કુલભૂષણ જાદવ: પાકિસ્તાને ભારતને આપ્યું શરતી કોન્સ્યુલર એક્સેસ

પાકિસ્તાને આખરે પોતાની જેલમાં બંધ ભારતીય નૌસેનાના સેવાનિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવને મળવા માટે બીજી વાર ભારતીય ઉચ્ચ કમિશ્નરને સશર્ત કોન્સ્યુલર એક્સેસ આપ્યા છે.

કુલભૂષણ જાદવ: પાકિસ્તાને ભારતને આપ્યું શરતી કોન્સ્યુલર એક્સેસ

નવી દિલ્હી: પાકિસ્તાને આખરે પોતાની જેલમાં બંધ ભારતીય નૌસેનાના સેવાનિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવને મળવા માટે બીજી વાર ભારતીય ઉચ્ચ કમિશ્નરને સશર્ત કોન્સ્યુલર એક્સેસ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્યારબાદ ભારતીય ઉચ્ચ આયોગના અધિકારી વકીલો સાથે વિદેશ મંત્રાલય પહોંચ્યા છે. જોકે પાકિસ્તાન વિદેશ મંત્રાલયે બુધવારે સાંજે કુલભૂષણ જાદવને મોતની સજા વિરૂદ્ધ અપીલ કરવાની પરવાનગી આપી હતી. હવે ભારતીય કુલભૂષણની પુર્નવિચાર અરજી પર હસ્તાક્ષર કરશે. 

પાકિસ્તાને ભારતીય ઉચ્ચ આયોગને બીજીવાર કોન્સ્યુલર એક્સેસ (Consular Access)ની પરવાનગી આપી છે. કુલભૂષણ જાધવ સાથે મુલાકાત માટે પાકિસ્તાને કેટલીક શરતો પણ મુકી છે. મુલાકાત દરમિયાન ભારતીય અધિકારી અને કુલભૂષણ જાદવને અંગ્રેજીમાં વાત કરવી પડશે અને પાકિસ્તાની અધિકારી પણ આ દરમિયાન હાજર રહેશે. 

પાકિસ્તાને આપી હતી અપીલની તક
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે મોડી સાંજે કહ્યું હતું કે અપીલ અને સમીક્ષા અરજીને કુલભૂષણ અથવા તેના કાનૂની પ્રતિનિધિ અથવા ઇસ્લામાબાદમાં ભારતના કાઉંસલર અધિકારી દાખલ કરી શકે છે. આ પહેલાં પાકિસ્તાને કહ્યું હતું કે મોતની સજાનો સામનો કરી રહેલા ભારતીય કેદી કુલભૂષણ જાદવે સૈન્ય કોર્ટ દ્વારા દોષી ગણાવવા વિરૂદ્ધ ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ દાખલ કરવાની મનાઇ કરી દીધી છે. જ્કે ભારતે પાકિસ્તાન આ દાવાને સ્વાંગ ગણાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news