ગન પોઈન્ટ પર વિદ્યાર્થિનીનાં કપડાં ઉતારાવી આચર્યો ગેંગરેપ, 3 આરોપીની ધરપકડ

Varanasi Police: આપને જણાવી દઈએ કે IIT-BHUમાં 1 નવેમ્બરની રાત્રે કેમ્પસમાં સ્થિત કરમણવીર બાબા મંદિર પાસે, બુલેટ સવાર ત્રણ યુવકોએ એક વિદ્યાર્થિનીને બંદૂકની અણી પર તેના કપડાં ઉતારી દીધા હતા. તેઓએ વિદ્યાર્થિનીને ચુંબન કર્યું અને તેની સાથે ગેંગરેપ કર્યો અને પછી તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

ગન પોઈન્ટ પર વિદ્યાર્થિનીનાં કપડાં ઉતારાવી આચર્યો ગેંગરેપ, 3 આરોપીની ધરપકડ

IIT BHU Rape Case: યુપીના વારાણસીમાં IIT BHU ની વિદ્યાર્થીની સાથે ગેંગરેપના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે. લગભગ બે મહિના પછી પોલીસે IIT-BHU ની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં ભેલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારની બ્રિજ એન્કલેવ કોલોનીમાં રહેતો કુણાલ પાંડે, આનંદ, બાજરડીહાના જીવધીપુરનો રહેવાસી સક્ષમ પટેલ છે. પોલીસે ઘટનામાં વપરાયેલી બાઇક પણ કબજે કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા છે અને ઘણા મોટા નેતાઓ સાથે તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે IIT-BHUમાં 1 નવેમ્બરની રાત્રે કેમ્પસમાં સ્થિત કરમણવીર બાબા મંદિર પાસે, બુલેટ સવાર ત્રણ યુવકોએ એક વિદ્યાર્થિનીને બંદૂકની અણી પર તેના કપડાં ઉતારી દીધા હતા. તેઓએ વિદ્યાર્થિનીને ચુંબન કર્યું અને તેની સાથે ગેંગરેપ કર્યો અને પછી તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

આ હતો કેસ
તમને જણાવી દઇએ કે નવેમ્બરના IIT-BHU માં મેથેમેટિકલ એંજીનિયરિંગ વિભાગમાં બીટેકની વિદ્યાર્થી ન્યૂ ગર્લ્સ હોસ્ટેલથી રાત્રે લગભગ 1.30 વાગે બહાર ફરવા નિકળી હતી. તે પરિસરમાં ગાંધી સ્મૃતિ હોસ્ટેલ ચોકડી પર પહોંચી ત્યાં તેનો મિત્ર મળી ગયો. બંને કર્મન વીર બાબા મંદિર પાસે પહોંચ્યા હતા. ત્યારે પાછળથી બુલેટ સવાર ત્રણ યુવક આવ્યા અને વિયાર્થી અને તેમના મિત્રને રોકી દીધા. થોડીવાર પછી મિત્રને ત્યાંથી ભગાડી દીધા. 

વિદ્યાર્થિનીએ પોલીસને આપેલી ફરિયાદમાં લખ્યું છે કે યુવકોએ મોંઢુ દબાવીને એક ખૂણામાં લઈ ગયો હતા. પહેલા કિસ કરી, પછી કપડા ઉતાર્યા, વીડિયો અને ફોટા બનાવ્યા અને રેપ કર્યો. જ્યારે પીડિતાએ બૂમો પાડવાનું શરૂ કર્યું તો યુવકે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. એટલું જ નહીં તે યુવકોએ પીડિતાનો ફોન પણ લઈ લીધો હતો.

આરોપીઓને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો BHU IIT કેમ્પસમાં, હૈદરાબાદ ગેટથી બાયપાસ અને કરૌંડી માર્ગ પર, BHU મેઈન ગેટથી લંકા-રવિદાસ ગેટ રોડ પર સ્થાપિત 170 થી વધુ સીસી કેમેરાના ફૂટેજને સ્કેન કરી રહી હતી. જોકે ઘટનાના બે દિવસ બાદ આરોપી સીસીટીવી ફૂટેજમાં દેખાયો હતો. જે બાદ પોલીસ આરોપીને શોધી રહી હતી. લગભગ બે મહિના પછી પોલીસને આ કેસમાં સફળતા મળી છે.

ઘટનાના બીજા દિવસે ચેતગંજમાં કેમેરામાં કેદ થયા હતા આરોપીઓ 
ઘટનાના બીજા દિવસે ત્રણેય ચેતગંજમાં સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કારણ કે તે સમયે તેને શંકાસ્પદ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પુષ્ટિ મળી ન હતી. આથી પોલીસે ખાતરી બાદ ધરપકડ કરી હતી.

એક આરોપી દસમું પાસ
કુણાલ પાંડેના પિતા જીતેન્દ્ર પાંડેનું અવસાન થયું છે. તેણે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. ઘરમાં જ રોકાયા હતા. આનંદ ઉર્ફે અભિષેક ચૌહાણના પિતા મુન્ના પાવર લૂમ ચલાવે છે. આનંદ દસમું પાસ છે. સક્ષમના પિતા વિજય પટેલ ખાનગી નોકરી કરે છે. તે ઇંટરમીડિએટ પાસ છે. ત્રણેય સાથે રહેતા હતા. BHU અવારનવાર રાત્રે ફરવા માટે બહાર જતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news