AAP એ આજે બે મારફાડ નેતાઓને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા, હવે ભાજપ-કોંગ્રેસ શું કરશે?

આમ આદમી પાર્ટી દ્વારા આજે ઉમેદવારોની 8 મી યાદી જાહેર કરવામાં આવી. આ યાદીમાં AAP દ્વારા બે એવા ઉમેદવારોના નામ જાહેર કરાયા જેમનો જાહેર જીવનમાં ખાસો દબદબો છે. આ બન્ને નેતાઓ સરકાર સામે લડત લડતા પણ ડરતા નથી. તેના કારણે જ હવે ભાજપ-કોંગ્રેસે પણ આ બેઠકો પર ઉમેદવાર તરીકે કયા મજબૂત ઉમેદવારને ઉતારવા તેના પર મંથન શરૂ કરી દીધું હશે.

AAP એ આજે બે મારફાડ નેતાઓને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા, હવે ભાજપ-કોંગ્રેસ શું કરશે?

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ કોઈપણ સમયે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી સંભાવના છે. એ જોતા ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં હોવાથી આ વખતે મુકાબલો રોમાંચક રહેશે. એ જ કારણ છેકે, આ વખતે મતદારોને એક ત્રીજો વિકલ્પ પણ મળવાનો છે. પરંપરાગત રાજકીય પક્ષ એવા ભાજપ-કોંગ્રેસ હજુ ઉમેદવારની પસંદની પ્રક્રિયા કરી રહ્યાં છે ત્યાં તો દિલ્લીથી નવો આવેલો પક્ષ એટલેકે, AAP સટાસટ પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહ્યો છે. આપ દ્વાર આજે ઉમેદવારોની 8 મી યાદી જાહેર કરવામાં આવી. જેમાં આમ આદમી પાર્ટીએ બે એવા મારફાડ નેતાઓને ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતાર્યા છેકે, હવે ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષોને વિચારતા કરી દીધાં છે. 

આમ આદમી પાર્ટી દ્વારા આજે ઉમેદવારોની 8 મી યાદી જાહેર કરવામાં આવી. આ યાદીમાં AAP દ્વારા બે એવા ઉમેદવારોના નામ જાહેર કરાયા જેમનો જાહેર જીવનમાં ખાસો દબદબો છે. આ બન્ને નેતાઓ સરકાર સામે લડત લડતા પણ ડરતા નથી. તેના કારણે જ હવે ભાજપ-કોંગ્રેસે પણ આ બેઠકો પર ઉમેદવાર તરીકે કયા મજબૂત ઉમેદવારને ઉતારવા તેના પર મંથન શરૂ કરી દીધું હશે. આમ આદમી પાર્ટી જાહેર કરેલી યાદીમાં આજે વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા બનેલાં અને સરકાર સામે આંદોલન છેડનાર યુવા નેતા યુવરાજ સિંહ જાડેજા અને એવા એક દબંગ નેતા મહીપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે.

યુવરાજ સિંહે બેરોજગાર યુવાનોને રોજગારી મળે તે માટે પણ સરકાર સામે લડત ચલાવી હતી. એટલું જ નહીં વિદ્યાર્થી નેતા તરીકે તેમણે હાલમાં લેવાયેલી વિવિધ પરીક્ષાઓમાં થયેલાં પેપરકાંડનો પર્દાફાશ કરીને સરકાર સામે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેની સાથે લાખો યુવાનો પણ આ આંદોલનમાં જોડાયા હતાં. જેને પગલે સરકારે પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવાવી ફરજ પડી હતી. તેથી અત્યાર સુધી આપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં આ બન્ને નામો વિશેષ મહત્ત્વ ધરાવે છે. યુવાઓમાં આ ચહેરાઓ ખુબ જ પ્રચલિત છે.

આમ આદમી પાર્ટી દ્વારા આજે દહેગામ બેઠક પરથી યુવરાજ સિંહને ઉમેદવાર તરીકે મેદાન-એ-જંગમા ઉતારવામાં આવ્યાં છે. જ્યારે બીજી તરફ માતરથી મહિપતસિંહ ચૌહાણને મોકો આપવામાં આવ્યો છે. પહેલાંથી દહેગામની બેઠક મહંદઅંશે કોંગ્રેસ તરફી રહી છે જ્યારે માતરમાં ભાજપનું કમળ ખિલતું રહ્યું છે. ત્યારે જોવાનું એ રહેશેકે, આ બન્ને બહુબલી ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસના ગઢમાં કઈ રીતે ગાબડું પાડે છે.

અત્યાર સુધી AAP ના 108 ઉમેદવારો મેદાનમાંઃ 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારેઆજે આઠમી યાદી જાહેર કરી હતી જેમાં 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા 108 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કરી ચુકી છે.

ફેસબુકના માધ્યમથી લાઈવ થઈને મહિપતસિંહ ચૌહાણ કહ્યું હતું કે, મહિપતસિંહ ચૂંટણી લડે છે. માતર સીટ પરથી પોતે ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું. પરંતુ સાથે સાથે ખંભાતની બેઠક પરથી પણ ચૂંટણી લડવા માગતા હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે સાથે પોતાના વ્યક્તિગત સમર્થનની પોતાના સમર્થકો પાસે માગ કરી હતી.

આમ આદમી પાર્ટી પબ્લિકને પૂછીને જાહેર કરશે સીએમનો ચહેરોઃ
આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવા માટે લોકોનાં સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ AAP મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી તેમનો પ્રચાર પણ બમણા જોરથી કરાશે. 29મી ઓક્ટોબરે સુરત ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપે મુખ્યમંત્રી કોને બનાવશે એ જનતાને પૂછ્યું નથી, પરંતુ અમે જનતાને પૂછીને જ નિર્ણય લઈએ છીએ. અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનાવવા માગો છો, અમે 4 તારીખે જણાવીશું કે ગુજરાતના લોકો કોને મુખ્યમંત્રી બનાવવા માગે છે.

ખેડમાં હવે એક જ ઉમેદવાર જાહેર કરવાનો બાકીઃ
ખેડામાં આમ આદમી પાર્ટીની ફોજ તૈયાર થઈ ચૂકી છે. આજે વધુ એક માતર બેઠક પરથી યુવા નેતા મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે મહોર મારી દેતા મહિપતસિંહના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ફક્ત નડિયાદ વિધાનસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. આપે ખેડા જિલ્લાની 6 વિધાનસભા પૈકી 4 વિધાનસભા માટે અગાઉ ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં 4થી યાદીમાં ઠાસરા વિધાનસભા બેઠક પરથી નટવરસિંહ રાઠોડને ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારબાદ 5મી યાદીમાં મહુધા વિધાનસભા બેઠક પરથી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. છઠ્ઠી અને 7મી યાદીમાં કપડવંજ વિધાનસભા બેઠક પરથી મનુભાઈ રામાભાઈ પટેલ અને મહેમદાવાદ વિધાનસભા બેઠક પરથી પ્રમોદભાઈ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news