IMD Alert: આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, પશ્ચિમી વિક્ષોભને કારણે થશે અસર

હવામાનમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે. જ્યાં ઉત્તરના રાજ્યોમાં ઠંડી શરૂ થઈ છે તો દક્ષિણી રાજ્યોમાં વરસાદ જારી છે. હવામાન વિભાગે આજે નવું એલર્ટ જાહેર કર્યું છે. 

IMD Alert: આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, પશ્ચિમી વિક્ષોભને કારણે થશે અસર

નવી દિલ્હીઃ પહાડી વિક્ષોભને કારણે પહાડી રાજ્યોમાં બર્ફવર્ષા અને વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ પ્રમાણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં નવેમ્બરથી વરસાદ શરૂ થઈ જશે. તો દક્ષિણી રાજ્યોમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની સંભાવના છે. તમિલનાડુમાં આજે ભારે વરસાદ થઈ શકે છે. 

ઘટશે તાપમાન, આ રાજ્યોમાં વધી જશે ઠંડી
હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર અને પશ્ચિમથી લઈને મધ્ય ભારત સુધી સુકી હવાઓ ચાલી રહી છે. આ હવાઓ પહાડો પર બર્ફવર્ષા બાદ પસાર થશે અને ઉત્તર ભારતના મોટા ભાગમાં ઠંડી વધી જશે. એમઆઈડી પ્રમાણે 6-7 નવેમ્બરથી દેશમાં બે પશ્ચિમી વિક્ષોભને કારણે ઉત્તરથી લઈને મધ્ય સુધી ઠંડીની સાથે તાપમાન ઘટી જશે. 

As per IMD, Chennai to experience a generally cloudy sky with heavy rain today. pic.twitter.com/NwjVxyhAWm

— ANI (@ANI) November 1, 2022

IMD એ પૂર્વાનુમાનમાં જણાવ્યું કે પ્રથમ પશ્ચિમી વિક્ષોભ સોમવારે કાશ્મીરમાં એન્ટ્રી કરશે. ત્યારબાદ નવેમ્બરથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં બર્ફવર્ષાની સાથે વરસાદની શક્યતા છે. તો બીજો પશ્ચિમી વિક્ષોભ 3 નવેમ્બરે આવશે. તેના કારણે 5થી 6 નવેમ્બર સુધી કાશ્મીરથી હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષા થઈ શકે છે. 

8-9 નવેમ્બરથી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થા,ન મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગણા, ઓડિશા સહિત દેશના ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થશે. 

દક્ષિણી રાજ્યોમાં વરસાદની સંભાવના
દક્ષિણી રાજ્યો, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરલ, પુડુચેરી, કરાઈકલ સહિત દેશના ઘણા ભાગમાં ઉત્તર-પૂર્વી મોનસૂનને કારણે વરસાદ થઈ રહ્યો છે. એમઆઈડીએ આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, અંડમાન-નિકોબાર, યમન, કેરલ અને માહે સહિત ઘણી જગ્યાએ આજે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. આ સાથે અસમ, અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં પણ વરસાદની શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news