Independence Day: ભારત આતંકવાદ અને વિસ્તારવાદ બંને સામે લડી રહ્યું છે, લાલ કિલ્લા પરથી બોલ્યા PM મોદી

આજે દેશ સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે અને આઝાદીના જશ્નમાં ડૂબી ગયો છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધિત કરી રહ્યાં છે. આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે લાલ કિલ્લા પર પ્રથમવાર પુષ્પવર્ષા કરવામાં આવી.

Independence Day: ભારત આતંકવાદ અને વિસ્તારવાદ બંને સામે લડી રહ્યું છે, લાલ કિલ્લા પરથી બોલ્યા PM મોદી

નવી દિલ્હીઃ આજે દેશ સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે અને આઝાદીના જશ્નમાં ડૂબી ગયો છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધિત કરી રહ્યાં છે. આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે લાલ કિલ્લા પર પ્રથમવાર પુષ્પવર્ષા કરવામાં આવી. સાથે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠને આઝાદીનો અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી ભારતની આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરવા માટે માર્ચ 2021માં અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદીનો અમૃત મહોત્વસ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જે 15 ઓગસ્ટ 2023 સુધી જારી રહેશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર ફૂલ ચઢાવ્યા અને પછી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. પીએમ મોદીએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યુ અને દેશને સંબોધિત કરી રહ્યાં છે. જશ્ન-એ-આઝાદીના તમામ અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો..

અધિકારોની સાથે કર્તવ્યોનું રાખો ધ્યાનઃ મોદી
અરવિંદોની જન્મજયંતિ છે. તેમની 150મી જન્મજયંતિનું પર્વ છે. તેઓ કહેતા હતા કે ભારતને એટલું સામર્થવાન બનાવવું પડશે જેટલું આપણે ક્યારેય નહતા. આપણી આદતોને બદલવી પડશે. ખુદને ફરી જગાડવા પડશે. તેમની આ વાતો આપણે કર્તવ્યોનું ધ્યાન અપાવે છે. દેશને આપણે શું આપી રહ્યાં છીએ તે વિચારવું પડશે. અમે અધિકારોને હંમેશા મહત્વ આપ્યું. હવે કર્તવ્યોને સર્વોપરી બનાવવા પડશે. લોકલ ફોર લોકલ માટે વધુમાં વધુ વસ્તુ ખરીદો. 

ભારત આતંકવાદ, વિસ્તારવાદ સામે લડ્યુ
બીજા વિશ્વ યુદ્ધ બાદ વૈશ્વિક સંબંધોના રૂપમાં બદલી ગયું હતું. કોરોના કાળ બાદ પણ આ થયું. કોરોના કાળના ભારતના પ્રયાસોની દુનિયાએ પ્રશંસા કરી. દુનિયા ભારતને નવી દ્રષ્ટિથી જોઈ રહી. ભારત આતંકવાદ, વિસ્તારવાદ બંને પડકાર સામે લડ્યું. હિંમતની સાથે જવાબ પણ આપી રહ્યું છે. સેનાના હાથ મજબૂત કરવામાં કોઈ કસર છોડીશું નહીં. 

ભારતે દેખાડી સંકલ્પ શક્તિ
આર્ટિકલ 370 હટાવવો, જીએસટી લાવવું, સૈનિકો માટે વન પેન્શનલ, અયોધ્યાનું શાંતિપૂર્ણ સમાધાન છેલ્લા કેટલાક સમયમાં જોવા મળ્યું. ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો, જમ્મુ-કાશ્મીરમાં પ્રથમવાર BDC ચૂંટણી ભારતની સંકલ્પ શક્તિ જણાવે છે. ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ આવી રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક કરી દુશ્મનોને ભારતે સંદેશ આપ્યો છે. તે જણાવે છે કે ભારત બદલાય રહ્યું છે. ભારત મુશ્કેલથી મુશ્કેલ નિર્ણય લઈ શકે છે. 

— ANI (@ANI) August 15, 2021

નેશનલ હાઇડ્રોજન મિશનની કરી જાહેરાત
પીએમ મોદીએ નેશનલ હાઈડ્રોજન મિશનની જાહેરાત કરી. મોદી બોલ્યા આ ઉર્જાના ક્ષેત્રમાં ભારતની નવી પ્રગતિ હશે. ભારત તેનાથી આત્મનિર્ભર બનશે. તેનાથી ગ્રીન જોબ માટે અવસર ખુલશે. 

સૈનિક સ્કૂલમાં યુવતીઓને પણ મળશે એડમિશન
પીએમ મોદીએ કહ્યુ કે મને ઘણી ભલામણ મળી છે કે પુત્રીઓ પણ સૈનિક સ્કૂલમાં ભણવા ઈચ્છે છે. બે-અઢી વર્ષ પહેલા મિઝોરમે સૈનિક સ્કૂલમાં પ્રયોગ તરીકે યુવતીઓને એડમિશન આપવાનો નિર્ણય લીધો હતો. હવે દેશની બધી સૈનિક સ્કૂલમાં પુત્રીઓનું એડમિશન થઈ શકશે. તેને પુત્રીઓ માટે ખોલવામાં આવશે. 

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમતને પ્રોત્સાહનઃ પીએમ મોદી
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભાષા વિઘ્ન બનશે નહીં. રમતને તેનો મુખ્ય ભાગ બનાવવામાં આવ્યો છે. તે પાઠ્યેતર નથી. હવે રમત માટે જાગરૂકતા આવી છે. માતા-પિતાનું વલણ બદલાયું છે. ઓલિમ્પિક પણ એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે. બોર્ડનું પરિણામ સારૂ હોય કે ઓલિમ્પિકનું મેદાન, દેશની દીકરીઓ સારૂ પ્રદર્શન કરી રહી છે. દરેક કાર્યક્ષેત્રમાં સમાન સહભાગીતાનો પ્રયાસ કરવાનો છે. 

— ANI (@ANI) August 15, 2021

મેપિંગ સાથે જોડાયેલા જૂના કાયદાનો કર્યો ઉલ્લેખ
દેશમાં વર્ષો જૂના કાયદાને ખતમ કરવામાં આવ્યા. કોરોના કાળમાં પણ 15 હજારથી વધુ અનુપાલનોને ખતમ કરવામાં આવ્યા. 200 વર્ષથી એક કાયદો ચાલી આવતો હતો, તેના કારણે દેશના નાગરિકોને મેપિંગ (નક્શો) બનાવવાની સ્વતંત્રતા નહતી. તે માટે સરકારની મંજૂરી લેવાની જરૂર હતી. આવા બિનજરૂરી કાયદાને અમે સમાપ્ત કરી દીધા.

લોન્ચ થશે ગતિશક્તિ પ્લાન
ભારતને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં હોલિસ્ટિક અપ્રોચ અપનાવવાની જરૂર છે. ભારત આવનારા થોડા સમયમાં પ્રધાનમંત્રી ગતિશક્તિ-નેશનલ માસ્ટક પ્લાન લોન્ચ કરવા જઈ રહ્યું છે. 

ગામમાં પહોંચી રહ્યું છે ઇન્ટરનેટ
દેશના જે જિલ્લા માટે માનવામાં આવ્યું કે તે પાછળ રહી ગયા, અમે તેમની આકાંક્ષાઓને પણ જગાવી છે. દેશમાં 110થી વધુ આકાંક્ષી જિલ્લામાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ, રોડ, રોજગાર સાથે જોડાયેલી યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમાંથી અનેક જિલ્લા આદિવાસી વિસ્તાર છે. આજે આપણે આપણા ગામમાં ઝડપથી પરિવર્તન જોઈ રહ્યાં છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગામ સુધી રોડ અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓમાં પહોંચાડવામાં સફળતા મળી છે. આ ગામોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક, ડેટાની તાકાત પહોંચી રહી છે. ઈન્ટરનેટ પહોંચી રહ્યું છે. ગામમાં પણ ડિજિટલ  Entrepreneur તૈયાર થઈ રહ્યાં છે. 

75 સપ્તાહમાં 75 વંદે માતરમ ટ્રેનો
દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં 75 વંદેભારત ટ્રેનદેશના દરેક ખુણાને જોડશે. આજે જે ગતિથી દેશમાં નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે, ઉડાન યોજના અંતરિયાળ વિસ્તારને જોડી રહી છે, તે પણ અભૂતપૂર્વ છે. 

— ANI (@ANI) August 15, 2021

મોદી બોલ્યા- જે બનાવો, બેસ્ટ બનાવો
જે પણ બનાવો બેસ્ટ બનાવો, જે વૈશ્વિક સ્તર પર ટકી શકે. દરેક પ્રોડક્ટની સાથે માત્ર કંપનીનું નામ નથી જતું. તેની સાથે દેશની ઇમેજ જોડાયેલી હોય છે. દરેક પ્રોડક્ટ દેશની બ્રાન્ડ એમ્બેસેડર છે. 

— ANI (@ANI) August 15, 2021

નવા જમાનાની તકનીક માટે કરવું પડશે કામ
પીએમ મોદીએ કહ્યુ કે, દેશના લોકોને આગામી પેઢીના પાયાના માળખા, વિશ્વસ્તરીય નિર્માણ, આધ્યુનિક નવાચાર, નવા જમાનાની તકનીક માટે કામ કરવું પડશે. 

નાના કિસાનો પર આપવું પડશે ભારત
નાના કિસાનો પર અત્યાર સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી. કૃષિ સેક્ટરના પડકાર પર ધ્યાન આપવું પડશે. કિસાનોની જમીન સતત ઘટી રહી છે. 80 ટકા કિસાનોની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. મોદીએ 80 ટકા કિસાનોના ઉત્થાનનો નારો આપતા કહ્યુ- છોટા કિસાન બને દેશની શાન. 

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર બોલ્યા PM
બધાના સામર્થ્યને યોગ્ય તક આપવી, આ લોકતંત્રની અસલી ભાવના છે. જમ્મુ હોય કે કાશ્મીર, વિકાસનું સંતુલન હવે જમીન પર જોવા મળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ડી-લિમિટેશન કમીશનની રચના થઈ ચુકી છે અને ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. લદ્દાખ પણ વિકાસની પોતાની અસીમ સંભાવનાઓ તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ લદ્દાખ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ જોઈ રહ્યું છે તો બીજીતરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી લદ્દાખને ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બનાવવા જઈ રહી છે. 
 

— ANI (@ANI) August 15, 2021

નોર્થ ઈસ્ટની રાજધાનીઓ માટે સરકારનો પ્લાન
આપણું પૂર્વી ભારત, નોર્થ ઈસ્ટ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ સહિત હિમાલયનું ક્ષેત્હ હોય, આપણી કોસ્ટલ બેલ્ટ કે પછી આદિવાસી અંચલ હોય, આ ભવિષ્યમાં ભારતના વિકાસનો મોટો આધાર બનશે. આજે નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટીનો નવો ઈતિહાસ લખવામાં આવી રહ્યો છે. આ કનેક્ટિવિટી દિલોની પણ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ છે. ખુબ જલદી નોર્થ ઈસ્ટના બધા રાજ્યોની રાજધાનીઓને રેલસેવાથી જોડવાનું કામ પૂરુ થવાનું છે. 

 

ગરીબોને મળશે પોષણયુક્ત ચોખા
પીએમ મોદી બોલ્યા- ગરીબોને પોષણયુક્ત ચોખા આપવામાં આવશે. રાશનની દુકાન કે ગમે ત્યાં 2024 સુધી દરેક યોજનામાં મળનાર ચોખા પોષણયુક્ત (ફોર્ટિફાઈ) હશે. 

હર ઘર જલ મિશન માટે થઈ રહ્યું છે કામ
પહેલા સરકારે 100 ટકા ઘરોમાં શૈચાલયોના નિર્માણનું લક્ષ્ય રાખ્યું હતું. આગામી લક્ષ્યોને થોડા વર્ષોમાં પૂરા કરવાના છે. હવે દરેક ઘરમાં જળ મિશન માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. માત્ર બે વર્ષમાં સાડા ચાર કરોડથી વધુ પરિવારને નળથી પાણી મળવાનું શરૂ થઈ ચુક્યું છે. 

લક્ષ્યો પ્રાપ્તિ માટે બધાનો પ્રયાસ જરૂરી
અમૃત મહોત્સવનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ કે, તે ગૌરવ કાળની તરફ લઈ જશે. પીએમ મોદી બોલ્યા- અમૃતકાળ 25 વર્ષનો છે. પરંતુ આટલી લાંબી રાહ જોવાની નથી. અત્યારથી લાગી જવાનું છે. આ સમય છે. યોગ્ય સમય છે. આપણે ખુદને બદલવા પડશે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને હવે સબકા પ્રયાસ, લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખુબ જરૂરી છે. 
 

— ANI (@ANI) August 15, 2021

લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ વિભાજનનો કર્યો ઉલ્લેખ
લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ વિભાજનનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, તેનું દુખ હજુ છે. 

 

ઓલિમ્પિક ખેલાડીઓએ યુવાઓને પ્રેરિત કર્યા
પીએમ મોદીએ લાલ કિલ્લા પર હાજર ઓલિમ્પિક ખેલાડીઓ માટે તાળીઓ વગાડી સન્માન કર્યુ. તેમણે કહ્યુ કે, આ ખેલાડીઓએ ન માત્ર દિલ જીત્યા છે, પરંતુ યુવાઓને પ્રેરિત પણ કર્યા છે. 

કોરોના યોદ્ધાઓની પીએમ મોદીએ કરી પ્રશંસા
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે કોરોના વૈશ્વિક મહામારીમાં આપણા ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સફાઈકર્મી, વેક્સિન બનાવનારા વૈજ્ઞાનિક, સેવામાં લાગેલા નાગરિક હોય આ બધા વંદનના અધિકારી છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન દેશમાં ચાલી રહ્યું છે. 

પીએમ મોદીનું સંબોધન શરૂ, મહાપુરૂષોને કર્યા યાદ
લાલ કિલ્લા પર પીએમ મોદીનું સંબોધન શરૂ થઈ ચુક્યુ છે. પીએમ મોદીએ દેશના બધા મહાપુરૂષોને યાદ કર્યા છે. પીએમ મોદીએ દેશને આઝાદી પર્વની શુભેચ્છા આપી. તેમણે સુભાષચંદ્રથી લઈને ઝાંસીની રાની લક્ષ્મીબાઈ સુધીના બધા વીર શહીદોને યાદ કર્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જવાહરલાલ નેહરૂથી લઈને લાલ બહાદુર શાસ્ત્રીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, દેશ આ બધા મહાપુરૂષોને હંમેશા યાદ રાખશે. પીએમ મોદીએ કહ્યુ કે, દેશના અનેક લોકોએ આ રાષ્ટ્રને બનાવ્યું છે અને આગળ વધાર્યું છે તેમને નમન. ભારતે સદીઓ સુધી માતૃભૂમિ અને સંસ્કૃતિ અને આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. 

— ANI (@ANI) August 15, 2021

લાલ કિલ્લા પર થઈ પુષ્પવર્ષા
પ્રધાનમંત્રી મોદી દ્વારા તિરંગો ફરકાવ્યા બાદ લાલ કિલ્લા પર પુષ્પવર્ષા થઈ. 
 

— ANI (@ANI) August 15, 2021

લાલ કિલ્લા પર થઈ પુષ્પવર્ષા
પ્રધાનમંત્રી મોદી દ્વારા તિરંગો ફરકાવ્યા બાદ લાલ કિલ્લા પર પુષ્પવર્ષા થઈ. 
 

— ANI (@ANI) August 15, 2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું
 

— ANI (@ANI) August 15, 2021

- લાલ કિલ્લો પહોંચ્યા પીએમ મોદી, રાજનાથે કર્યુ સ્વાગત
બાપુને નમન કર્યા બાદ પીએમ મોદી લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. પીએમ મોદીનું અહીં રાજનાથ સિંહે સ્વાગત કર્યુ. તેમને સલામી આપવામાં આવી. 

— ANI (@ANI) August 15, 2021

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસની આપી શુભેચ્છા
- લાલ કિલ્લા પર પહોંચ્યા ભારતીય ઓલિમ્પિક ખેલાડી
75માં સ્વતંત્રતા દિવસ સમારોહના કાર્યક્રમમાં સામેલ થવા માટે ભારતીય ઓલિમ્પિક ખેલાડી લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. લાલ કિલ્લા પર રવાના થતાં પહેલા ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાએ કહ્યુ કે, અમે પહેલા ટીવી પર ધ્વજારોહણ જોયું છે, અમે અમને ત્યાં હાજર રહેવા મળશે. આ અમારા માટે નવો અનુભવ છે. 

(Photo source: DD News) pic.twitter.com/n9sybFSV1f

— ANI (@ANI) August 15, 2021

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસની આપી શુભેચ્છા

आप सभी को 75वें स्वतंत्रता दिवस की बहुत-बहुत बधाई। आजादी के अमृत महोत्सव का यह वर्ष देशवासियों में नई ऊर्जा और नवचेतना का संचार करे।

जय हिंद! #IndiaIndependenceDay

— Narendra Modi (@narendramodi) August 15, 2021

- લાલ કિલ્લા પર પહોંચ્યા ભારતીય ઓલિમ્પિક ખેલાડી
75માં સ્વતંત્રતા દિવસ સમારોહના કાર્યક્રમમાં સામેલ થવા માટે ભારતીય ઓલિમ્પિક ખેલાડી લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. લાલ કિલ્લા પર રવાના થતાં પહેલા ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાએ કહ્યુ કે, અમે પહેલા ટીવી પર ધ્વજારોહણ જોયું છે, અમે અમને ત્યાં હાજર રહેવા મળશે. આ અમારા માટે નવો અનુભવ છે. 

- લાલ કિલ્લા પર તૈયારીઓ
 

— ANI (@ANI) August 15, 2021

- હેલિકોપ્ટર કરશે ફૂલોનો વરસાદ
આ વર્ષે પ્રથમ વખત પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવતાની સાથે જ ભારતીય વાયુસેનાના બે Mi 17 1V હેલિકોપ્ટર સ્થળ પર ફૂલો વરસાવશે. પ્રથમ હેલિકોપ્ટરનું નેતૃત્વ વિંગ કમાન્ડર બલદેવ સિંહ બિષ્ટ કરશે, જ્યારે બીજા હેલિકોપ્ટરની આગેવાની વિંગ કમાન્ડર નિખિલ મહેરોત્રા કરશે. આ ફૂલ વર્ષા બાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધન કરશે.
 
- NCC કેડેટ ગાશે રાષ્ટ્રગીત
મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના કેડેટ્સ પ્રધાનમંત્રીના ભાષણના સમાપન સમયે રાષ્ટ્રગીત ગાશે. રાષ્ટ્રીય ઉમંગના આ ઉત્સવમાં વિવિધ શાળાઓના 500 એનસીસી કેડેટ્સ (આર્મી, નેવી અને એરફોર્સ) ભાગ લેશે. પ્રધાનમંત્રીએ ભારતની આઝાદીના 75 માં વર્ષની ઉજવણી માટે માર્ચ 2021 માં ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી 'આઝાદી કા અમૃત મહોત્સવ' શરૂ કર્યો હતો. આ સમારોહ 15 ઓગસ્ટ, 2023 સુધી ચાલુ રહેશે.

કોણ-કોણ આમંત્રિત?
ભાલા ફેંક સ્પર્ધામાં ભારતને પ્રથમવાર ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડી અને સેનામાં સૂબેદાર નીરજ ચોપડા સહિત ઓલિમ્પિકના 32 વિજેતા ખેલાડીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમની સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના બે અધિકારીઓને સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. લગભગ 240 ઓલિમ્પિયન, સહયોગી સ્ટા અને સાઈ તથા ખેલ મહાસંઘના અધિકારીઓ પણ પ્રાચીરની સામે જ્ઞાન પથની શોભા વધારવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતે કુલ સાત મેડલ જીતી અત્યાર સુધી ઓલિમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તો કોવિડ સામે લડનારા કોરોના યોદ્ધાઓના સન્માનમાં લાલ કિલ્લાની પ્રાચીરની દક્ષિણ તરફ એક અલગ બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

કઈ રીતે પૂરી થશે તિરંગો ફરકાવવાની વિધિ?
ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ બાદ પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર માટે રવાના થશે, જ્યાં તેમનું સ્વાગત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, થલ સેનાધ્યક્ષ જનરલ એમએમ નરવણે, નૌસેનાધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહ અને વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ આર.કે.એસ ભદૌરિયા કરશે. દિલ્હી ક્ષેત્રના જીઓસી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે પ્રધાનમંત્રીને પ્રાચીર સ્થિત મંચ પર લઈ જશે. 

ધ્વજ ફરકાવ્યા બાદ તિરંગાને રાષ્ટ્રીય સલામી આપવામાં આવશે. નૌસેના બેન્ડ, જેમાં 16 લોકો સામેલ થશે. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા અને રાષ્ટ્રીય સલામી દરમિયાન રાષ્ટ્રગાન વાગશે. બેન્ડનું સંચાલન એમસીપીઓ વિન્સેન્ટ જોનસન તરફથી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news