Monsoon 2024: 20થી વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટે IMD ની આગાહી
Monsoon 2024: ભારતીય હવામાન વિભાગ (IMD) એ હાલમાં જ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે. આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે.
Trending Photos
ભારતીય હવામાન વિભાગ (IMD) એ હાલમાં જ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે. આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ વર્ષે ચોમાસું જૂનના પહેલા અઠવાડિયામાં દસ્તક આપશે અને સપ્ટેમ્બર સુધી તેની અસર રહેશે. પરંતુ હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે.
જો કે ખેડૂતો માટે સારો વરસાદ આર્થિક રીતે ફાયદાકારક નીવડી શકે છે. પરંતુ વધુ પડતો વરસાદ પણ નુકસાન કરાવી શકે છે. આવામાં હવામાન વિભાગે દેશભરની રાજ્ય સરકારો, ખેડૂતો અને લોકોને પહેલેથી જ સતર્ક રહેવાની અને બચાવ માટે વ્યવસ્થા કરી દેવાની સલાહ આપી છે. ચોમાસામાં આ વખતે ક્યાં કેવો વરસાદ પડી શકે છે તે ખાસ જાણો.
સામાન્ય કરતા વધુ વરસાદ
હવામાન ખાતાની આગાહી મુજબ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પુડ્ડુચેરી, આંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી, દીવ-દમણ વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે.
સામાન્ય વરસાદ
છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લેહ લદાખમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.
સામાન્ય કરતા ઓછો વરસાદ
આગાહી મુજબ ઓડિશા, અસમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં સામાન્ય કરતા ઓછો વરસાદ વરસી શકે છે.
IMD predicts 2024 southwest monsoon season (June to September) rainfall over the country as a whole to be above normal (>104% of the Long Period Average (LPA)). Seasonal rainfall is likely to be 106% of LPA with a model error of ± 5%. LPA of monsoon rainfall (1971-2020) is 87 cm. pic.twitter.com/bgBhLX0M2W
— India Meteorological Department (@Indiametdept) April 15, 2024
ક્યાં ક્યાં કહેર મચાવી શકે છે વરસાદ
હવામાન ખાતાની ભવિષ્યવાણી મુજબ આ વખતે 20થી વધુ રાજ્યોમાં ચોમાસાની સીઝનમાં મેઘરાજાનો કહેર જોવા મળી શકે છે એટલે કે સામાન્ય કરતા વધુ વરસાદ વરસી શકે છે. 100 ટકા કરતા વધુ વરસાદ ખાબકી શકે છે. શરૂઆતમાં ચોમાસાની ગતિ ધીમી રહી શકે છે પરંતુ ઓગસ્ટ, સપ્ટેમ્બર આવતા સુધીમાં તો મેઘ તાંડવ પણ જોવા મળી શકે. કારણ કે આખા વર્ષમાં જેટલો વરસાદ પડે તેના 70 ટકા ચોમાસામાં જોવા મળે છે. ભારત દેશમાં આજે પણ પાકની સિંચાઈનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. જો સારો વરસાદ પડે તો તે અર્થવ્યવસ્થા માટે પણ ફાયદાકારક છે. કારણ કે સારી સિંચાઈ થવાથી સારો પાક થશે અને ખેડૂતોને કમાણી પણ સારી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે