહકો તેમના લોન સેટલમેન્ટ કરાવી શકે છે. સારી વાત એ છે કે, આ સ્કીમનો લાભથી ડિફોલ્ટર વંચિત રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે મૌદ્રિક સમિક્ષા નીતિની બેઠકમાં દેવાની પુનર્ગઠન સુવિધા (Debt restructuring facility)ની જાહેરાત કરી છે. લોન પુનર્ગઠનની મંજૂરી મળ્યા પછી, હવે બેન્કો તેમની લોન ચુકવણીના સમયપત્રકને ફરીથી ગોઠવી શકે છે. આ હેઠળ, બેંકો ચુકવણીની અવધિમાં વધારો કરી શકે છે અથવા ચુકવણીમાં રાહત પણ આપી શકે છે. આ પુનર્ગઠન હેઠળ, બેન્કો EMI ઘટાડવા, લોનની અવધિમાં વધારો કરવા અથવા ફક્ત વ્યાજ વસૂલશે કે કેમ તે નક્કી કરી શકશે.
રિઝર્વ બેંકે કહ્યું હતું કે આ પુનર્ગઠન 7 જૂન 2019ના રોજ રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા ફ્રગલ ડિઝાઇન ફ્રેમવર્ક (Frugal design framework) અનુસાર હશે. નોંધનીય છે કે અગાઉ નાણાંમંત્રી નિર્મલા સીતારામણે આ સંદર્ભે કહ્યું હતું કે, કોરોના વાયરસથી અસરગ્રસ્ત ઉદ્યોગોને મદદ કરવા લોનનું પુનર્ગઠન કરવાની જરૂરિયાત પર સરકાર રિઝર્વ બેંક સાથે મળીને કામ કરી રહી છે.
નવી સ્કીમથી આ લોકોને મળશે
બેંક દ્વારા જારી કરવામાં આવેલી અનેક નવી સ્કીમનો એરલાઇન કંપનીઓ, હોટલ અને સ્ટીલ-સિમેન્ટ કંપનીઓ લાભ લઈ શકે છે. જ્યારે હોમ લોન લેનારા ગ્રાહકોએ આ માટે બેંકની ઘોષણાની રાહ જોવી પડશે. બેંક દ્વારા ઘટાડેલા વ્યાજ દરને લઇને અગાઉ એવું માનવામાં આવતું હતું કે આરબીઆઈ વ્યાજના દરમાં ઘટાડો કરશે. જો કે, આ બન્યું ન હતું. આરબીઆઇએ રેપો રેટ 4 ટકા જાળવી રાખ્યો હતો જ્યારે રિવર્સ રેપો રેટ 3.35% હતો.
કોરોના કાળમાં RBIએ ગ્રાહકોને આપી હતી મોરેટોરિયમ લોનની સુવિધા
રિઝર્વ બેંકની આ યોજના પહેલા રિઝર્વ બેંકે લોકડાઉનની શરૂઆતમાં ગ્રાહકોને 3 મહિના માટે મોરેરેટિયમની જાહેરાત કરી હતી, પરંતુ 22 મેના રોજ તેને ત્રણ મહિના માટે વધારવામાં આવી હતી. સેન્ટ્રલ બેંકના આ નિર્ણય પછી, બેંકોએ 6 મહિનાથી લોન લેનારા ગ્રાહકોની લોન ઇએમઆઈને છૂટ આપી હતી, પરંતુ હવે મોરટોરિયમ લોનનો સમયગાળો 31 ઓગસ્ટે પુરો થવા જઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે