Coronavirus In India: કોરોનાના કેસમાં ફુલ સ્પીડમાં વધારો, 24 કલાકમાં 12 હજારથી વધુ નવા કેસ, 42 દર્દીના મોત
Coronavirus Cases In India: કોરોનાનું જોખમ વધી રહ્યું છે તેવામાં આઠ રાજ્યોની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ અંગેની સૂચના કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શુક્રવારે આપી હતી. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, હરિયાણા અને દિલ્હીના સ્વાસ્થ્ય સચિવોને પત્ર લખીને આ અંગે જાણકારી આપવામાં આવી હતી.
Trending Photos
Coronavirus Cases In India: દેશમાં કોરોનાના કેસ ફરી એક વખત ભયંકર રીતે વધી રહ્યા છે. શનિવારે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા નવા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,193 નવા કેસ નોંધાયા છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા 67,556 થઈ ગઈ છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 42 દર્દીઓના મોત પણ થયા છે. તેમાંથી 10 મોત કેરળમાંથી નોંધાયા છે. આ સાથે જ મોતનો કુલ આંકડો 5,31,300 થઈ ગયો છે.
આ પણ વાંચો:
દેશમાં રિકવરી ડેટ 98.66 ટકા નોંધાયો છે. આપેલા શુક્રવારે કોરોનાના 11,692 નવા કેસ નોંધાયા હતા એટલે કે છેલ્લા 24 કલાકમાં જ 501 નવા કેસ વધી ગયા છે. આંકડાકીય માહિતી અનુસાર હાલ દેશમાં સૌથી વધુ કેસ કેરળમાંથી નોંધાઈ રહ્યા છે આ ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોમાં પણ કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે.
મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં કોરોના બેકાબૂ થતો જાય છે અને રાજ્ય કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. શુક્રવારે અહીં 933 નવા કેસ નોંધાયા હતા અને પાંચ લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાના વધતા કેસમાં ઓમિક્રોન નો નવો વેરિયન્ટ જવાબદાર છે. અત્યાર સુધીમાં આ વેરિયન્ટના 681 કેસ નોંધાવયા છે જ્યારે પાંચ લોકોનું મૃત્યુ થયું હતું.
મહત્વનું છે કે કોરોનાનું જોખમ વધી રહ્યું છે તેવામાં આઠ રાજ્યોની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ અંગેની સૂચના કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શુક્રવારે આપી હતી. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, હરિયાણા અને દિલ્હીના સ્વાસ્થ્ય સચિવોને પત્ર લખીને આ અંગે જાણકારી આપવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે