Coronavirus Cases in India: કોરોનાના પ્રકોપ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, ટેસ્ટિંગ વધારવાનો આપ્યો નિર્દેશ

Coronavirus Testing Advisory: સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને તત્કાલ કોરોના વાયરસના ટેસ્ટની સંખ્યા વધારવાનું કહ્યું છે. 

Coronavirus Cases in India: કોરોનાના પ્રકોપ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, ટેસ્ટિંગ વધારવાનો આપ્યો નિર્દેશ

નવી દિલ્હીઃ Coronavirus Testing Advisory: સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને તત્કાલ કોરોના વાયરસના ટેસ્ટની સંખ્યા વધારવાનું કહ્યું છે. પોતાની એડવાઇઝરીમાં મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પોતાના વિસ્તાર પ્રમાણે પોઝિટિવિટી ટ્રેન્ડને જોતા ટેસ્ટિંગની સંખ્યા રણનીતિક રીતે વધારવી જોઈએ. 

એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વેરિએન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે અને તે હાલ દેશમાં ફેલાય રહ્યો છે. કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારી સામે લડવામાં ટેસ્ટિંગ મહત્વનું છે. પરંતુ આઈસીએમઆર પોર્ટલ પર હાજર ડેટા દર્શાવે છે કે ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. 

એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોમાં કોરોનાના લક્ષણ છે, તેનો ટેસ્ટ કરવો જોઈએ. આ સિવાય રિસ્ક વાળા લોકો જે કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે તેનો પણ ટેસ્ટ કરવો જોઈએ.

ઓમિક્રોનના ખતરાને લઈને ટેસ્ટિંગ ખુબ મહત્વપૂર્ણ વિષય
મંત્રાલયે પહેલાના પત્રો અને પાછલા વર્ષે 27 ડિસેમ્બરે ઓમિક્રોન વેરિએન્ટના સંદર્ભમાં મહામારી મેનેજમેન્ટની વ્યાપક રૂપરેખા તૈયાર કરવાની ગૃહ મંત્રાલયની સલાહનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે કોરોનાની ટેસ્ટિંગ એક મહત્વપૂર્ણ વિષય છે. 

નવા કેસમાં 7 ટકાનો ઘટાડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,38,018 કેસ નોંધાયા છે જે ગઈ કાલ કરતા 20,071 કેસ ઓછા છે. હાલ દેશમાં 17,36,628 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાથી 310 દર્દીઓના એક દિવસમાં મૃત્યુ થયા છે. દેશમાં હાલ પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો થયો છે. જે ઘટીને 14.43% થયો છે. 

ઓમિક્રોનના કેસમાં વધારો
દેશમાં હાલ ઓમિક્રોનના કેસ વધીને 8891 થયા છે. જેમાં ગઈ કાલ કરતા 8.31% નો વધારો થયો છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 94.09% થયો છે. વીકલી પોઝિટિવિટી રેટ 14.92% છે. દેશમાં સોમવારે મણિપુરમાંથી મોટી સંખ્યામાં ઓમિક્રોનના કેસ મળ્યા હતા. અહીં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને હવે 39 થઈ જ્યારે એક દિવસ પહેલા તે ફક્ત 7 હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news