પૂર્વ IPS ના ઘરના ભોંયરામાં બનાવ્યા હતા 650 લોકર, સંપત્તિ જોઇ અધિકારીઓના ઉડી ગયા હોશ

યુપીમાં ભલે વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ હોય, પરંતુ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax) ચૂપચાપ પોતાના કામમાં વ્યસ્ત છે. ડિપાર્ટમેન્ટે નોઈડામાં પૂર્વ આઈપીએસના ઘરે દરોડા પાડીને કરોડો રૂપિયાની વસૂલાત કરી છે.

પૂર્વ IPS ના ઘરના ભોંયરામાં બનાવ્યા હતા 650 લોકર, સંપત્તિ જોઇ અધિકારીઓના ઉડી ગયા હોશ

નવી દિલ્હીઃ યુપીમાં ભલે વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ હોય, પરંતુ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax) ચૂપચાપ પોતાના કામમાં વ્યસ્ત છે. ડિપાર્ટમેન્ટે નોઈડામાં પૂર્વ આઈપીએસના ઘરે દરોડા પાડીને કરોડો રૂપિયાની વસૂલાત કરી છે. નોટોના બંડલ એટલા બધા હતા કે તેમને ગણવા માટે મશીન મંગાવવું પડ્યું.

સોમવારથી શરૂ થઇ ઘરમાં રેડ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નોઈડાના સેક્ટર-50માં પૂર્વ આઈપીએસ આરએન સિંહ ((IPS RN Singh) નું ઘર છે. તેઓ યુપી કેડરમાં 1983 બેચના ડીજી રેન્કના અધિકારી હતા. તે પોતાની પત્ની સાથે મિર્ઝાપુરમાં રહે છે. તે જ સમયે તેનો પુત્ર સુયશ અને તેનો પરિવાર સેક્ટર 50 નોઈડામાં રહે છે.

આવકવેરા વિભાગને બાતમીદાર પાસેથી માહિતી મળી કે આ ઘરમાં બેનામી સંપત્તિ રાખવામાં આવી છે. જે બાદ વિભાગની ટીમ સોમવારે મોડી સાંજે ત્યાં પહોંચી હતી. ટીમને ખબર પડી કે સુયશે ઘરના બેઝમેન્ટમાં 'માનસમ કંપની' બનાવી છે. આ કંપની ભાડા પર લોકરની સુવિધા આપવાનું કામ કરે છે.

3 કરોડની રોકડ મળી
આવકવેરા વિભાગ (Income Tax) ને ઘરના ભોંયરામાં લગભગ 650 લોકર મળી આવ્યા હતા. મોડીરાત્રે તેમાંથી 3 લોકર ખોલવામાં આવ્યા હતા, જેમાં નોટો અને ઘરેણાં ભરેલા હતા. વિભાગે તે લોકરમાંથી લગભગ 3 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી હતી. આ નોટો ગણવા માટે વિભાગને મશીનો લેવા પડ્યા હતા.

લોકરમાંથી નોટો અને જવેરાત ભરેલા મળ્યા લોકર
વિભાગીય સૂત્રોનું કહેવું છે કે ઇનકમ ટેક્સ રેડ (Income Tax Raid) માં અત્યાર સુધીમાં અનેક લોકર ખોલવામાં આવ્યા છે. વિભાગને તે લોકરમાંથી ઘણા પૈસા અને ઘરેણાં મળ્યા છે. વિભાગીય સૂત્રોના જણાવ્યા મુજબ ભાડે લોકર આપવાના નામે અનેક ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમ કે, જેઓ ત્યાં લોકર લઈ ગયા હતા તેમના કેવાયસી મળ્યા નથી. જ્યારે કેટલાકનો બીજો રેકોર્ડ મળ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news