Cyclone Alert: કાલે ટકરાશે ચક્રવાતી તોફાન, થઈ જજો સાવધાન! આ જગ્યાએ પડશે ભારે વરસાદ
જ્યારે રેલમ વાવાઝોડું ટકરાશે ત્યારે સમુદ્રમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જેનાથી સમુદ્રની નજીકના બંગાળ અને બાંગ્લાદેશના નિચાણવાળા વિસ્તાર ડૂબી શકે છે.
Trending Photos
IMD Cyclone Alert: હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં બનેલું ભારે દબાણ શનિવારે સાંજે ચક્રાવતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે અને 26 મેની રાત્રે પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના સમુદ્રી કિનારે પહોંચી શકે છે. બંગાળની ખાડીમાં બની રહેલું ચક્રવાતી તોફાન 110-120 કિમી પ્રતિ કલાકની ઝડપે પ્રવેશ કરી શકે છે. તે 135 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. હવામાન વિભાગે 26-27 મેએ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના સમુદ્રી વિસ્તારમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.
આ સિવાય પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગમાં 27-28 મેએ ભારે વરસાદ થઈ શકે છે. વાવાઝોડાના ટકરાવા સમયે સમુદ્રમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. હવામાન વિભાગે માછીરારોને 27 મેની સવાર સુધી બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં ન જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે 26 અને 27 મેએ પશ્ચિમ બંગાળના સમુદ્રી જિલ્લા (દક્ષિણ અને ઉત્તર 24 પરગના) માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના છે.
તો ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય પ્રદેશ જેવા વિસ્તારમાં હીટવેવ ચાલી રહી છે. તો પશ્ચિમી હિમાલયી ક્ષેત્ર, વિદર્ભ, છત્તીસગઢમાં પણ આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન હીટવેવ રહેવાની સંભાવના છે. ચોમાસાની વાત કરીએ તો હવામાન વિભાગે સારા સમાચાર આપતા કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના બાકી ભાગોમાં આગળ વધી ગયું છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગ, અને પૂર્વોત્તર બંગાળની ખાડીમાં આગળ વધવાની સંભાવના છે. મહત્વનું છે કે 31 મેએ કેરલમાં ચોમાસું પહોંચી શકે છે.
ગઈકાલના હવામાનની વાત કરીએ તો પશ્ચિમી રાજસ્થાન, પૂર્વી રાજસ્થાન, પશ્ચિમી મધ્ય પ્રદેશમાં હીટવેવ જોવા મળી હતી. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, દિલ્હી, વિદર્ભ, હરિયાણા, ચંદીગઢ વગેરેમાં પણ ભારે ગરમી જોવા મળી હતી. પશ્ચિમી રાજસ્થાનના ફલોદીમાં સૌથી વધુ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું હતું.
આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ અનુસાર તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં 25-29 મે વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. કેરલ, માહે, આંધ્ર પ્રદેશ, કર્ણાટકના સમુદ્રી વિસ્તારમાં ભારે વરસાદ થશે. છત્તીસગઢમાં 25 અને 26 મે, ઝારખંડમાં 25-28 મે, બિહારમાં 26-28 મે, ઉત્તરાખંડમાં 25-29 મે, વિદર્ભમાં 25 મે, સમુદ્રી આંધ્ર પ્રદેશ અને યમનમાં વરસાદ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે