Independence Day Special: 75 વર્ષમાં 5 યુદ્ધ કરી આર્મી પાવર બન્યું ભારત, 4 વખત પાકિસ્તાનને હરાવ્યું


દેશ 15 ઓગસ્ટ 1947ના સદીઓની ગુલામી બાદ આઝાદ તો થઈ ગયો પરંતુ તેની સામે અનેક મુશ્કેલી હતી. એક સ્વતંત્ર દેશના રૂપમાં પોતાનું અસ્તિત્વ બનાવી રાખવા માટે ભારતે 75 વર્ષમાં પાંચ યુદ્ધ લડવા પડ્યા. પરંતુ દરેક વિપત્તિનો મજબૂતીથી સામનો કર્યો અને જોત જોતામાં ચોથી સૌથી મોટી સૈન્ય શક્તિ બની ગયું. 

Independence Day Special: 75 વર્ષમાં 5 યુદ્ધ કરી આર્મી પાવર બન્યું ભારત, 4 વખત પાકિસ્તાનને હરાવ્યું

નવી દિલ્હીઃ દેશ 15 ઓગસ્ટ 1947ના સદીઓની ગુલામી બાદ આઝાદ તો થઈ ગયો પરંતુ તેની સામે અનેક મુશ્કેલી હતી. એક સ્વતંત્ર દેશના રૂપમાં પોતાનું અસ્તિત્વ બનાવી રાખવા માટે ભારતે 75 વર્ષમાં પાંચ યુદ્ધ લડવા પડ્યા. પરંતુ દરેક વિપત્તિનો મજબૂતીથી સામનો કર્યો અને જોત જોતામાં ચોથી સૌથી મોટી સૈન્ય શક્તિ બની ગયું. જે અંગ્રેજોએ આપણે ગુલામ બનાવ્યા, આજે ભારતની સૈન્ય તાકાત તેનાથી ખુબ વધારે છે. 

ગ્લોબલ ફાયર પાવર ઇન્ડે્સઃ 2021માં ભારતની સેનાને દુનિયાની ચોથી સૌથી મજબૂત સેના માનવામાં આવી છે. દુનિયાની 10 સૌથી શક્તિશાળી સેનાઓમાં અમેરિકા પ્રથમ સ્થાને છે, જ્યારે રશિયા અને ચીનની સેનાઓ બીજા અને ત્રીજા નંબરની શક્તિશાળી સેના છે. 

ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સમાં દેશોને તેની સંભવિત સૈન્ય તાકાતના આધાર પર રેન્ક આપવામાં આવે છે. આ વર્ષે 138 દેશોની રેન્કિંગોને 50 માપદંડોને આધાર બનાવી નિર્ધારિત કરવામાં આવી. તેમાં સૈન્ય સંસાધન, પ્રાકૃતિક સંસાધન, ઉદ્યોગ, ભૌગોલિક વિશેષતાઓ અને ઉપલબ્ધ માનવ શક્તિ સામેલ છે. 

ગુલામ બનાવનાર અંગ્રેજોની તાકાતથી આગળ ભારત
ભારતને આશરે બસો વર્ષ સુધી ગુલામ બનાવનાર અંગ્રેજ આજે સૈન્ય તાકાતના મામલામાં ભારત કરતા પાછળ છે. સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં બ્રિટનનું આઠમું સ્થાન છે, જ્યારે ભારત ચોથા સ્થાને છે. સૈન્ય બજેટના મામલામાં તથા રેન્કિંગમાં અમેરિકા, ચીન બાદ ભારત ત્રીજા સ્થાને છે જ્યારે બ્રિટન પાંચમાં સ્થાને છે. 

126 વર્ષ પહેલા બની હતી ભારતીય સેના
ભારતીય સેનાનો ઉદ્ભવ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનાઓથી થશો જે બાદમાં બ્રિટિશ ભારતીય સેના અને આખરે સ્વતંત્રતા બાદ ભારતીય સેના બની ગઈ. ભારતીય સેનાની સ્થાપના લગભગ 126 વર્ષ પહેલા અંગ્રેજોએ 1 એપ્રિલ, 1895માં કરી હતી. 

1947 ભારત પાકનું યુદ્ધ
સ્વતંત્રતાના થોડા મહિના બાદ કાશ્મીરને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ 1947માં શરૂ થયું હતું. પાકિસ્તાની સેનાનું સમર્થન મેળલી કબિલાઈ આદિવાસીઓએ કાશ્મીર પર 20 ઓક્ટોબરના હુમલો કરી દીધો. 24 ઓક્ટોબર સુધી હુમલો કરનાર શ્રીનગરની પાસે પહોંચી ગયા. સંકટ વધતુ જોઈ જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિ સિંહે ભારત સરકારની મદદ માંગી. ત્યારબાદ ભારતની સેના 26 ઓક્ટોબરે જંગમાં કુદી. ભારતીય સેનાએ કાશ્મીરના બે-તૃતિયાંશ ભાગ પર પોતાનું નિયંત્રણ કરી લીધું. યુદ્ધ વિરામ 1 ઓક્ટોબર 1949ના થયો. 

1962 ભારત-ચીન યુદ્ધ
આઝાદ ભારતનું બીજુ યુદ્ધ ચીનની સાથે થયું. ચીની સેનાએ 20 ઓક્ટોબર 1962ના લદ્દાખ અને અન્ય વિસ્તારમાં હુમલા શરૂ કરી દીધા. યુદ્ધ દરમિયાન ભારતીય જવાનો દાયકાઓ જૂની થ્રી નોટ થ્રી બંદૂકના સહારે લડી રહ્યા હતા, તો ચીની સેનાઓ પાસે મશીનગન હતી. તેમ છતાં રેલાંગ લા દર્દેમાં મેજર શૈતાન સિંહની આગેવાનીમાં 113 ભારતીય જવાન 1000 ચીની સૈનિકો પર ભારે પડ્યા. આ દરમિયાન ચીનના મુકાબલે ભારતીય વાયુસેના સારી હતી, પરંતુ તેને હુમલો કરવાનો આદેશ આપવામાં આવ્યો નહીં. વાયુસેનાની મદદ મળી હોત તો પરિણામ ભારતના પક્ષમાં થઈ શકતું હતું. આ યુદ્ધનો અંત 20 નવેમ્બરના થયો, જ્યારે ચીન તરફથી યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. 

1965માં પાકને બીજીવાર હરાવ્યું
આ ભારતની સાથે પાકિસ્તાનનું બીજુ યુદ્ધ હતું. જેને બીજા કાશ્મીર યુદ્ધના નામથી પણ ઓળખવામાં આવે છે, તે 22 દિવસ સુધી ચાલ્યું હતું. યુદ્ધની શરૂઆત પાકના ઓપરેશન જિબ્રાલ્ટરને કારણે થઈ જેની હેઠળ તેણે કાશ્મીરમાં સેનાની ઘુષણખોરીની યોજના બનાવી હતી. પાકિસ્તાનની સેનાના આશરે 30 હજાર જવાનોએ સ્થાનીક લોકોની વેશભૂષામાં કાશ્મીરમાં ઘુષણખોરી કરી. તેની જાણ ભારતીય સેનાને થઈ તો યુદ્ધ શરૂ કરી દીધુ. આ યુદ્ધમાં પાકે શક્તિશાળી ટેન્કનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેણે હારનો સામનો કરવો પડ્યો. યુદ્ધનો અંત સંયુક્ત રાષ્ટ્રની યુદ્ધ વિરામની જાહેરાતની સાથે થયો. 10 જાન્યુઆરી 1966માં તાશકંદમાં બંને પક્ષો વચ્ચે સમજુતી થઈ હતી. 

1971માં પાકિસ્તાનને ત્રીજીવાર હરાવ્યું
વર્ષ 1971માં પાકિસ્તાન વિરુદ્ધ લડાયેલા યુદ્ધમાં ભારતે જીત હાસિલ કરી હતી. આ હારથી પાકિસ્તાનનું વિભાજન થયું. યુદ્ધમાં ભારતની ત્રણેય સેનાઓના સમન્વયે શાનદાર જીત અપાવી. પૂર્વી પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) માં 96 હજાર પાક સૈનિકોને આત્મસમર્પણ માટે મજબૂર કરવામાં આવ્યા. ત્યારબાદ બંને દેશો વચ્ચે 2 જુલાઈ 1972ના શિમલામાં સમજુતી થઈ. ત્યારબાદ યુદ્ધ બંદીઓને પાકિસ્તાન મોકલવામાં આવ્યા. 

1999નું કારગિલ યુદ્ધ
વર્ષ 1999માં કારગિલ યુદ્ધ 3 મેથી 26 જુલાઈ સુધી ચાલ્યું. શ્રીનગરથી 215 કિલોમીટર દૂર કારગિલની પર્વતીય શ્રેણીઓ પર પાકિસ્તાને છુપી રીતે કબજો કરી લીધો. પરંતુ પાકિસ્તાન સરકારે દાવો કર્યો હતો કે લડનારા કાશ્મીરી ઉગ્રવાદી હતા. ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાન સૈનિકો અને  આતંકીઓને ભગાડી દીધા. આ યુદ્ધમાં ભારતના 597 સૈનિકો શહીદ થયા. આ યુદ્ધમાં તોપોએ મહત્વની ભૂમિકા ભજવી, પરંતુ એક સમયે તોપના ગોળાની કમી અનુભવાય હતી. ઇઝરાયલે યુદ્ધમાં તકનીકી રીતે ભારતની મદદ કરી હતી. 

પાંચ યુદ્ધના પાંચ બોધ
1. યુદ્ધ દરમિયાન ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ જરૂરી છે.
2. સરહદની સુરક્ષા માટે સ્વદેશી તોપ, ટેન્ક અને અન્ય આધુનિક હથિયાર રાખવા જરૂરી છે. 
3. વિદેશ નીતિ આદર્શવાદની જગ્યાએ યથાર્થવાદ પર આધારિત હોવી જોઈએ. 
4. ગુપ્ત એજન્સીઓને મજબૂત કરવાની જરૂર છે. 
5. સરહદી પર્વતીય અને અંતરિયાળ વિસ્તારમાં રોડ સહિત અન્ય જરૂરી નિર્માણ કરવાની જરૂર છે, જેથી સેનાને સરળતા રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news