કોરોના વાયરસઃ પાટણમાં એક દિવસમાં 10, સાબરકાંઠામાં નવા ચાર કેસ નોંધાયા


નવા 10 કેસની સાથે પાટણ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 179 અને સાબરકાંઠામાં કુલ કેસોની સંખ્યા 170 પર પહોંચી છે. 
 

કોરોના વાયરસઃ પાટણમાં એક દિવસમાં 10, સાબરકાંઠામાં નવા ચાર કેસ નોંધાયા

પાટણ/સાબરકાંઠાઃ ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30 હજારને પાર પહોંચી ગઈ છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 615 નવા કેસ સામે આવ્યા હતા. હજુ પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પાટણ જિલ્લામાં રવિવારે કોરોના બોમ્બ ફૂટ્યો છે. અહીં એક સાથે નવા 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો સાબરકાંઠા જિલ્લામાં પણ નવા ચાર કેસ નોંધાયા છે. 

પાટણમાં એક સાથે 10 કેસ
પાટણમાં આજે નવા 10 કેસ નોંધાયા છે. જેમાં 8 પુરૂષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે. જેમાં પાટણ શહેરમાં 8 કેસ, હારીજ સ્ટેટ બેન્કમાં એક કેસ અને ચાણસ્માના ખારાધરવામાં એક કેસ સામે આવ્યો છે. 

પાટણ શહેરના શીશ બંગલોઝ સહિત રણસીવાડો, યસ નગર, મોટી ભાટિયા વાડ ટાંકવાડો, મહાવીર નગર, ધાંધલની શેરી, સાલવી વાડો, સુરમ્ય બંગલોઝ અને અમરનાથ સોસાયટીમાં આજે નવા કેસ નોંધાયા છે. નવા કેસની સાથે પાટણમાં કુલ સંક્રમિતોની સંખ્યા 179 પર પહોંચી છે, જેમાં 21 લોકોના મૃત્યુ થયા છે. 

ચીન સાથે ટ્રેડવોરમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ફાયદો, યુરોપ, અમેરિકા, આફ્રિકા સહિતના દેશ સાથેના વ્યવહારો વધ્યા

સાબરકાંઠા જિલ્લામાં નવા ચાર કેસ
સાબરકાંઠામાં પણ કોરોનાનો કેર યથાવત છે. આજે નવા ચાર કેસ સામે આવ્યા છે. પ્રાંતિજમાં ત્રણ અને તલોદ તાલુકામાં એક કેસ નોંધાયો છે. પ્રાંતિજના શાન્તીનાથ સોસાયટીમાં 61 વર્ષીય આધેડને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો  પ્રાંતિજના વહોરવાડમાં 70 વર્ષીય વૃદ્ધ, પ્રાંતિજના સ્વામિનારાયણ સોસાયટીમાં 55 વર્ષીય પુરુષ અને તલોદના હરસોલમાં 60 વર્ષીય આધેડ કોરોનાનો શિકાર બન્યા છે. આ નવા કેસની સાથે જિલ્લામાં અત્યાર સુધી 170 કેસ નોંધાયા છે. જેમાં 8 લોકોના મૃત્યુ થયા તો 114 લોકો સારવાર બાદ સાજા થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news