IMD Rainfall Alert: આગામી કેટલાક દિવસ આ રાજ્યોમાં થશે વરસાદ, વાવાઝોડાની પણ ચેતવણી
Weather Update: ગરમીના માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યોમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ IMD Rainfall Alert, Weather Update: દેશભરના વિવિધ રાજ્યોમાં આ સમયે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યારેક લોકો ગરમીથી ત્રસ્ત થઈ રહ્યાં છે તો ક્યારેક અચાનક વરસાદ આવી રહ્યો છે. પહાડી રાજ્યોને લઈને મેદાની વિસ્તાર સુધી, હવમાનમાં આ દિવસોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે તાજેતરની આગાહી જાહેર કરી છે અને જણાવ્યું છે કે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9 થી 11 માર્ચ એટલે કે ત્રણ દિવસ સુધી પૂર્વ ભારતમાં ઘણી જગ્યાએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. આ સિવાય પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે 12 માર્ચની રાત્રિથી 14 માર્ચ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાનો સમય રહેશે.
છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો ગોવા, કોસ્ટલ કર્ણાટક, સૌરાષ્ટ્ર, કચ્છ અને વિદર્ભમાં મહત્તમ તાપમાન 37-39 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહ્યું હતું. તે જ સમયે, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશામાં મહત્તમ તાપમાન 35-37 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. જમ્મુ-ડિવિઝન, કોસ્ટલ કર્ણાટક અને ગોવામાં કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાન સરેરાશ કરતાં 4-6 ડિગ્રી સેલ્સિયસ હતું. આ ઉપરાંત પંજાબ, કેરળ, કોંકણ, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં સરેરાશ તાપમાન કરતાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો.
આ રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર
ગરમીની વચ્ચે, હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરાખંડ, દક્ષિણ ઉત્તર પ્રદેશ, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશમાં 9 માર્ચે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે. છત્તીસગઢ, ઝારખંડ, ગંગાના પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 9-11 માર્ચ અને પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં 9-13 માર્ચ દરમિયાન વરસાદ અને વાવાઝોડા માટે એલર્ટ છે. ગુરુવારે ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ વાવાઝોડું આવી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 30-40 કિમી પ્રતિ કલાકની રહેશે. તે જ સમયે, ગુરુવારે મધ્યપ્રદેશ અને શુક્રવારે ઝારખંડમાં ભારે વરસાદ અને વાવાઝોડું જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં 12 થી 14 માર્ચ સુધી વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.
હીટવેવનું પણ એલર્ટ જાહેર
હવામાન વિભાગ અનુસાર 9 અને 10 માર્ચે દક્ષિણી કોંકણના વિસ્તાર, ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં હીટવેવની સ્થિતિ રહેશે, તે પ્રમાણે અહીં વધુ ગરમી પડશે. આ સિવાય નોર્થવેસ્ટમાં આગામી ચાર દિવસમાં ગુરૂત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે. ત્યારબાદ તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. તો પશ્ચિમી ભારતના હવામાનની વાત કરીએ તો આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં અને પછી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. મધ્ય ભારતમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે