30 વર્ષ પહેલા જે હત્યાથી ધ્રુજી ગયો હતો દેશ તેના પર આધારિત ડોક્યૂમેંટ્રી સીરીઝ ડાન્સિંગ ઓન ધ ગ્રેવ OTT પર રિલીઝ
Dancing on the Grave: આ સીરીઝ 90 ના દાયકાની શરૂઆતમાં બેંગલુરુમાં બનેલી હત્યાની સત્ય ઘટના પર આધારિત છે. આ હત્યા હતી શકીરા ખલીલીની. આ કેસ પર થયેલી તપાસ અને ધ્રુજાવી દેતા ખુલાસા ડોક્યુમેન્ટરીમાં દેખાડવામાં આવ્યા છે.
Trending Photos
Dancing on the Grave: પ્રાઇમ વિડિયો પર સત્ય ઘટના પર આધારિત ડોક્યુમેન્ટરી સીરીઝ 'ડાન્સિંગ ઓન ધ ગ્રેવ' રીલીઝ કરવામાં આવી છે. આ સીરીઝ 90 ના દાયકાની શરૂઆતમાં બેંગલુરુમાં બનેલી હત્યાની સત્ય ઘટના પર આધારિત છે. આ હત્યા હતી શકીરા ખલીલીની. આ કેસ પર થયેલી તપાસ અને ધ્રુજાવી દેતા ખુલાસા ડોક્યુમેન્ટરીમાં દેખાડવામાં આવ્યા છે. ડાન્સિંગ ઓન ધ ગ્રેવનું પ્રીમિયર 21 એપ્રિલના રોજ પ્રાઇમ વિડિયો પર ભારત સહિત વિશ્વના 240 દેશોમાં કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
આ ડોક્યુમેન્ટરી સીરીઝમાં આર્કાઇવ ફૂટેજ, સમાચારના ક્લિપિંગ્સ, ઇન્ટરવ્યુ અને નાટ્યાત્મક રુપાંતરણ દ્વારા દેશના એક પ્રતિષ્ઠિત પરિવારની ખૂબ જ પ્રખ્યાત અને શ્રીમંત વારસદાર શકીરા ખલીલીના અચાનક ગુમ થવા અને તેની ભયંકર રીતે થયેલી હત્યાની તપાસ દર્શાવવામાં આવી છે. આ સીરીઝના 4 પાર્ટ છે.
આ સીરીઝમાં ગુનેગારને પણ બતાવવામાં આવ્યો છે. આ સીરીઝમાં જે ઘટના દર્શાવવામાં આવી છે તે 30 વર્ષ પહેલાં બની હતી અને તેનાથી દેશ ધ્રુજી ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે