જૂનાગઢમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ CM રૂપાણીએ કહ્યું, ગુંડાઓ ગુના છોડે અથવા ગુજરાત છોડે...

જૂનાગઢમાં આજે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (independence day) ની ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવ્યો

જૂનાગઢમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ CM રૂપાણીએ કહ્યું, ગુંડાઓ ગુના છોડે અથવા ગુજરાત છોડે...

ઝી મીડિયા/બ્યૂરો :જૂનાગઢમાં આજે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (independence day) ની ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવ્યો છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યાં છે. જૂનાગઢમાં આજે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (15th August) ની ઉજવણી પર મુખ્યમંત્રી વિજય રૂપાણી બિલખા રોડ પરના PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવ્યો છે. 

તેમણે ધ્વજવંદન કર્યા બાદના સંબોધનમાં કહ્યું કે, ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષ થી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. માસ્ક, પીપીઈ કીટ સહિતનું મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ને ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ. તેમજ જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરુ છું. કોરોનાની ગંભીર આપદામાં કુદરતી આપદા પણ આવી ગઈ. તૌકતે વાવાઝોડએ તારાજી સર્જી, જેની સામે આપણે એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ ચૂકવ્યું છે. તૌકતે વાવાઝોડાની આફતમાં સરકાર રાતભર જાગીને લોકોને સધિયારો આપ્યો. ખેતી નુકસાન, માછીમાર નુકસાન, કેશડોલ મળીને ૧ હજાર કરોડનું પેકેજ ગુજરાતને સોંપ્યું. બીજી તરફ, સરકાર વતન પ્રેમ યોજના લાવી રહી છે. જેમાં 40 ટકા સરકાર ખર્ચ આપશે. ગુજરાતની સ્પર્ધા હવે અન્ય રાજ્યો સાથે નહિ, પણ વિશ્વ સાથે છે. 

જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢના PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવ્યો હતો. તેમણે સંબોધનમાં ટકોર કરીને કહ્યું કે, ગુજરાત સરકારે ગુંડાઓ પર સકંજો કસ્યો છે. ગુંડાઓ ગુના છોડે અથવા ગુજરાત છોડે.

સ્વતંત્રતા દિન નિમિત્તે પોલીસ પરેડ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ, લેઝીમ નૃત્ય, ડોગ શો, બાઈક સ્ટંટ સહિતના કાર્યક્રમો પ્રસ્તુત થશે. સાથે જ સ્વતંત્ર  સેનાનીઓનું પણ સન્માન થશે. આ સમયે એરફોર્સ દ્વારા હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે અને કોરોનામાં અનાથ થયેલા બાળકો તેના પાલક વાલીઓ સાથે સામેલ થશે. ગુજરાત પોલીસના બે મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ થશે, જેમાં 10 હજાર બોડી ઓન કેમેરા અને 15 ડ્રોન કેમેરાનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news