Lockdownમાં જ્યારે દુનિયામાં બંધ હતું ઘણું કામ, ત્યારે રેલવેએ હાંસલ કરી આ સિદ્ધિ

જે રીતે કોરોના સામેની લડતમાં ફ્રંટ લાઇન વર્કર્સ જોડાયા છે. તે રીતે ભારતીય રેલવે (Indian Railway)ના બેકેન્ડ યોદ્ધાઓએ COVID-19ની મહામારીના કારણે જોરદાર કામ કર્યું છે. લોકડાઉનના કારણે બંધ રહેલી યાત્રી સેવાઓના કારણે મળેલા સમયનો રેલવેએ સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો છે. આ સમયમાં રેલવેએ વર્ષોથી એટવાયેલા મેન્ટેનેન્સ પ્રોજેક્ટ (railway maintenance projects) પર જોરદાર કામ કર્યું. રેલવેએ યાર્ડ રીમોડલિંગ, જૂના પુલોનું સમારકામ, રેલવે લાઇન ડબલ કરવી, ઈલેક્ટ્રિક લાઇન નાખવી જેવા 200થી વધારે પ્રોજેક્ટને સફળતાપૂર્વક પુરા કર્યા છે.
Lockdownમાં જ્યારે દુનિયામાં બંધ હતું ઘણું કામ, ત્યારે રેલવેએ હાંસલ કરી આ સિદ્ધિ

નવી દિલ્હી: જે રીતે કોરોના સામેની લડતમાં ફ્રંટ લાઇન વર્કર્સ જોડાયા છે. તે રીતે ભારતીય રેલવે (Indian Railway)ના બેકેન્ડ યોદ્ધાઓએ COVID-19ની મહામારીના કારણે જોરદાર કામ કર્યું છે. લોકડાઉનના કારણે બંધ રહેલી યાત્રી સેવાઓના કારણે મળેલા સમયનો રેલવેએ સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો છે. આ સમયમાં રેલવેએ વર્ષોથી એટવાયેલા મેન્ટેનેન્સ પ્રોજેક્ટ (railway maintenance projects) પર જોરદાર કામ કર્યું. રેલવેએ યાર્ડ રીમોડલિંગ, જૂના પુલોનું સમારકામ, રેલવે લાઇન ડબલ કરવી, ઈલેક્ટ્રિક લાઇન નાખવી જેવા 200થી વધારે પ્રોજેક્ટને સફળતાપૂર્વક પુરા કર્યા છે.

તેમાંથી કેટલાક પ્રોજેક્ટ વર્ષોથી બંધ હતા જેના કારણે હમેશાં ભારતીય રેલવેને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તમામ આવશ્યક વસ્તુઓની અપૂર્તિ શ્રૃંખલાઓને સુનિશ્ચિત કરવા માટે પાર્સલ ટ્રેન અને માલગાડીઓ ચલાવવા ઉપરાંત રેલવેએ બાદમાં શ્રમિક વિશેષ ટ્રેન પર શરૂ કરી છે.

જેથી આ દરમિયાન સામાન્ય યાત્રી સેવાઓ બંધ હતી. જેને લઇ આ વન ટાઇમ ઓપોરચ્યુનિટી ગણાવી મેન્ટેનેન્સના જરૂરી કામ લોકડાઉન સમયમાં પુરા કરવાની યોજના બનાવી હતી. આ કામ અડચણો હટાવવા અને સુરક્ષા વધારવા માટે કરવામાં આવ્યા હતા. આમાં બ્રિજનું 82 પુનર્નિર્માણ / પુનર્વસન, 48 અન્ડર-હાઇટ મેટ્રો / રસ્તા પર ફાટકના બરાબર અન્ડર બ્રિજ, 16 નિર્માણ / ફૂટ ઓવર બ્રિજને મજબૂત બનાવવા, 14 જુનો ફૂટ ઓવર બ્રિજ તોડી પાડવા, યાર્ડના રિમોડેલિંગ ઉપરાંત લાઇન ડબલિંગનો સમાવેશ છે. 200 પ્રોજેક્ટ્સનું કામ થઈ ચૂક્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news