હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ઉભરી રહેલા ખતરા પ્રત્યે ભારત સજાગ, તમામ રીતે સક્ષમ

જો કે પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનમાં હથિયારોની હોડ અંગે પણ વાત કરતા તેમણે આ અંગે પગલા ઉઠાવાઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું

હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ઉભરી રહેલા ખતરા પ્રત્યે ભારત સજાગ, તમામ રીતે સક્ષમ

નવી દિલ્હી : વાયુસેના પ્રમુખ ચીફ માર્શલ બી.એસ ધનોઆએ રવિવારે કહ્યું કે, ભારતીય વાયુસેના હિંદ પ્રશાંત વિસ્તારમાં ઉભરી રહેલા સંભવિત ખતરા પ્રત્યે ખુબ જ સજાગ છે. તેમણે કહ્યું કે, તેમનું દળ ભારતનાં રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે કોઇ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. વાયુસેા પ્રમુખે કહ્યું કે, ભારતના પાડોશમાં નવા હથિયારો, ઉપકરણોને સમાવેષ કરવાનાં અને આધુનિકકરણની ઝડપ ચિંતાનું કારણ છે. ધનોઆએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ભારત વણઉકલ્યા ક્ષેત્રીય વિવાદો અને પ્રાયોજીત રાજ્યેતર તથા વિદેશી તત્વોથી ઉત્પન્ન પડકારોનો સામનો કરી રહ્યું છે પરંતુ વાયુસેના તેના પ્રક્ષાવી રીતે સામનો કરવા માટે સક્ષમ છે અને તે જ દિશામાં આગળ વધી રહી છે. 

પુછવામાં આવતા કે શું વાયુસેના જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાર આતંકવાદ પ્રશિક્ષણ શિબિરોને ધ્વસ્ત કરવામાં ભુમિકા નિભાવી શકે છે, તેમણે આ પ્રકારની શક્યતાનો ઇન્કાર નથી કર્યો. એર ચીફ માર્શલે કહ્યું કે, વાયુસેના સીમા પારથી પેદા થતા ખતરાનો સામનો કરવા માટે સંપુર્ણ સક્ષમ છે. પછી તે ઉપ પારંપારિક ક્ષેત્રનો હોય કે અન્ય ક્ષેત્રો તરફથી હોય.ચીન કે પાકિસ્તાનનું નામ લીધા વગર જ ભારતના હાલના પડકારો વણઉકેલ્યા ક્ષેત્રીય મુદ્દાઓ, પ્રાયોજીત રાજ્યેતર વિદેશી તત્વોથી પેદા રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ કામ કરે છે. 

વાયુસેના કોઇ પણ ખતરાને પહોંચી વળવા માટે 24 કલાક તૈયાર અને ત્યાં અમારા ઉપલબ્ધ સંસાધનોની મદદથી કોઇ પણ ઇમરજન્સી પરિસ્થિતીને આકરો જવાબ આપવા માટે તૈયાર છે. ધનોઆએ ચીન દ્વારા પોતાની વાયુસેનાની ઝડપથી આધુનિકીકરણ કરવા અને ભારતીય સીમા પર રહેલા તિબેટ સ્વાયત ક્ષેત્રમાં બીજિંગ દ્વારા કરવાઇ રહેલા માળખાગત વિકાસને પણ પરોક્ષ રીતે ઉલ્લેખ કર્યો. વાયુસેના સીમા પારથી પેદા કરાવાઇ રહેલા સંભવિત ખતરાના પડકારોને પહોંચી વળવા માટે સક્ષમ છે. અમારા પાડોશીમાં આધુનિકીકરણની ઝડપ અને નવા હથિયાર, ઉપકરણોનો સમાવિષ્ટ કરવામાં આવતા ચિંતાનું કારણ છે. વાયુસેના તેમ છતા પણ આ નવા ઘટનાક્રમોને ઉકેલવા માટે યોગ્ય ઉપાયો સાથે આગળ વધી રહી છે. 

પુછવામાં આવતા કે વાયુસેના હિંદ પ્રશાંત ક્ષેત્રમાં ભારતના ભૂ રાજનીતિક પ્રભાવને વધારવાની ભુમિકા નિભાવવા સક્ષમ છે. તેમણે હાનો જવાબ આપ્યો અને સી-17નો બીજો સૌથી મોટો બેડો છે. એટલા માટે ભારત માનવ સંકટ અને માનવીય રાહત (અભિયાનો) સમયે પોતાનાં મિત્ર દેશોની મદદ માટે પોતાના સંસાધનોનો ઉપયોગ કરશે. તે ઉપરાંત વાયુસેના હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પેદા સંભવિત ખતરા મુદ્દે ખુબ જ સજગ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news