Weather Update: આ રાજ્યોની પથારી ફેરવશે વિનાશક વરસાદ, જાણો ગુજરાતના શું થશે હાલ

Imd Weather Alert: હરિયાણા સહિત આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં કેટલાંક સ્થળોએ તો ભારે પવન સાથે વરસાદ પડશે અને આકાશમાંથી કરા પડશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જાણો કેવું રહેશે તમારા શહેરનું હવામાન.

Weather Update: આ રાજ્યોની પથારી ફેરવશે વિનાશક વરસાદ, જાણો ગુજરાતના શું થશે હાલ

Weather Update: આજે પણ દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડ્યો છે. શુક્રવારે સવારે હરિયાણાના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દેશના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હરિયાણાના ઘણા જિલ્લામાં આજે સવારે ભારે વરસાદ પડ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે પણ કરા પડવાની ચેતવણી જારી કરી છે. તે જ સમયે, આજે સાંજથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે તેવી પણ આગાહી કરાઈ છે. 25-27 માર્ચ દરમિયાન મધ્ય અને પૂર્વ ભારતમાં વરસાદની સંભાવના છે. આ સાથે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કારણકે, આ માવઠાની મારના કારણે પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.

ખાસ કરીને હવામાન વિભાગે ખેડૂતો માટે એડવાઈઝરી જારી કરી છે. દેશના કેટલાંક રાજ્યોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ભોપાલ અને નર્મદાપુરમ વિભાગમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ધાર, બડવાની, સાગર, શાજાપુર, ખરગોન, દેવાસ, ઉમરિયા, અગર અને કટની જિલ્લામાં વરસાદની સંભાવના છે. ખેડૂતોના પાકને ફરી વાવાઝોડાની અસર થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી, નોઈડા સહિત ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં બે ડિગ્રી ઓછું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવાર અને રવિવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં વરસાદની સાથે કરા પડી શકે છે. તે જ સમયે, ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી ગતિવિધિઓ રહેશે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદની સંભાવના છે. યુપી-બિહારમાં આજે હળવો વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે. તે જ સમયે, આગામી પાંચ દિવસ સુધી તમિલનાડુ, તેલંગાણા, કેરળ અને કર્ણાટકમાં વરસાદ પડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news